________________
કષાયોના નિક્ષેપાઓ (નિ. ૯૧૮)
कर्मद्रव्यकषायो योग्यादिभेदाः कषायपुद्गलाः, नोकर्मद्रव्यकषायस्तु सर्जकषायादिः, उत्पत्तिकषायो यस्माद् द्रव्यादेर्बाह्यात् कषायप्रभवस्तदेव कषायनिमित्तत्वाद् उत्पत्तिकषाय इति उक्तं च"किं° एत्तो कट्ठयरं जं मूढो खाणुगंमि अप्फिडिओ । खाणुस तस्स रूस ण अप्पणो दुप्पओगस्स ॥१॥"
प्रत्ययकषायः खल्वान्तरकारणविशेषः तत्पुद्गललक्षणः, आदेशकषायः कैतवकृतभृकुटि - 5 भङ्गुराकारः, तस्य हि कषायमन्तरेणापि तथादेशदर्शनात्, रसकषायो हरीतक्यादीनां रसः, भाव द्विविधः-आगमतस्तदुपयुक्तो नोआगमतस्तदुदय एव, स च क्रोधादिभेदाच्चतुर्विधः, क्रोधोऽपि नामादिभेदाच्चतुर्विधः कषायप्ररूपणायां भावित एव, तथापि व्यतिरिक्तो द्रव्यक्रोधः નોકર્મદ્રવ્યકષાય. તેમાં કર્મદ્રવ્યકષાય તરીકે યોગ્યાદિભેદોવાળા કષાયના પુદ્ગલો જાણવા. તથા નોકર્મદ્રવ્યકષાય તરીકે સર્જકષાયાદિ, (સર્જ એ વનસ્પતિવિશેષ છે. તેનો સ્વાદ કષાયતુરો હોવાથી 16 તે કષાય કહેવાય છે. આદિ શબ્દથી હરિતકી વગેરે જાણવા. આ હિરતકી વગેરેનું દૃષ્ટાન્ત વિ.આ.ભા.માં છે.)
(૪) જે બાહ્ય દ્રવ્યોથી કષાય ઉત્પન્ન થતો હોય તે દ્રવ્ય જ કષાયનું કારણ હોવાથી ઉત્પત્તિકષાય કહેવાય છે. કહ્યું છે “સ્થાણુ સાથે અફડાયેલો મૂઢ જીવ તે સ્થાણુ ઉપર રોષ કરે છે પણ પોતાના દુષ્પ્રયોગ ઉપર રોષ કરતો નથી, આનાથી વધારે કષ્ટતર શું છે ? ||૧||” 15 (૫) પ્રત્યયકષાય તરીકે કષાયનું પુદ્ગલરૂપ આંતરિકકારણવિશેષ જાણવું. (અહીં પ્રત્યયકષાય તરીકે કર્મ પુદ્ગલો લેવાનું કહ્યું એટલે પ્રશ્ન એ થાય કે પૂર્વે કર્મદ્રવ્યકષાય તરીકે પણ કર્મપુદ્ગલો જ લેવાના કહ્યા. તો આ બેમાં તફાવત શું ? વિચારતા એવું લાગે છે કે કર્મદ્રવ્યકષાય તરીકે જે પુદ્ગલો કહ્યા તે હજુ ઉદયમાં આવેલા નથી. એટલે તે અનુદિત પુદ્ગલો છે જ્યારે અહીં પ્રત્યયકષાય તરીકે જે પુદ્ગલો લેવાના છે તે ઉદય પામેલા પુદ્ગલો જાણવા કારણ કે તે કષાયનું 20 કારણ બને છે. જો કે વિ.આ. ભાષ્યમાં પ્રત્યયકષાય તરીકે કષાયના આંતરિક કારણ એવા અવિરતિ વગેરે' કહ્યા છે.)
૫૫
(૬) આદેશકષાય તરીકે (આંતરિક કષાય વિના જ બહા૨થી) કૃત્રિમ અથવા કપટવડે કરાયેલ ભ્રકૃટિઓનો ભંગાદિ આકાર જાણવો, કારણ કે આંતરિક કષાય વિના પણ વ્યક્તિનો આવો આકાર જોઈ લોકો ‘આ ક્રોધ કરે છે' એવો વ્યપદેશ કરતા દેખાય છે. (અહીં ‘ત’ શબ્દથી આકાર 25 અર્થ જાણવો તેથી પંક્તિનો અર્થ આ પ્રમાણે કે – આકારનો કષાયવિના પણ કષાયરૂપે આદેશ વ્યપદેશ થતો દેખાય છે. ભાવાર્થ ઉપર પ્રમાણે.)
-
(૭) હરીતકી વગેરેનો રસ એ કષાય તુરો હોવાથી તે રસ રસકષાય કહેવાય છે. (૮) ભાવકષાય બે પ્રકારે છે આગમથી=કષાયપદના અર્થમાં ઉપયુક્ત જીવ અને નોઆગમથી કષાય મોહનીયનો ઉદય જ ભાવકષાય છે. આ ભાવકષાય ક્રોધાદિભેદથી ચાર 30 પ્રકારે છે. તેમાં ક્રોધ પણ નામ—સ્થાપનાદિ ભેદથી ચાર પ્રકારનો છે. જો કે કષાયની પ્રરૂપણામાં
=
२०. किमेतस्मात्कष्टतरं यन्मूढः स्थाणावास्फालितः । स्थाणवे तस्मै रुष्यति नात्मनो दुष्प्रयोगाय ॥१॥
=