________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
उक्तं द्रव्यकरणं, साम्प्रतं क्षेत्रकरणस्यावसरः, तत्रेयं निर्युक्तिगाथाखित्तस्स नत्थि करणं आगासं जं अकित्तिमो भावो । वंजणपरिआवन्नं तहावि पुण उच्छुकरणाई ॥ १०१७॥
अस्या व्याख्या : इह 'क्षेत्रस्य' नभसः 'नास्ति करणं' निर्वृत्तिकारणाभावान्न विद्यते करणं 5 મુલ્યવૃત્ત્વા ‘મળાશં’ ક્ષેત્રે ‘યદ્' યસ્માત્ ‘અત્રિમો ભાવ:' અદ્ભુત : પાર્થ:, ગતસ્ય હૈં सतो नित्यत्वात् करणानुपपत्तिरिति भावः । आह- यद्येवं किमिति निर्मुक्तिकारण निक्षेपगाथायामुपन्यस्तमिति ?, अत्रोच्यते, व्यञ्जनपर्यायापन्नं तथापि पुनरिक्षुक्षेत्रकरणाद्यस्त्येवेति, इह व्यञ्जनशब्देन क्षेत्राभिव्यञ्जकत्वात् पुद्गलाः गृह्यन्ते, तत्सम्बन्धात् पर्यायः कथञ्चित् प्रागवस्थापरित्यागेनावस्थान्तरापत्तिरित्यर्थः तमापन्नं पुनस्तथाऽपि यदा विवक्ष्यते तदा पर्यायो 10 द्रव्यादनन्य इति पर्यायद्वारेण क्षेत्रकरणमस्तीति सभावार्थाऽक्षरगमनिका ॥ उपचारमात्राद्वेक्षुकरणादि, અવતરણિકા : : દ્રવ્યકરણ કહ્યું, હવે ક્ષેત્રકરણનો અવસર છે. તેમાં નિર્યુક્તિગાથા આ પ્રમાણે જાણવી
15
૨૭૬
•
ગાથાર્થ : ક્ષેત્રનું કરણ હોતું નથી કારણ કે ક્ષેત્ર એ અકૃત્રિમ=શાશ્વત પદાર્થ છે. છતાં વ્યંજન એટલે કે પદાર્થવડે પર્યાયને પામેલું ઈન્નુકરણાદિ છે.
ટીકાર્થ : અહીં ક્ષેત્રનું એટલે આકાશનું કરણ થઈ શકે એવા કારણનો અભાવ હોવાથી વાસ્તવિક્તાએ આકાશનું કરણ સંભવતું નથી, કારણ કે ક્ષેત્ર એ કાર્ય નથી. કાર્ય ન હોવાથી તે નિત્ય છે અને નિત્ય હોવાથી તેનું કરણ ઘટતું નથી.
શંકા : જો આકાશરૂપ ક્ષેત્રનું કરણ ન હોય તો નિર્યુક્તિકારે નિક્ષેપગાથામાં તેનો ઉપન્યાસ શા માટે કર્યો ?
20
સમાધાન : વ્યંજનપર્યાયને પામેલું એવું ઈક્ષુકરણાદિ છે જ. ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે - જેનાવડે ક્ષેત્ર પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. અહીં વ્યંજનશબ્દથી ઘટ-પટ વિગેરે પદાર્થો ગ્રહણ કરાય છે, કારણ કે ઘટ-પટ વિગેરે પદાર્થો પોતાના સંબંધ દ્વારા ક્ષેત્રને આ ઘટાકાશ છે, પટાકાશ છે વિ...રૂપે પ્રગટ કરે છે. તે પદાર્થોના સંબંધથી ક્ષેત્ર પર્યાયને પામે છે, અર્થાત્ પૂર્વ અવસ્થાને છોડી અન્ય અવસ્થાને પામે છે. (ટૂંકમાં આશય એ છે કે - કોઈ એક આકાશ- દેશમાં 25 રહેલો લાલ ઘડો અન્ય પ્રયોગથી સફેદ કરાય છે. ત્યારે તે આકાશ પૂર્વે લાલઘટ સાથે સંબદ્ધ હતું અને પછી તે જ આકાશ સફેદ ઘટ સાથે સંબદ્ધ થયું. આમ આ જે શુલગુણરૂપ પર્યાય ઉત્પન્ન થયો તે વાસ્તવિક રીતે આકાશનો જ પર્યાય ઉત્પન્ન થયો હોવાથી) જ્યારે પર્યાયને પામેલું ક્ષેત્ર છે એવી વિવક્ષા કરાય ત્યારે તે પર્યાય દ્રવ્યથી જુદો ન હોવાથી પર્યાયદ્વા૨ા ક્ષેત્રનું કરણ જ કરેલું કહેવાય છે. આ પ્રમાણે ભાવાર્થ સાથે અક્ષરોની વ્યાખ્યા કરી.
30
અથવા લૌકિક ઉપચારમાત્રથી પણ ક્ષેત્રનું કરણ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે કે - લોકમાં પણ આવું બોલનારા દેખાય છે કે “મારાવડે ઈક્ષુક્ષેત્ર (શેરડીનું ખેતર) શાલિક્ષેત્ર કરાયું. અથવા
+ ક્ષુ‹ળાઘ૦ મુદ્રિત ।