________________
નયોની અપેક્ષાએ સામાયિકકર્તા (ભા. ૧૭૭) ૨૯૭ काहुँ ? उदिढे नेगम उवट्ठिए संगहो अ ववहारो । - ૩નુસુમ અક્ષમતે સંદુ સમત્તેમિ ૩૩ત્તો ૨૭૭ના (૦૪) (ભા.)
व्याख्या : कदाऽसौ सामायिकस्य कारको भवतीति प्रश्नः, इह नयैर्निर्वचनं 'उद्दिष्ठे णेगम'त्ति उद्दिष्टे सति नैगमो मन्यते, इयमत्र भावना-सामान्यग्राहिणो नैगमनयस्योद्दिष्टमात्र एव सामायिके गुरुणा शिष्योऽनधीयानोऽपि तक्रियाऽननुष्ठायी सन् सामायिकस्य कर्ता 5 वनगमनास्थितप्रस्थकर्तवत्, यस्मादुद्देशोऽपि तस्य कारणं सामायिकस्य तस्मिश्च कारणे कार्योपचारः, 'उवट्ठिए संगहो य ववहारो 'त्ति सङ्ग्रहो व्यवहारश्च मन्यते-उपस्थितः सन् कारको भवतीति, इयमत्र भावना इहोद्देशानन्तरं वाचनाप्रार्थनाय यदा वन्दनं दत्त्वोपरिस्थितो भवति तदा प्रत्यासन्नतरकारणत्वात् सङ्ग्रहव्यवहारयोः कारक इति, ऋजुसूत्र आक्रामन् कारको भवतीति मन्यते, एतदुक्तं भवतिउद्देशानन्तरं गुरुपादमूले वन्दित्वोपस्थितः-सामायिकं पठितुमारब्धः कारकः, बुद्धास्तु व्याचक्षते- 10 न पठन्नेव, किन्तु समाप्ते कारक इति सामायिकक्रियां वा प्रतिपद्यमानस्तदुपयोगरहितोऽपि कारकः, यस्मात् सामायिकार्थस्य सामायिकशब्दक्रिये असाधारणं कारणम्, असाधारणकारणेन च व्यपदेश
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : સામાયિકનો કર્તા ક્યારે કહેવાય ? આ પ્રશ્ન છે. અહીં નયોને આશ્રયીને આ પ્રશ્નનો ઉત્તર અપાય છે. તેમાં નૈગમનય ઉદ્દેશ થયા પછી સામાયિકનો કર્તા માને છે. આશય 15 એ છે કે - સામાન્યગ્રાહી એવા નૈગમનયના મતે ગુરુવડે સામાયિકનો ઉદ્દેશ કરાતા એટલે કે હું તને (શિષ્યને) સામાયિકસૂત્ર ભણવાની રજા આપું છું. આ પ્રમાણે ગુરુવડે સામાયિકસૂત્રની રજા અપાતા, સામાયિકસૂત્રને હજુ ભણવાનું ચાલુ કર્યું નથી એવો પણ તે શિષ્ય સામાયિકક્રિયાને નહિ કરતો હોવા છતાં પૂર્વે કહેલ વનગમન માટે પ્રયાણ કરેલા પ્રસ્થકદષ્ટાન્તની જેમ નૈગમનયના મતે સામાયિકનો કર્તા કહેવાય છે, કારણ કે ઉદ્દેશો પણ સામાયિકનું કારણ છે, અને તે કારણમાં 20 કાર્યનો (સામાયિકનો). ઉપચાર કરવાથી આ રીતે કહેવામાં કોઈ દોષ નથી.
સંગ્રહ અને વ્યવહારનયના મતે જે શિષ્ય ઉપસ્થિત થયો છે તે જ સામાયિકનો કર્તા કહેવાય છે, નહિ કે માત્ર ઉદેશો કરવાથી. આશય એ છે કે – અહીં ઉદ્દેશો કર્યા પછી સામાયિકસૂત્રની વાચના આપવા પ્રાર્થના કરવા માટે વંદન કરીને (વાચના સાંભળવા) જે શિષ્ય ઉપસ્થિત થયો છે તે શિષ્ય જ સામાયિકનું અત્યંત નજીકનું કારણ હોવાથી સંગ્રહ અને વ્યવહારનયના મતે 25 સામાયિકનો કર્તા કહેવાય છે. ઋજુસૂત્રનયના મતે શરૂઆત કરતો શિષ્ય કર્તા છે અર્થાત્ ઉદ્દેશ પછી ગુરુચરણોમાં વંદન કરીને ઉપસ્થિત થઈ સામાયિકને ભણવા માટે શરૂ કરનાર શિષ્ય સામાયિકનો કર્તા છે. અહીં વૃદ્ધો આ પ્રમાણે કહે છે કે – માત્ર ભણતો હોય તે જ નહિ પરંતુ સામાયિક સૂત્ર જે ભણી ગયો છે = ભણવાનું સમાપ્ત થઈ ગયું છે એવો શિષ્ય કર્તા છે. અથવા સામાયિકની ક્રિયાને સ્વીકારનારો, સામાયિકના ઉપયોગથી રહિત હોવા છતાં પણ સામાયિકનો 30 કર્તા કહેવાય છે, કારણ કે સામાયિકના શબ્દો અને તેની ક્રિયા સામાયિકનું (સામાયિકના પરિણામને
* સમાપ્ત–મુદ્રિતે .