SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતાકૃતાદિલારો (નિ. ૧૦૨૭) પણ ૨૮૯ कयाकयं १ केण कयं २ केसु अ दव्वेसु कीरई वावि ३ । 'काहे व कारओ ४ नयओ ५ करणं कइविहं ६ च कहं ७ ? ॥१०२७॥ व्याख्या : 'कयाकयंति सामायिकस्य करणमिति क्रियां श्रुत्वा चोदक आक्षिपतिएतत्सामायिकमस्याः क्रियायाः प्राक् किं कृतं क्रियते ? आहोश्विदकृतमिति, उभयथाऽपि दोषः, कृतपक्षे भावादेव करणानुपपत्तेः, अकृतपक्षेऽपि वान्ध्येयादेरिव करणानुपपत्तिरेवेति, अत्र निर्वचनं, 5 'कृताकृतं' कृतं चाकृतं च कृताकृतं, नयमतभेदेन भावना कार्या, केन कृतमिति वक्तव्यं, तथा केषु द्रव्येष्विष्टादिषु क्रियते ?, कदा वा कारकोऽस्य भवतीति वक्तव्यं, 'नयत' इति केनालोचनादिना नयेनेति, तथा करणं 'कइविहं' कतिभेदं कथं' केन प्रकारेण लभ्यत इति वक्तव्यमयं गाथासमासार्थः ॥१०२७॥ अवयवार्थं तु भाष्यकार एव प्रतिद्वारं वक्ष्यति, तत्राऽऽद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह 10 उप्पन्नाणुप्पन्नं कयाकयं इत्थ जह नमुक्कारे । (दा० १) केणंति अत्थओ तं जिणेहिं सुत्तं गणहरेहिं ॥१७५॥ (दा०२ भा०) ગાથાર્થ ઃ (૧) કૃતાકૃત, (૨) કોનાવડે સામાયિક કરાયું?, (૩) કયા દ્રવ્યો વિશે સામાયિક કરાય છે, (૪) ક્યારે સામાયિકનો કારક હોય છે, (૫) કયા નથી?, (૬) કેટલા પ્રકારનું કરણ છે ?, (૭) કેવી રીતે પ્રાપ્ત થાય છે ? 15 | ટીકાર્થઃ (૧) “કૃતાકૃત' દ્વારમાં “સામાયિકનું કરણ આ પ્રમાણે સામાયિકને કરવાની ક્રિયાને સાંભળીને શિષ્ય પ્રશ્ન પૂછે છે કે–આ સામાયિક તે સામાયિક કરવાની ક્રિયા પૂર્વે શું કરાયેલું કરાય છે ? કે નહિ કરાયેલું કરાય છે ? બંને પક્ષમાં દોષ છે. જો એમ કહો કે પૂર્વે કરાયેલું કરાય છે તો જે થઈ ગયું છે તેને કરવું એ ઘટતું નથી. જો એમ કહો કે પૂર્વે કરાયેલું નહોતું તો જેમ વાધેય (વલ્ગાપુત્ર) પૂર્વે સર્વથા અસત્ હોવાથી પછીથી પણ તેનું કરણ સંભવી શકતું 20 નથી, તેમ ક્રિયા પૂર્વે સર્વથા અસત્ એવા સામાયિકનું પછીથી પણ કરણ સંભવી શકતું નથી. અહીં આચાર્ય સમાધાન આપે છે કે –કૃત અને અકૃત, આ વિષયમાં જુદા જુદા નયની અપેક્ષાએ વિચારણા કરવા યોગ્ય છે. (જે પછી દેખાડાશે.) - (૨) કોનાવડે કરાયું છે? દ્વારમાં – સામાયિકકર્તા કહેવા યોગ્ય છે. (૩) કયા દ્રવ્યોમાં? દ્વારમાં - ઈષ્ટાદિ કયા દ્રવ્યોમાં સામાયિક કરાય છે ? તે કહેવું. (૪) અથવા આ સામાયિકનો 25 કર્તા ક્યારે ગણાય ?તે કહેવા યોગ્ય છે. (૫) નયથી એટલે કે આલોચના વિગેરે ક્યા નથી સામાયિક થાય છે? તે કહેવું. (૬) સામાયિકનું કરણ કેટલા પ્રકારનું છે? તે કહેવું, (૭) સામાયિકનું કરણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે કહેવા યોગ્ય છે. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. //૧૦૨ી દરેક દ્વારનો વિસ્તારથી અર્થ ભાષ્યકાર પોતે જ કહેશે. અવતરણિકા : તેમાં પ્રથમદ્વારના વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે કે 30 ગાથાર્થઃ અહીં કૃતાકૃત એટલે ઉત્પન્ન – અનુત્પન્ન, આ વિષય નમસ્કાર નિયુક્તિમાં જે રીતે કહ્યો તે પ્રમાણે જાણવો. “કોણે કર્યું છે?' તો કે – અર્થથી જિનીવડે અને સૂત્રથી ગણધરોવડે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy