________________
૨૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रत्याख्यानक्रिया गृह्यते, यावज्जीवो यस्यां सा यावज्जीवा तया, 'त्रिविध' मिति तिस्रो विधा यस्य सावद्ययोगस्य स त्रिविधः, स च प्रत्याख्येयत्वेन कर्म संपद्यते, कर्मणि च द्वितीया विभक्तिः, अतस्तं त्रिविधं योग-मनोवाक्कायव्यापारलक्षणं, 'कायवाङ्मनःकर्म योगः '(तत्वा० अ० ६ सू०
१) इति वचनात् त्रिविधेनेति करणे तृतीया, 'मनसा वाचा कायेन' तत्र 'मन ज्ञाने' मननं मन्यते 5 वाऽनेनेति असुन् प्रत्यये मनः, तच्चतुर्द्धा-नामस्थापनाद्रव्यभावैः, द्रव्यमनस्तद्योग्यपुद्गलमयं, भावमनो
मन्ता जीव एव, 'वच परिभाषणे' वचनम् उच्यते वाऽनयेति वाक्, साऽपि चतुर्विधैव नामादिभिः, तत्र द्रव्यवाक् शब्दपरिणामयोग्यपुद्गला जीवपरिगृहीता, भाववाक् पुनस्त एव पुद्गलाः शब्दपरिणाममापन्नाः, 'चिञ् चयने' चयनं चीयते वाऽनेनेति “निवासचितिशरीरोपसमाधानेष्वादेश्च
(અર્થાત જ્યાં સુધી પ્રાણ ધારણ કરવાની ક્રિયા હોય ત્યાં સુધી) અથવા પ્રત્યાખ્યાનની ક્રિયા ગ્રહણ 10 કરવી, અર્થાત્ જ્યાં સુધી જીવન છે જેમાં તે યાવજીવ એવી પ્રત્યાખ્યાનની ક્રિયા. તેના વડે હું
પચ્ચક્ખાણ કરું છું. “ત્રિવિધ ત્રણ પ્રકાર છે જે સાવદ્યયોગના તે ત્રિવિધ સાવદ્યયોગ. આ યોગ પ્રત્યાખ્યય હોવાથી કર્મ બને છે અને કર્મને બીજી વિભક્તિ લાગે છે. આથી મન-વચન અને કાયાના એમ ત્રણ પ્રકારના વ્યાપારરૂપ સાવદ્યયોગને (હું પચ્ચખાણ કરું છું. એમ અન્વય જોડવો.)
“મન-વચન અને કાયાની ક્રિયા એ યોગ છે આવું વચન હોવાથી યોગ તરીકે મન-વચન-કાયાનો 15 વ્યાપાર ગ્રહણ કર્યો છે. ‘ત્રિવધેન' અહીં કરણસાધન અર્થમાં તૃતીયા વિભક્તિ છે. તેથી મનથી,
વચનથી, કાયાથી” એ પ્રમાણે અર્થ જાણવો. તેમાં “મનું' ધાતુ વિચાર કરવો અર્થમાં છે. તેથી વિચારવું તે મન અથવા જેનાવડે વિચારાય તે મન અહીં ‘સુન' પ્રત્યય લાગતા મન શબ્દ બને છે. તે ચાર પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ભાવમનને યોગ્ય એવા પુદ્ગલોથી
બનેલું દ્રવ્યમન જાણવું. ભાવમન તરીકે વિચારતો એવો જીવ પોતે જ. 20 “વત્ ધાતુ બોલવું અર્થમાં છે. બોલવું તે વાણી અથવા જેનાવડે બોલાય તે વાણી, તે
પણ નામાદિભેદથી ચાર પ્રકારની જ છે. તેમાં ક, ખ, ગ વિગેરે પરિણામને યોગ્ય પગલો કે જે જીવવડે ગ્રહણ કરાયેલા છે તે દ્રવ્યવાણી જાણવી. તથા તે જ પુદગલો જ્યારે શબ્દ પરિણામને પામી જાય ત્યારે તે ભાવવાણી કહેવાય છે. “વિ' ધાતુ એકઠું કરવું અર્થમાં છે. તેથી એકઠું કરવું
તે અથવા જેનાવડે એકઠું કરાય તે કાય. અહીં નિવાસ, ચિતિ, શરીર અને ઉપસમાધાન આટલા 25 અર્થોમાં ‘વિ' ધાતુના આદિ અક્ષરનો ‘વ’ થાય છે. આ નિયમથી ‘ચાય” શબ્દમાં ‘ચ'નો ‘ક’
થતાં કાયશબ્દ બને છે. (આ નિવાસ, ચિતિ વિગેરે બધાં અર્થો કાય શબ્દમાં ઘટે છે. તે ક્રમશ: બતાવે છે.) (૧) જીવનો શરીરમાં નિવાસ થતો હોવાથી શરીરને કાય કહેવાય છે. આ નિવાસ અર્થમાં કાય શબ્દ ઘટાવ્યો. (તે આ રીતે - જ્યારે કાયને જીવના નિવાસ તરીકે વિવક્ષા કરીએ
ત્યારે નિવાસરૂપ અર્થ પ્રાપ્ત થાય છે.) (૨) ચિતિ શબ્દ સમૂહવાચી છે. તેથી જ્યારે પુગલ સમૂહની 30 કાયશબ્દના અર્થ તરીકે વિવક્ષા કરીએ ત્યારે ચિતિ અર્થ પ્રાપ્ત થાય છે. (કારણ કે શરીર એ પુદ્ગલનો સમૂહ છે.) (૩) હવે જ્યારે કાયશબ્દનો પુદ્ગલનાશ અર્થ કરીએ ત્યારે શરીર અર્થ થાય છે કારણ
તિ હાઇડવાસોપમાંધાને વશ (fસમ –ક.રૂ.૭૨ )