________________
ક્રિયાનય (નિ. ૧૦૫૪)
तथा चाऽऽगमः
*"चैईयकुलगणसंधे आयरिआणं च पव्वयण सुए य ।
सव्वेसुवि तेण कयं तवसंजममुज्जमंतेणं ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यं यस्मात् तीर्थकरगणधरैः क्रियाविकलानां ज्ञानमपि विफलमेवोक्तं,
૩૬૧
"सुबहुपि सुयमहीयं किं काहि चरणविप्पमुक्कस्स ? । अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥१॥"
5
दृशिक्रियाविकलत्वात् तस्येत्यभिप्रायः, एवं तावत् क्षायोपशमिकं चारित्रमङ्गीकृत्योक्तं, चारित्रं क्रियेत्यनर्थान्तरं, क्षायिकमप्यङ्गीकृत्य प्रकृष्टफलसाधकत्वं तस्या एव विज्ञेयं, यस्मादर्हतोऽपि भगवतः समुत्पन्नकेवलज्ञानस्यापि न तावन्मुक्त्यवाप्तिः संजायते यावदखिलकर्मेन्धनानलभूता ह्रस्वपञ्चाक्षरोद्गिरणमात्रकालावस्थायिनी सर्वसंवररूपा चारित्रक्रिया नावाप्तेति, तस्मात् क्रियैव 10 प्रधाना ऐहिकामुष्मिकफलप्राप्तिकारणमिति स्थितम्, 'इति जो उवएसो सो नओ नाम 'ति 'इति' एवमुक्तेन न्यायेन य उपदेशः क्रियाप्राधान्यख्यापनपरः स नयो नामः, क्रियानय इत्यर्थः, अयं च
તે આ પ્રમાણે - “ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રુત આ બધાનું કર્તવ્ય તેણે કર્યું છે, જે તપસંયમમાં ઉદ્યમી છે. (અર્થાત્ ચૈત્યાદિની ભક્તિ દ્વારા જે કર્મક્ષય પ્રાપ્ત થાય છે તેટલો કર્મક્ષય તપ અને સંયમમાં ઉદ્યમી જીવ પ્રાપ્ત કરે છે. તપ અને સંયમ ક્રિયારૂપ છે, 15 માટે ક્રિયા જ મહત્ત્વની છે, જ્ઞાન નહિં.) |૧||” આથી જ ક્રિયાનું મહત્ત્વ છે એ વાત સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થંકર-ગણધરોએ ક્રિયાથી રહિત એવા જીવોનું જ્ઞાન નિષ્ફળ બતાવ્યું છે. આ રહ્યું તે વચન. “ઘણું બધું ભણાયેલું એવું પણ શ્રુત ચારિત્રથી રહિત જીવને શું કામનું છે ? (અર્થાત્ કોઈ કામનું નથી. જેમ કે) બળતા એવા લાખો, કરોડો દીપકો આંધળા વ્યક્તિને શા કામના ? કોઈ કામના નથી. ।।૧।।” કારણ કે તે આંધળી વ્યક્તિ જોવારૂપી ક્રિયાથી રહિત 20 છે. આ વાત થઈ ક્ષાયોપશમિક ચારિત્રને આશ્રયીને, (અરે ! તમે તો ક્રિયાનું મહત્ત્વ બતાવવા માંગો છો ચારિત્ર ક્યાંથી વચ્ચે આવ્યું ? અરે ભાઈ !) ચારિત્ર અને ક્રિયા એ સમાનાર્થી શબ્દો જ છે.
ક્ષાયિકચારિત્રને આશ્રયી વિચારીએ તો પણ ક્રિયા જ વિશિષ્ટ ફળને સાધી આપનારી જાણવા યોગ્ય છે, કારણ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ અરિહંત ભગવંતોને ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ 25 થતી નથી, જ્યાં સુધી સંપૂર્ણ કર્મરૂપ ઇંધન માટે અગ્નિ સમાન, હ્રસ્વ પંચાક્ષરોના ઉચ્ચારણ જેટલો કાળ રહેનારી એવી સર્વસંવરરૂપ ચારિત્રક્રિયાની પ્રાપ્તિ થાય નહિ. ક્રિયા જ ઐહિક-આમુષ્મિક ફળ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે, એ વાત નક્કી થઈ. આ પ્રમાણેનો જે ઉપદેશ છે અર્થાત્ ક્રિયાની પ્રધાનતા જણાવવામાં તત્પર આ ઉપદેશ છે તે ક્રિયાનય છે અને તે સમ્યક્ત્વાદિ ચાર
४६. चैत्यकुलगणसंघेषु आचार्ये प्रवचने श्रुते च । सर्वेष्वपि तेन कृतं तपः संयमे उद्यच्छता ॥ १ ॥ 30 ४७. सुबह्वपि श्रुतमधीतं किं करिष्यति विप्रमुक्तचरणस्य ? | अन्धस्य यथा प्रदीमा दीपशतसहस्त्रकोट्यपि ॥१॥