SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) निवर्तयामीति, 'व्युत्सृजामी 'ति विविधार्थो विशेषार्थो वा विशब्दः उच्छब्दो भृशार्थः सृजामित्यजामीत्यर्थः, विविधं विशेषेण वा भृशं त्यजामिव्युत्सृजामि अतीतसावद्ययोग, व्यवसृजामीति वा, अवशब्दोऽधःशब्दस्यार्थे विशेषेणाधः सृजामीत्यर्थः, नन्वेवं सावधयोगपरित्यागात् करोमि भदन्त ! सामायिकमिति सावद्ययोगनिवृत्तिरुच्यते, तस्य व्यवसृजामि शब्दप्रयोगे वैपरीत्यमापद्यते, 5 तन्न, यस्मात् मांसादिविरमणक्रियानन्तरं व्यवसृजामीति प्रयुक्ते तद्विपक्षत्यागो मांसभक्षणनिवृत्तिरभिधीयते, एवं सामायिकानन्तरमपि प्रयुक्त व्यवसृजामिशब्दे तद्विपक्षत्यागोऽवगम्यते, सच तद्विपक्षः सुगम एवेत्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थविस्तरभयाद्, गमनिकामात्रप्रधानत्वात् प्रारम्भस्य ॥ ___ साम्प्रतं व्युत्सर्गप्रतिपादनायाऽऽह ग्रन्थकार:10 અતીત સાવદ્યયોગને અટકાવું છું. હવે ‘વ્યસૃગામિ' શબ્દનો અર્થ કરે છે - વિ શબ્દ વિવિધ અર્થમાં કે વિશેષ અર્થમાં છે. ઉત શબ્દ અત્યંત અર્થમાં છે. સૃજામિ એટલે હું ત્યાગ કરું છું. સંપૂર્ણ અર્થ – વિવિધ એવા સાવદ્ય- યોગોનો અથવા સામાન્યથી નહિ પણ વિશેષથી સાવઘયોગોનો અત્યંત = ખૂબ સારી રીતે હું ત્યાગ કરું છું. અથવા વ્યવસૃનામ શબ્દ સમજવો. અહીં લવ શબ્દ વધ: શબ્દના અર્થમાં જાણવો. તેથી વિશેષ કરીને નીચેથી (દૂરથી) ત્યાગ કરું છું.' 15 શંકા : આ રીતે તો મેં અંતે ! સામયિં... ઇત્યાદિ સૂત્રનો આ તાત્પર્યાર્થ થયો કે સાવઘયોગના પરિત્યાગવડે હે ભદન્ત ! હું સામાયિકને કરું છું. આના દ્વારા સાવઘયોગની નિવૃત્તિ કહી. હવે અંતે તપ્ત અંતે ! પડિક્ષમfમ.... ઇત્યાદિ સૂત્રમાં ત વ્યસૃજ્ઞામિ એ પ્રમાણે શબ્દપ્રયોગ કરવામાં, તસ્સ એટલે પૂર્વે જે સાવદ્યયોગનો ત્યાગ કર્યો તે સાવદ્યયોગના ત્યાગનો હું ત્યાગ કરું. છું. આ રીતનો અર્થ નીકળશે અર્થાત્ સાવદ્યયોગની નિવૃત્તિને હું છોડું છું, અર્થાત્ સાવદ્યયોગને 20 હું એવું છું. આ રીતે વિપરીત અર્થ પ્રાપ્ત થાય છે. સમાધાન : આ રીતે વિપરીત અર્થ પ્રાપ્ત થાય નહિ, કારણ કે જેમ મં પૂર્વજ્ઞામિ અન્નત્થાબોળ.... ઇત્યાદિવડે માંસવિરતિને કર્યા પછી છેલ્લે વોસિરામિ શબ્દ બોલે ત્યારે માંસની વિરતિના વિપક્ષને ( માંસભક્ષણને) જ વોસિરાવે છે, અર્થાત્ માંસભક્ષણની નિવૃત્તિ જ કરે છે. એ પ્રમાણે સામાયિક કર્યા પછી એટલે કે સાવદ્યયોગની વિરતિ કર્યા પછી વોસિરામિ શબ્દ બોલે 25 ત્યારે સાવદ્યયોગની વિરતિના વિપક્ષનો ( સાવદ્ય યોગની પ્રવૃત્તિનો) ત્યાગ જ જણાય છે. (કારણ કે તેને વોસિરાવું છું અર્થાતુ સાવદ્યયોગની વિરતિના વિપક્ષને વોસિરાવું છું. આવો અર્થ પ્રાપ્ત થાય. તે સાવદ્યયોગની વિરતિનો વિપક્ષ કોણ છે ? તે વિપક્ષ તરીકે સાવદ્યયોગની પ્રવૃત્તિ છે. તેને હું વોસિરાવું છું, અર્થાતુ તેનો હું ત્યાગ કરું છું.) અને આ ત્યાગ સાવદ્યયોગની પ્રવૃત્તિનો વિપક્ષ છે એવું સુખેથી જાણી શકાય જ છે. આ વિષયમાં ઘણું બધું કહેવા યોગ્ય છે, છતાં તે 30 ગ્રંથવિસ્તાર થવાના ભયથી કહેવાતું નથી, કારણ કે ગ્રંથનો પ્રારંભ વ્યાખ્યા માત્રને નજરમાં રાખીને જ કરવામાં આવ્યો હોવાથી અહીં તે તે પદાર્થોની વ્યાખ્યા કરવી એ જ મુખ્ય છે. - અવતરણિકા : હવે ગ્રંથકારશ્રી વ્યુત્સર્ગનું પ્રતિપાદન કરવા માટે કહે છે .
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy