SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति स्थितम् । 'इति जो उवएसो सो नयो नामंति 'इति' एवमुक्तेन न्यायेन यः उपदेशो ज्ञानप्राधान्यख्यापनपर: स नयो नाम ज्ञाननय इत्यर्थः । अयं च चतुर्विधे सम्यक्त्वादिसामायिके सम्यक्त्वसामयिकश्रुतसामायिकद्वयमेवेच्छति, ज्ञानात्मकत्वादस्य, देशविरतिसर्वविरतिसामायिके तु तत्कार्यत्वात् तदायत्तत्वान्नेच्छति, गुणभूते चेच्छतीति गाथार्थः 5 ॥१०५४॥ उक्तो ज्ञाननयः, अधुना क्रियानयावसरः, तद्दर्शनं चेदं–क्रियैव प्रधानमैहिका मुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चायमप्युक्तलक्षणामेव स्वपक्षसिद्धये गाथामाह'णायंमि गिण्हियव्वे 'त्यादि, अस्याः क्रियानयदर्शनानुसारेण व्याख्या-ज्ञाते ग्रहीतव्येऽग्रहीतव्ये चैव अर्थे ऐहिकामुष्मिकफलप्राप्त्यर्थिना यतितव्यमेव, न यस्मात् प्रवृत्त्यादिलक्षणप्रयत्नव्यतिरेकेण ज्ञानवतोऽप्यभिलषितार्थावाप्तिदृश्यते, तथा चान्यैरप्युक्तम्10 ચૈિવ 77 , જ્ઞાન 7 મતમ્ / यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिना क्रियैव कर्तव्या, तथा च मुनीन्द्रवचनमप्येवमेव व्यवस्थितं, યત ૩ોમ્ - વાત સ્થિર થઈ. આ પ્રમાણેનો જે જ્ઞાનની પ્રધાનતા જણાવવામાં તત્પર એવો ઉપદેશ છે તે જ્ઞાનનય 15 છે. આ જ્ઞાનનય સમ્યક્તાદિ ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યક્તસામાયિક અને શ્રુતસામાયિક આ બેને જ ઇચ્છે છે, કારણ કે આ બે સામાયિક જ્ઞાનાત્મક છે. જ્યારે દેશવિરતિ અને . સર્વવિરતિસામાયિક જ્ઞાનનું કાર્ય હોવાથી (એટલે કે જ્ઞાનથી પ્રગટ થનારા હોવાથી) જ્ઞાનને આધીન છે. માટે આ છેલ્લા બે સામાયિકને જ્ઞાનનય ઇચ્છતો નથી, અર્થાત્ મુખ્યરૂપે ઇચ્છતો નથી, ગૌણપણે તો આ બે સામાયિકને પણ ઇચ્છે છે. ૧૦૫૪ જ્ઞાનનય કહ્યો. ર ક્રિયાનય : હવે ક્રિયાનયનો અવસર છે. તેની માન્યતા આ પ્રમાણે છે. ક્રિયા એ જ ઐહિક – આમુખિક ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે કારણ કે તે જ યુક્તિયુક્ત છે. આ નય પણ પોતાના પક્ષની સિદ્ધિ માટે ઉપરોક્ત ગાથા જ જણાવે છે. “પર્ધામ.frદ્દયત્રે'..... ઇત્યાદિ, ક્રિયાનય આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – ઉપાદેય, હેય એવા અર્થોમાં ઐહિક-આમુમ્બિક ફળની 25 પ્રાપ્તિના અર્થી જીવે યત્ન જ કરવા યોગ્ય છે. (જ્ઞાનનય જ્ઞાતે ઇવ’ એ પ્રમાણે “જકાર જ્ઞાન સાથે જોડે છે. ક્રિયાનય જ કાર યત્ન શબ્દ સાથે જોડે છે. ) કારણ કે ઉપાદેયમાં પ્રવૃત્તિ, હેયથી | નિવૃત્તિ વિગેરે રૂપ પ્રયત્ન વિના જ્ઞાનવાળાને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી દેખાતી નથી. અન્યોવડે પણ કહેવાયેલું છે – “પુરુષોને ક્રિયા જ ફળ આપનારી છે, જ્ઞાન ફળ આપનારું છે એવું મનાયું નથી, કારણ કે સ્ત્રીભોગ, ભક્ષ્યભોગને જાણનારો એકલા જ્ઞાનમાત્રથી સુખી થતો 30 નથી. //” તથા આમુખિક ફળની પ્રાપ્તિના અર્થીએ ક્રિયા જ કરવા યોગ્ય છે અને જિનેશ્વરોનું વચન પણ ક્રિયાના મહત્વને જ જણાવનારા તરીકે રહેલું છે. 20
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy