________________
કરેમિ ભંતે ! સૂત્ર (નિ. ૧૦૧૪) જો ૨૫૧ करेमि भंते ! सामाइयं, सव्वं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि
इदं च सूत्रानुगम एव (सूत्रं ) अहीनाक्षरादिगुणोपेतमुच्चारणीयं, तद्यथा-अहीनाक्षरमनत्यक्षरमव्याविद्धाक्षरमस्खलितममिलितमव्यत्यानेडितं प्रतिपूर्ण प्रतिपूर्णघोषं कण्ठोष्ठविप्रमुक्तं 5 वाचनोपगतम्, इत्यमूनि प्राग् व्याख्यातत्वान्न व्याख्यायन्ते, ततस्तस्मिन्नुच्चरिते सति केषाञ्चिद्भगवतां साधूनां केचनार्थाधिकारा अधिगता भवन्ति, केचन त्वनधिगताः, ततश्चानधिगताधिगमनाय व्याख्या प्रवर्तत इति, तल्लक्षणं चेदं - 'संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥' इति, तंत्रास्खलितपदोच्चारणं संहिता, अथवा-परः सन्निकर्षः અંગ છે. એ વાત પૂર્વે કહી ગયા છે. ૧૦૧૪ો તે સૂત્ર આ પ્રમાણે છે –
સૂત્રાર્થ : હે ભંતે ! હું સામાયિકને કરું છું, સર્વ સાવદ્યયોગોનું હું પચ્ચકખાણ કરું છું, થાવજીવ સુધી ત્રિવિધ – ત્રિવિધે, મન-વચન-કાયાથી સાવદ્યયોગને કરીશ નહિ, કરાવીશ નહિ, કે કરતા એવા અન્યની પણ અનુમોદના કરીશ નહિ, હે ભગવન્! તે સાવદ્યયોગનું હું પ્રતિક્રમણ કરું છું, આત્માની નિંદા કરું છું, ગહ કરું છું, (સાવદ્ય કરનારા) આત્માનો ત્યાગ કરું છું. ll૧ી,
ટીકાર્યઃ સૂત્રાનુગામના અવસરે જ અહીનાક્ષરાદિગુણોથી યુક્ત એવું આ સૂત્ર ઉચ્ચારણ 15 કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે - અહીનાક્ષર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ઘોષવાળું, કંઠ અને ઓષ્ઠથી મૂકાયેલ, વાચનોપગત, આ બધાં દોષો પૂર્વે (એટલે કે નંદીસૂત્રાદિમાં) વ્યાખ્યાન કરેલા હોવાથી અહીં વ્યાખ્યાન કરાતા નથી. (સંક્ષેપમાં છતાં જાણી લઈએ- (૧) જેમાં અક્ષર ઓછા ન થાય તે અહીનાક્ષર, (૨) જેમાં અક્ષરો ઉમેરાય નહિ તે અનત્યક્ષર, (૩) જેમાં અક્ષરો ઉત્ક્રમે પરોવાયેલા મોતીની જેમ 20 આગળ-પાછળ ન થતાં હોય તે અવ્યાવિદ્ધાક્ષર, (૪) ઊંચી નીચી જમીન ઉપર ફરાવાતું હળ જેમ અલના પામે તેમ જેમાં અલના થતી ન હોય તે અસ્મલિત, (૫) જુદા જુદા ધાન્યના ભેગા થવાની જેમ જુદા જુદા સૂત્રોના અક્ષરો જે સૂત્રમાં ભેગા થઈ ન જતાં હોય તે અમિલિત, (૬) અસ્થાને અટકવું તે વ્યત્યાગ્રંડિત, એવું જ ન હોય તે અવ્યત્યાગ્રંડિત, (૭) જેમાં છંદોના નિયમ પ્રમાણે અક્ષરોનો મેળ હોય, માત્રાઓનો મેળ હોય તે પ્રતિપૂર્ણ, (૮) ઉદાત્તાદિ ઘોષથી 25 યુક્ત સૂત્ર પ્રતિપૂર્ણ ઘોષવાળું કહેવાય, (૯) નાના બાળકના અસ્પષ્ટ ઉચ્ચારણની જેમ જે અસ્પષ્ટ ન હોય તે કંઠ-ઓષ્ઠથી પ્રમુક્ત કહેવાય, (૧૦) જે ગુરુદત્ત હોય, નહિ કે સ્વયં ભણેલું હોય તે વાચનોપગત કહેવાય છે.)
' આ રીતે સૂત્રનું ઉચ્ચારણ થતાં કેટલાક સાધુઓને કેટલાક અર્થો સ્વયં જ જણાઈ જાય છે, અને કેટલાક જણાતા નથી. તેથી જે અર્થો જણાતા નથી, તેને જણાવવા માટે તે સૂત્રની વ્યાખ્યા 30 કરવાની હોય છે. તે વ્યાખ્યાનું લક્ષણ આ પ્રમાણે છે–“સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, પ્રશ્ન, ઉત્તર આ પ્રમાણે સૂત્રની છ પ્રકારની વ્યાખ્યા છે. // ૧ / ” તેમાં અસ્મલિત રીતે પદોનું ઉચ્ચારણ