SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मृताः, न पुनरन्ये कदाचन इत्युक्तमोघजीवितं, 'णेरड्याईण भवेत्ति नारकादीनामिति, आदिशब्दात् तिर्यङ्नरामरपरिग्रहः, भव इति द्वारपरामर्शः, स्वभवे स्थितिर्भवजीवितमिति, उक्तं भवजीवितं, 'तब्भव तत्थेव उववत्ति'त्ति तस्मिन् भवे जीवितं तद्भवजीवितं, इदं चौदारिकशरीरिणामेव भवति, यत आह-तत्रैवोपपत्तिः, तत्रैवोपपात इत्यर्थः, भवश्च तदायुष्कबन्धस्य प्रथमसमयादारभ्य 5 यावच्चरसमयानुभवः, स चौदारिकशरीरिणां तिर्यङ्मनुष्याणां तद्भवोपपत्तिमागतानां तद्भवजीवितं સિદ્ધો મૃત્યુ પામ્યા છે, પરંતુ સિદ્ધ સિવાય બીજા કોઈ અન્ય જીવો ક્યારેય આ જીવિતને આશ્રયીને મૃત્યુ પામ્યા નથી. ઓઘજીવિત કહ્યું. નારકાદિની, આદિશબ્દથી તિર્યંચ, દેવ, મનુષ્યોની પોતપોતાના ભવમાં જે સ્થિતિ = રહેવું તે ભવજીવિત કહેવાય છે. ભવજીવિત કહ્યું. હવે તદ્ભવજીવિત કહેવાય છે. તે ભવમાં જીવિત-જીવન એ તદ્દભવજીવિત. આ 10 તદ્ભવજીવિત ઔદારિકશરીરવાળાઓ (એટલે કે તિર્યંચ – મનુષ્યોને જ) હોય છે, કારણ કે તે જ ભવમાં ઉપપત્તિ-જન્મ એ તદ્ભવજીવિત છે અને એ ઔદારિકશરીરીઓને જ હોય છે. (આશય એ છે કે દેવ કે નારક પોતાના ભાવમાં રહે છે, એટલે એમને એ ભવજીવિત તો ઘટે છે પરંતુ દેવ કે નારક ફરી તે જ ભવમાં ઉત્પન્ન થતા નથી માટે તેમને તદ્ભવજીવિત ન સંભવે.) તે તે આયુષ્યના બંધ પછીના પહેલા સમયથી માંડીને આ ભવના છેલ્લા સમય સુધીનો 15 અનુભવ એ ભવ કહેવાય છે. (દા. ત. કોઈ મનુષ્ય ૯૯ વર્ષના આયુષ્યવાળો હોય, ૬૬ વર્ષની ઉંમરે એ ૧૦,000 વર્ષનું દેવાયુષ્ય બાંધે, તો ૬૬ વર્ષથી માંડીને ૩૩ વર્ષ મનુષ્યભવના=અબાધાકાળના અને દેવભવના ૧૦,૦૦૦ વર્ષ. આમ ૧૦ હજાર + ૩૩ વર્ષ દેવનું ભવજીવિત કહેવાય. આ રીતે ચારે ગતિ માટે સમજી લેવું. અહીં ‘ભવજીવિત’માં જે “ભવ’ શબ્દ છે તેનો આ અર્થ સમજવો. પરંતુ 20 તદ્દભવજીવિતમાં રહેલ “ભવ’ શબ્દનો નહીં, કારણ કે જો તદ્ભવજીવિતના ભવ શબ્દનો આ અર્થ સમજીએ તો તદ્ભવજીવિત અબાધાકાળ સહિતનું માનવું પડે, જ્યારે હવે પછી આગળ તભવજીવિત અબાધાકાળથી ન્યૂન જણાવ્યું છે, તેથી પૂર્વાપર વિરોધ આવે. તે ન આવે માટે ઉપરોક્ત અર્થ ભવજીવિતમાં રહેલ “ભવ' શબ્દનો જાણવો.) આ ચરમસમયાનુભવરૂપ ભવ એ જ તદ્ભવજીવિત બને છે. ( વ .... તd25 નીવિત મવતિ....... એમ અન્વય કરવો. તે કોને હોય છે? તો તે બતાવે છે કે) ઔદારિકશરીરવાળા તિર્યંચ-મનુષ્યો છે કે જેઓ તિર્યંચ-મનુષ્યભવમાં જન્મ પામી ચૂક્યા છે, એમનો એ ભવ જ તદૂભવજીવિત બને છે. (દા.ત. ૬ માસ બાકી રહેતા દેવ ૧૦૦ વર્ષનું મનુષ્યાય બાંધે, ત્યારે ૧૦૦ વર્ષ + ૬ માસ એ મનુષ્યનું ભવજીવિત છે. હવે એ જ દેવ ૬ માસ પસાર કરીને જ્યારે મનુષ્યભવમાં જન્મ પામે, મનુષ્ય બને, ત્યારથી માંડીને એ જ ભવજીવિત હવે તદ્ભવજીવિત 30 ગણાશે અર્થાત્ તદ્ભવજીવિત અહીં ૧૦૦ વર્ષનું થશે.) આ તભવજીવિત માત્ર ઔદારિકશરીરીઓને જ માનવું.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy