________________
ભાવાચાર્યનું સ્વરૂપ (નિ. ૯૫) તા. ૨૩૧ मर्यादायां चरणं चार:-मर्यादया कालनियमादिलक्षणया चार आचार इति उक्तं च-'काले विणए बहुमाणे' इत्यादि, तमाचरन्तः सन्तः अनुष्ठानरूपेण, तथा प्रभाषमाणाः अर्थाद् व्याख्यानेन, तथाऽऽचारं दर्शयन्तः सन्तः प्रत्युपेक्षणादिक्रियाद्वारेण, मुमुक्षुभिः सेव्यन्ते येन कारणेनाचार्यास्तेनोच्यन्त કૃતિ પથાર્થઃ ૨૪ अमुमेवार्थं स्पष्टयन्नाह
आयारो नाणाई तस्सायरणा पभासणाओ वा ।
जे ते भावायरिया भावायारोवउत्ता य ॥९९५॥ व्याख्या : 'आचारः' पूर्ववत् ज्ञानादिपञ्चप्रकारः, तस्य आचारस्याऽऽचरणात् प्रभाषणाद्वा, वाशब्दाद् दर्शनाद्वा हेतोर्ये मुमुक्षुभिर्गुणैर्वा ज्ञानादिभिराचर्यन्ते ते भावाचार्या उच्यन्ते एतच्चाऽऽचरणाद्यनुपयोगतोऽपि सम्भवति यतः अत आह-'भावाचारोपयुक्ताश्च' भावार्थमाचारो 10 भावाचारः तदुपयुक्ताश्चेति गाथार्थः ॥९९५॥ आयरियणमोकारो ४ इत्यादिगाथाप्रपञ्चः सामान्येनार्हन्नमस्कारवदवसेयः विशेषतस्तु सुगम एवेति ॥ उक्त आचार्यनमस्काराधिकारः ॥ અહીં ‘મા’ ઉપસર્ગ મર્યાદા જણાવે છે. તેથી કાળ-નિયમાદિ મર્યાદાવડે (અર્થાત પાંચે આચારોમાં જે કાળે જેનો અવસર હોય તે કાળે તેનું પાલન કરવું વિગેરે મર્યાદાવડે) જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. કહ્યું છે – “કાળ-વિનય-બહુમાન.... વિગેરે” આ પાંચ પ્રકારના આચારોનું 15 ક્રિયા કરવાવડે આચરણ કરતા, વ્યાખ્યાન કરવાવડે પ્રરૂપણા કરતા, તથા પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા દ્વારા (અર્થાત્ તે તે ક્રિયાનું પાલન સ્વયં કરીને અથવા કેવી રીતે કરવું તે બતાવીને) આચારનું દર્શન કરાવતા (આ મહાપુરુષો) જે કારણથી મુમુક્ષુઓવડે સેવાય છે તે કારણથી (તે મહાપુરુષો) આચાર્ય કહેવાય છે. ૯૯૪||
અવતરણિકા : આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : “આચાર' શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. આ જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારનું આચરણ કરતા હોવાથી અથવા પ્રરૂપણા કરતા હોવાથી, ‘વા' શબ્દથી અન્યને આચારોનું દર્શન કરાવતા હોવાથી, આમ ત્રણ હેતુથી મુમુક્ષુઓવડે કે જ્ઞાનાદિગુણોવડે (અર્થાત્ જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ માટે) જેઓ સેવાય છે, તેઓ ભાવાચાર્ય કહેવાય છે. જો કે આચારોના પાલનાદિ ઉપયોગ 25 વિના પણ સંભવતા હોવાથી તેવી અનુપયોગદશાનો નિષેધ કરવા જણાવે છે કે – ભાવાચારમાં ઉપયુક્ત (એવા જે હોય તે ભાવાચાર્ય કહેવાય, નહિ કે ઉપયોગ વિના આચારોનું પાલનાદિ કરનારા) મોક્ષ વિગેરે વિશિષ્ટ ભાવો માટેનો જે આચાર તે ભાવાચાર અને તેમાં ઉપયુક્ત જે હોય તે ભાવાચારોપયુક્ત. (તાત્પર્યાર્થ–ઉપયોગપૂર્વક, આચારોનું પાલન, પ્રરૂપણા અને અન્યને દર્શન કરાવતા હોવાથી તેઓ ભાવાચાર્ય કહેવાય છે.) l૯૯પી
| 30 - અહીં પણ આચાર્યોને કરેલો નમસ્કાર... વિગેરે ચાર ગાથાઓ અને તેનો અર્થ સામાન્યથી અન્નમસ્કારની જેમ જાણવો, વિશેષથી સુગમ જ છે. આચાર્ય નમસ્કારાધિકાર કહેવાયો.
20