SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવ્યાહરણદ્વાર (ભા. ૧૮૨) 303 साम्प्रतं चरमद्वारव्याचिख्यासयाऽऽह— अभिवाहारो कालिअसुअंमि सुत्तत्थतदुभएणं ति । તમુળપત્ત્તવહિ ઞ વિટ્ટીવાયંમિ વોન્દ્વો ૮૨ (૧૦૮) ( Mo ) व्याख्या : 'अभिव्याहरणम्' आचार्यशिष्ययोर्वचनप्रतिवचने अभिव्याहारः, स च 'कालिकश्रुते' आचारादौ ‘सुत्तत्थतदुभएणंति सूत्रत: अर्थतस्तदुभयतश्चेति, इयमत्र भावना - शिष्येणेच्छाकारेणे- 5 दमङ्गाद्युद्दिशंत इत्युक्ते सतीच्छापुरस्सरमाचार्यवचनम् - अहमस्य साधोरिदमङ्गमध्ययनमुद्देशं वोद्दिशामि - वाचयामीत्यर्थः, आप्तोपदेशपारम्पर्यख्यापनार्थं क्षमाश्रमणानां हस्तेन, न स्वोत्प्रेक्षया, सूत्रतोऽर्थतस्तदुभयतो वाऽस्मिन् कालिकश्रुते अथोत्कालिके, दृष्टिवादे कथमिति ?, तदुच्यते-' दव्वगुणपज्जवेहि य दिट्ठीवायंमि बोद्धव्वो' द्रव्यगुणपर्यायैश्च 'दृष्टिवादे' भूतवादे बोद्धव्योऽभिव्याहार इति, एतदुक्तं भवति-शिष्यवचनानन्तरमाचार्यवचनमिदमुद्दिशामि सूत्रतोऽर्थतश्च द्रव्यगुणपर्यायैरनन्तगमसहितैरिति, 10 एवं गुरुणा समादिष्टेऽभिव्याहारे शिष्याभिव्याहारः- ब्रवीति शिष्यः - उद्दिष्टमिदं मम, इच्छाम्यनुशासनं क्रियमाणं पूज्यैरिति, एवमभिव्याहारद्वारमष्टमं नीतिविशेषैर्नयैर्गतमिति गाथार्थः ॥ १८२ ॥ અવતરણિકા : હવે છેલ્લા દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : કાર્લિકસૂત્રમાં સૂત્ર, અર્થ અને તદુભયથી અભિવ્યાહાર જાણવો. દૃષ્ટિવાદમાં દ્રવ્ય,ગુણ અને પર્યાયવડે અભિવ્યાહાર હોય છે. 15 ટીકાર્થ : આચાર્ય અને શિષ્યના વચન-પ્રતિવચન એટલે કે પ્રશ્નોત્તરી એ અભિવ્યાહાર છે. (અર્થાત્ પ્રશ્નોત્તરીપૂર્વક સામાયિકાદિશ્રુતની ઉદ્દેશ, સમુદ્દેશ વિગેરેની વિધિ એટલે અભિવ્યાહાર.) અને તે આચારાંગ વિગેરે કાલિકશ્રુતમાં સૂત્ર-અર્થ અને તદુભયને આશ્રયીને થાય છે. આશય એ છે કે— “આપની ઇચ્છાપ્રમાણે આચારાંગાદિ સૂત્ર મને ઉદ્દેશો અર્થાત્ તેની ભણવા માટેની રજા આપો” એ પ્રમાણે શિષ્યવડે કહ્યા પછી ઇચ્છાપૂર્વક આચાર્ય આ પ્રમાણે કહે છે કે—“હું આ સાધુને આ અંગ અથવા 20 આ અધ્યયન અથવા આ ઉદ્દેશો ઉદ્દેશું છું=રજા આપું છું એટલે કે હું તેને વંચાવીશ.” (કેવી રીતે ?) આપ્તોપદેશની પરંપરાને બતાડવા માટે ગુરુઓના હાથે, અર્થાત્ ગુરુઓ પાસેથી મારી પાસે જે આવેલું છે તેની હું વાચના આપીશ, પણ મારી બુદ્ધિથી વિચારેલું કહીશ નહિ. (શું કહીશ ?) કાલિક તથા ઉત્કાલિક શ્રુતના સૂત્ર-અર્થ અથવા તદુભયને કહીશ. દૃષ્ટિવાદમાં કેવી રીતે અભિવ્યાહાર કરે ? તે કહે છેદ્રવ્ય-ગુણ-પર્યાયવડે દૃષ્ટિવાદમાં અભિવ્યાહાર જાણવો, અર્થાત્ 25 શિષ્યના વચન પછીનું આચાર્યનું વચન આ પ્રમાણે જાણવું કે—“અનંત પ્રકારો સહિતના દ્રવ્ય-ગુણપર્યાયોવડે સૂત્ર અને અર્થથી હું ઉદ્દેશ કરું છું એટલે કે તને દૃષ્ટિવાદ ભણવાની રજા આપું છું’’ આ પ્રમાણે ગુરુવડે અભિવ્યાહાર કરાતા શિષ્યનો અભિવ્યાહાર (કથન) આ પ્રમાણે થાય છે કે ‘આપે મને દૃષ્ટિવાદ ભણવાની રજા આપી તેથી પૂછ્યોવડે અપાતી હિતશિક્ષાને હું ઇચ્છું છું અર્થાત્ આપ મને હિતશિક્ષા આપો.’” આમ આઠમુ અભિવ્યાહારદ્વાર નીતિવિશેષ એવા નયો સાથે પૂર્ણ થયું. (અર્થાત્ ગાથા ૧૭૮માં 30 જે આઠ નયો બતાવ્યા તે આલોચનાદિ નયો નીતિવિશેષ નયો છે. તેની સાથે આઠમું દ્વાર અહીં પૂર્ણ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy