________________
૩૩૧
તદ્ભવજીવિત (ભા. ૧૯૦) भवति, ननु च भवजीवितमनन्तरं चतुर्द्धा वर्णितं नारकादिगतिसमापन्नानां याऽवस्था, तत्र -स्वायुष्कबन्धकालात् प्रभृति सर्वैव भवस्थितिः यथास्वमबाधासहिता भवजीवितम्, इह तु तद्भवजीविते अबाधोनिका कर्मस्थितिः, तद्भवोदयात् प्रभृति कर्मनिषेकः तद्भवजीवितमिति महान् विशेषः, तत् किमर्थमौदारिकाणामेव ?, उच्यते, तेषां हि गर्भकालव्यवहितं योनिनिःसरणं जन्मोच्यते, तेन च गर्भकालेन सहैव तद्भवजीवितं, वैक्रियशरीरिणां तूपपातादेव कालान्तराव्यवहितं 5 जन्मेति जीवितं स्वाबाधाकालसहितमितिकृत्वा तद्भवजीवितमौदारिकाणामेव सुप्रतिपादमिति,
(શંકા : શા માટે ? તમારી વ્યાખ્યા પ્રમાણે તો દેવોને પણ આ ઘટી શકે છે. તે આ પ્રમાણે → મનુષ્ય ૨૫ વર્ષ બાકી હોય ત્યારે ૧૦ હજારનું દેવાયુ બાંધે, તો ૧૦ હજા૨ + ૩૦ વર્ષ દેવનું ભવજીવિત, ૩૦ વર્ષ પસાર થયા બાદ દેવ બને, એટલે એ ૧૦ હજાર વર્ષ દેવનું તદ્ભવજીવિત. આમ દેવને પણ તદ્ભવજીવિત ઘટી શકે છે.
સમાધાન ઃ તમારી વાત સાચી પણ જો આ રીતે માનીએ, તો તદ્ભવજીવિત અને ભવજીવિતમાં કોઈ તફાવત=ભેદ રહેશે નહીં.)
10
શંકા : (કેમ નહીં રહે ? તે બે વચ્ચે ચોખ્ખો ભેદ રહેશે જ. તે આ પ્રમાણે +) તે તે આયુષ્યનાં બંધકાળથી માંડીને આખી ય ભવસ્થિતિ એ ભવજીવિત અર્થાત્ અબાધાકાળ + પછીનો આખો ભવ. જ્યારે તદ્ભવજીવિતમાં અબાધા વિનાની કર્મસ્થિત જ લેવાની હોવાથી અબાધાકાળ વિનાનો આખો ભવ એ 15 તદ્ભવજીવિત છે.આમ બંનેમાં મોટો ભેદ છે. તેથી ચારેય ગતિમાં બંને જીવિત માનીએ, તો ય કોઈ વાંધો આવે એમ નથી. તો શા માટે માત્ર ઔદારિકશરીરીજીવોને જ તદ્ભવજીવિત માનો છે ?
સમાધાન : ગર્ભમાં અવતર્યા પછી યથાયોગ્ય ગર્ભકાળ પસાર કરી યોનિમાંથી નીકળવું તે ઔદારિકશરીરજીવોનો જન્મ કહેવાય છે. આ ગર્ભકાળ સહિતનું જ તદ્ભવજીવિત હોય છે. જ્યારે વૈક્રિયશરીરી એવા દેવ-નારકોને ઉપપાત થયો એ જ જન્મ છે. અહીં કોઈ બીજો ગર્ભકાળ પસાર 20 કરવાનો હોતો નથી. તેથી તેઓનું જીવિત એ માત્ર પોતાના અબાધાકાળ સહિતનું હોવાથી • તદ્ભવજીવિત ઔદારિકશરીરી જીવોને જ કહ્યું છે. (ટૂંકમાં ભવજીવિતની જેમ તદ્ભવજીવિત પણ જો ચારે ગતિમાં માનો તો, તિર્યંચ-મનુષ્યનું તદ્ભવજીવિત ગર્ભકાળસહિતનું અને દેવ-નારકનું ગર્ભકાળવિનાનું માનવું પડે. આ રીતે માનતા તદ્ભવજીવિતની એક સરખી વ્યાખ્યા રહે નહીં, પણ જુદી જુદી થઈ જાય, તે ન થાય તે માટે એક જ વ્યાખ્યા બનાવી કે અબાધાકાળ વિનાનું, 25 ગર્ભકાળસહિતનું જે જીવિત તે તદ્ભવજીવિત. અને આવું જીવિત ઔદારિકશરીરી જીવોને જ સંભવે છે. ભવજીવિત એ અબાધાસહિતનું હોવા છતાં તેમાં ગર્ભકાળ હોતો નથી જ્યારે તદ્ભવજીવિતમાં અબાધા ન હોવા છતાં ગર્ભકાળ હોવાથી આ જીવિત ઔદારિકશરીરીને જ હોય એમ કહ્યું છે. આ સંપૂર્ણ ચર્ચાનો સાર એટલો જ છે કે પૂર્વભવના આયુબંધકાળથી આ ભવ સુધીનું જીવન એ ભવજીવિત જાણવું, અને વારંવાર તેના તે જ ભવમાં જનમવું તે તદ્ભવજીવિત કહેવાય. દેવ-નારક વારંવાર 30 તેના તે જ ભવમાં જનમતા ન હોવાથી તદ્ભવજીવિત ઔદારિકશ૨ી૨ીઓને જ કહ્યું છે. તથા તેના તે જ ભવમાં જનમવું એ તદ્ભવજીવિતની વ્યાખ્યા હોવાથી આગળ કહે છે કે) ઔદારિકશ૨ી૨ીજીવોને