SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આક્ષેપદ્વાર=પૂર્વપક્ષ (નિ. ૧૦૦૬) ૨૩૭ विद्यमानार्थो द्रष्टव्यः, 'णवि संखेवो' इत्यादि, इह किल सूत्रं संक्षेपविस्तरद्वयमतीत्य न वर्तते, तत्र संक्षेपवत् सामायिकसूत्रं, विस्तरवच्चतुर्दश पूर्वाणि, इदं पुनर्नमस्कारसूत्रमुभयातीतं, यतोऽत्र न संक्षेपो नापि विस्तर इत्यपिशब्दस्य व्यवहितः सम्बन्धः, संक्षेपो द्विविध' इति यद्ययं संक्षेपः स्यात् ततस्तस्मिन् सति द्विविध इति-द्विविध एव नमस्कारो भवेत्, सिद्धसाधुभ्यामिति, कथं ?, परिनिर्वृतार्हदादीनां सिद्धशब्देन ग्रहणात् संसारिणां च साधुशब्देनेति, तथा च नैते संसारिणः 5 सर्वे एव साधुत्वमतिलङ्घय वर्तन्त इति, तदभावे शेषगुणाभावात्, अतस्तन्नमस्कार एवेतरनमस्कारभावात्, अथायं विस्तरः, इत्येतदप्यचारु, यस्माद् विस्तरतोऽनेकविधः प्राप्नोति, तथा च ऋषभाजितसम्भवाभिनन्दनसुमतिपद्मप्रभसुपार्श्वचन्द्रप्रभेत्यादिमहावीरवर्द्धमानस्वामिपर्यन्तेभ्यश्चतुर्विशत्यर्हद्भयः, तथा सिद्धेभ्योऽपि विस्तरेण-अनन्तरसिद्धेभ्यः परम्परसिद्धेभ्यः प्रथमसमयसिद्धेभ्यः द्वितीयतृतीयसमयादिसङ्ख्येयासङ्ख्येयानन्तसमयसिद्धेभ्यः, तथा तीर्थ- 10 लिङ्गचारित्रप्रत्येकबुद्धादिविशेषणविशिष्टेभ्यः तीर्थकरसिद्धेभ्यः अतीर्थकरसिद्धेभ्यः तीर्थसिद्धेभ्यः કહે છે કે, તે પિ' શબ્દ વિદ્યમાનાર્થ જાણવો. (અર્થાત્ તે શબ્દ અર્થ વિનાનો નથી પણ તેનો અર્થ વિદ્યમાન છે, કારણ કે તે શબ્દનો ટીકાકાર પોતે આગળ “ર સંક્ષેપ નાપિ વિતર:' આ પ્રમાણે વ્યવહિત સંબંધ જોડીને સમુચ્ચય અર્થ કરવાના છે.) કોઈપણ સૂત્ર કાંતો સંક્ષેપમાં હોય, કાંતો વિસ્તારવાળું હોય, પર્ણ સંક્ષેપ કે વિસ્તાર આ બેને છોડીને કોઈ સૂત્ર હોતું નથી. તેમાં સામાયિકસૂત્ર 15 એ સંક્ષેપવાળું છે અને ચૌદપૂર્વો એ વિસ્તારવાળા છે. જયારે આ નમસ્કારસૂત્ર એ સંક્ષેપ કે વિસ્તારઉભય વિનાનું છે, કારણ કે આ સૂત્રમાં સંક્ષેપ નથી કે વિસ્તાર પણ નથી. અહીં ‘પિ' શબ્દનો વ્યવહિત સંબંધ જોડવો. (અર્થાત્ “નાપિ સંક્ષેપ ન વિસ્તારો' આ પ્રમાણે મૂળગાથામાં છે તેના બદલે સંક્ષેપો ના વિસ્તારો સમજવું.) આ સૂત્રમાં સંક્ષેપ કેમ નથી? તે કહે છે કે – સંક્ષેપથી નમસ્કાર બે પ્રકારનો હોય, જો આ સૂત્રમાં સંક્ષેપ હોત તો બે પ્રકારનો જ નમસ્કાર થાત – સિદ્ધો અને 20 સાધુઓને, કેવી રીતે? તે આ પ્રમાણે કે- મોક્ષ પામેલા અરિહંતાદિઓનું સિદ્ધશબ્દથી ગ્રહણ થઈ જાય અને સંસારીજીવોનું સાધુ શબ્દથી ગ્રહણ થઈ જાય, કારણ કે સંસારસ્થ અરિહંત-આચાર્યઉપાધ્યાય – આ સર્વ સંસારીઓ સાધુત્વગુણ વિનાના તો છે જ નહિ, અન્યથા=જો સાધુત્વગુણ ન હોય તો શેષગુણોનો પણ અભાવ જ થાય. આમ, આ લોકો સાધુત્વગુણવાળા હોવાથી સાધુને નમસ્કાર કરતાં આચાર્યદિને પણ નમસ્કાર થઈ જાય છે. હવે તમે એમ કહો કે આ વિસ્તારવાળો નમસ્કાર છે, તો તે પણ ઘટતું નથી કારણ કે વિસ્તારથી અનેક પ્રકારનો નમસ્કાર થાય છે. તે આ પ્રમાણે –ઋષભસ્વામીથી લઈને મહાવીરસ્વામી સુધીના ૨૪ અરિહંતોને મારા નમસ્કાર થાઓ. તથા સિદ્ધોમાં-અનંતરસિદ્ધ, પરંપરસિદ્ધ, પ્રથમ સમયસિદ્ધ (અર્થાત સિદ્ધિગતિના પ્રથમસમયે વર્તતા સિદ્ધ) બીજા, ત્રીજા, ચોથા વિગેરેથી લઈ અનંતસમયસિદ્ધોને મારા નમસ્કાર થાઓ. તથા તીર્થસિદ્ધ, લિંગસિદ્ધ આ રીતે ચારિત્ર, પ્રત્યેક 30 બુદ્ધ વિગેરે વિશેષણોથી વિશિષ્ટ એવા સિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, તીર્થસિદ્ધો વિગેરે અનંત પ્રકારે વિસ્તાર થાય, (જયારે તમે તો માત્ર પાંચ પ્રકારે જ નમસ્કાર કરેલ છે તેથી તે વિસ્તારથી 25
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy