SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भावपच्चक्खाणं जातमिति कृतं प्रसङ्गेन । प्रत्याख्यामीति व्याख्यातः सूत्रावयवः, अधुना यावज्जीवतयेति व्यख्यायते-इह चाऽऽदौ भावार्थमेवाभिधित्सुराह जावदवधारणंमि जीवणमवि पाणधारणे भणिअं। . आपाणधारणाओ पावनिवित्ती इहं अत्थो ॥१०४२।। व्याख्या : यावद् इत्ययं शब्दोऽवधारणे वर्तते, जीवनमपि प्राणधारणे भणितं, 'जीव प्राणधारण इति वचनात्, ततश्चाप्राणधारणात्-प्राणधारणं यावत् पापनिवृत्तिरित्यर्थः, परतस्तु न विधिर्नापि प्रतिषेधो, विधावाशंसादोषप्रसङ्गात् प्रतिषेधे तु सुरादिषूत्पन्नस्य भङ्गप्रसङ्गादिति गाथार्थः ॥१०४२॥ इह च जीवनं जीव इति क्रियाशब्दोऽयं, न जीवतीति जीव आत्मपदार्थः, जीवनं तु प्राणधारणं, जीवनं जीवितं चेत्येकोऽर्थः, 10 તત્ર નીવિત તથા વર્તતે, તવ તાવતિૌ નિરૂપત્રી - नामं १ ठवणा २ दविए ३ ओहे ४ भव ५ तब्भवे अ६ भोगे अ ७ । સાધુઓએ રાજપુત્રીને સમ્યમ્ બોધ આપ્યો. તેણીએ દીક્ષા લીધી. અહીં વરસ સુધી માંસ ન ખાવાની પ્રતિજ્ઞા એ દ્રવ્યપ્રત્યાખ્યાન અને પછી દીક્ષા લીધી તે ભાવપ્રત્યાખ્યાન થયું. પ્રાસંગિક વાતાવડે સર્યું. ‘પ્રત્યાખ્યામિ' અવયવનું વ્યાખ્યાન કર્યું. 15 અવતરણિકા : હવે “યાવજ્જીવ સુધી” અવયવનું વ્યાખ્યાન કરાય છે. અહીં પ્રથમ તેના ભાવાર્થને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : “યાવદૂ શબ્દ અવધારણ (અર્થાત્ “સુધી’ એવા) અર્થમાં છે. જીવન’ શબ્દ પણ પ્રાણધારણ કરવું અર્થમાં કહેવાયેલો છે, કારણ કે ગીન્ ધાતુ પ્રાણધારણ અર્થમાં છે. તેથી જ્યાં 20 સુધી પ્રાણોનું ધારણ થાય ત્યાં સુધી પાપથી નિવૃત્તિ જાણવી. તેના પછી = પ્રાણત્યાગ પછી વિધાન પણ નથી કે પ્રતિષેધ પણ નથી, કારણ કે પ્રાણત્યાગ્યા પછી પાપનું વિધાન કરવામાં આશંસાદોષ રહેલો છે. (અર્થાત્ જયાં સુધી જીવું ત્યાં સુધીનું મારે પ્રત્યાખ્યાન પછી નહિ, આવું વિધાન કરવામાં વિધાન કરતી વેળાએ જ પ્રત્યાખ્યાન પુરું થયા પછી હું પાપ સેવીશ એવી આશંસા પડેલી છે.) તથા પાપનો પ્રતિષેધ કરવામાં પ્રાણ ત્યાગ્યા પછી દેવાદિમાં ઉત્પન્ન થયેલા તેને પ્રત્યાખ્યાનભંગ 25 થવાનો પ્રસંગ આવે. (કારણ કે દેવાદિમાં વિરતિ રહેવાની નથી.) માટે જીવન પુરું થયા પછી વિધિ કે નિષેધ હોતો નથી. /૧૦૪રા (હવે આગળ જીવિતશબ્દના નિક્ષેપા બતાવવા છે. તેથી તેની સાથેનો સંબંધ જોડવા કહે છે કે, અહીં જીવવું એ જીવ આ પ્રમાણે જીવશબ્દ ક્રિયાવાચી છે. પણ જે જીવે છે તે જીવ એટલે કે “આત્મા’ વાચી જીવ શબ્દ લેવાનો નથી. જીવવું એટલે પ્રાણધારણ કરવું. જીવન અને જીવિત બંને એકાર્થિક શબ્દો છે. 30 અવતરણિકા : તેમાં જીવિત દશ પ્રકારે છે. તે દશ પ્રકારના જીવિતને જ (જીવનને જ) પ્રથમ નિરૂપણ કરતાં કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. २०. भावप्रत्याख्यानं जातम् ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy