________________
યોગનું સ્વરૂપ (નિ. ૧૦૩૯) સી ૩૨૫ दव्वे मणवयकाए जोगा दव्वा दुहाउ भावंमि ।
जोगा सम्मत्ताई पसत्थ इअरो उ विवरीओ ॥१०३९॥ व्याख्या : 'द्रव्य' इति द्वारपरामर्शः, 'मणवइकाए जोगा दव्वेति मनोवाक्काययोग्यानि द्रव्याणि द्रव्ययोगः, एतदुक्तं भवति–जीवेनागृहीतानि गृहीतानि वा स्वव्यापाराप्रवृत्तानि द्रव्ययोग इति, द्रव्याणां वा हरीतक्यादीनां योगो द्रव्ययोगः, 'दुहा उ भावंमित्ति द्विधैव द्विप्रकार एव, 'भाव' 5 इति भावविषयः 'जोगो'त्ति योगोऽधि-कृतः-प्रशस्तोऽप्रशस्तश्च, तत्र 'सम्मत्ताई पसत्थ 'त्ति सम्यक्त्वादीनाम्, आदिशब्दाद् ज्ञानचरणपरिग्रहः, प्रशस्तः युज्यतेऽनेन करणभूतेनाऽऽत्माऽपवर्गेणेतिकृत्वा, 'इयरो उ विवरीओ 'त्ति इतरस्तु मिथ्यात्वादिर्योगः, 'विपरीत' इत्यप्रशस्तो वर्तते, युज्यतेऽनेनाऽऽत्माऽष्टविधेन कर्मेणेतिकृत्वाऽयं गाथार्थः ॥१०३९॥
सावधं योगमिति व्याख्यातौ सूत्रावयवाविति, अधुना प्रत्याख्यामीत्यवयवप्रस्तावात् प्रत्याख्यानं 10 निरूप्यते, इह प्रत्याख्यामीति वा प्रत्याचक्षे इति वा उत्तमपुरुषैकवचने द्विधा शब्दौ, तत्राऽऽद्यः प्रत्याख्यामीति, प्रतिशब्दः प्रतिषेधे आङ् आभिमुख्ये ख्या प्रकथने, प्रतीपं आभिमुख्येन ख्यापनं सावद्ययोगस्य करोमि प्रत्याख्यामीति, अथवा 'चक्षिा व्यक्तायां वाचि' प्रतिषेधस्याऽऽदरेणाभिधानं
ગાથાર્થ દ્રવ્યમાં મન-વચન-કાયાને યોગ્ય દ્રવ્યો એ દ્રવ્યયોગ છે. ભાવમાં યોગ બે પ્રકારે છે. સમ્યકત્વાદિ પ્રશસ્ત અને મિથ્યાત્વાદિ અપ્રશસ્ત.
15 1 ટીકાર્થ : મૂળમાં ‘દ્રવ્ય' શબ્દ દ્રવ્યયોગદ્વારને જણાવનાર છે. મન-વચન-કાયાને યોગ્ય દ્રવ્યો દ્રવ્યયોગ છે, અર્થાત્ જીવવડે નહિ ગ્રહણ કરાયેલા કે ગ્રહણ કરાયેલા પણ પોત-પોતાના વ્યાપારમાં અપ્રવૃત્ત એવા મન-વચન-કાયાને યોગ્ય દ્રવ્યો એ દ્રવ્યયોગ છે. અથવા હરડે વિગેરે દ્રવ્યોનો જે યોગ તે દ્રવ્યયોગ. ભાવવિષયક યોગ બે પ્રકારે જ કહેવાયેલો છે પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં સમ્યક્ત્વાદિનો, આદિશબ્દથી જ્ઞાન-ચારિત્રનો યોગ એ પ્રશસ્તયોગ છે કારણ કે કરણભૂત એવા આ યોગવડે આત્મા 20 મોક્ષ સાથે જોડાય છે. (તિ કૃત્વા શબ્દ માટે અથવા હોવાથી અર્થમાં વપરાય છે, અર્થાત્ સમ્યક્ત્વાદિ આત્માને મોક્ષ સાથે જોડી આપે છે માટે તે પ્રશસ્ત ભાવયોગ છે.) મિથ્યાત્વાદિનો યોગ એ આત્માને આઠ પ્રકારના કર્મો સાથે જોડી આપતો હોવાથી અપ્રશસ્તભાવયોગ છે. ll૧૦૩૯ - સાવદ્ય અને યોગ આ બે સૂત્રઅવયવો વ્યાખ્યાન કરાયા. હવે પચ્ચકખામિ’ અવયવનો
અવસર હોવાથી પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. અહીં ‘પ્રત્યાખ્યામિ' અથવા ‘પ્રત્યાચ” એ 25 પ્રમાણે પ્રથમ પુરુષના એક વચનમાં બે પ્રકારના શબ્દો છે. તેમાં પ્રથમ “પ્રત્યાખ્યામિ' શબ્દનો અર્થ બતાવે છે. – પ્રતિ શબ્દ પ્રતિષેધ અર્થમાં છે, આ અભિમુખતાના અર્થમાં છે અને ખ્યા ધાતુ કથન કરવું અર્થમાં છે હું સાવઘયોગનું સામેથી પ્રતીપ ખ્યાપન કરું છું. (અર્થાત્ હું સામે ચડીને સાવઘયોગોના પ્રતિષેધનું કથન કરું છું.) આ પ્રમાણે પ્રત્યાખ્યામિ' શબ્દનો અર્થ જાણવો. અથવા વલ્ ધાતુ “સ્પષ્ટ રીતે બોલવું' અર્થમાં છે. તેથી પ્રત્યાચશે એટલે સાવઘયોગના 30