SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 10 દ્રવ્યનમસ્કારનું સ્વરૂપ (નિ. ૮૯૦) મા ૧૫ तयोः सामांन्यमात्रावलम्बित्वाद्, उच्यते, 'आदिनेगमस्सऽणुप्पन्न' इत्यत्रैव प्रथमनयत्रिकात् तयोरुत्कलितत्वान्न दोषः, 'उज्जुसुयपढमवज्जंति' ऋजुसूत्रः प्रथमवर्ज-समुत्थानाख्यकारणशून्यं कारणद्वयमेवेच्छति, समुत्थानस्य व्यभिचारित्वात्, तद्भावेऽपि वाचनालब्धिशून्यस्यासम्भवात्, 'सेस नया लद्धिमिच्छंति'त्ति शेषनया:-शब्दादयो लब्धिमेव एका कारणमिच्छन्ति, वाचनाया अपि व्यभिचारित्वात्, तथाहि-सत्यामपि वाचनायां लब्धिरहितस्य गुरुकर्मणोऽभव्यस्य वा नैवोत्पद्यते 5 नमस्कारः, तस्यां सत्यामेवोत्पद्यते, ततोऽसाधारणत्वात्मैव कारणमिति गाथार्थः ॥८८९॥ द्वारम् १॥ इदानीं निक्षेपः, स च चतुर्धानामनमस्कारः स्थापनानमस्कारः द्रव्यनमस्कारः भावनमस्कारश्च, नामस्थापने सुगमे, ज्ञभव्यशरीरातिरिक्तद्रव्यनमस्काराभिधित्सयाऽऽह निहाइ दव्व भावोवउत्तु जं कुज्ज संमदिट्ठी उ । (मूलदारं २) नेवाइअं पयं (मू०३) दव्वभावसंकोअणपयत्थो (मू०४) ॥८९०॥ શંકા પ્રથમ ત્રણ નયોમાં અશુદ્ધનગમ અને સંગ્રહ આ બંને નો સામાન્ય માત્રને ગ્રહણ કરનારા હોવાથી તેમના મતે ત્રણ કારણ કેવી રીતે ઘટે ? (અર્થાત્ આ બંને નયો તો ત્રણેનો એક સમાવેશ કરી એક જ કારણને ઈચ્છતાં હોવા જોઈએ.) તે સમાધાન : “આદિનૈગમના મતે નમસ્કાર અનુત્પન્ન છે' એમ ગા. ૮૮૮માં અમે કહી ગયા હોવાથી અશુદ્ધનૈગમ અને શુદ્ધસંગ્રહનય નયત્રિકમાંથી નીકળી જતા હોવાથી કોઈ દોષ રહેતો 15 નથી. (અહીં ત્રણ નયો તરીકે દેશસંગ્રહી એવો નૈગમ, અશુદ્ધસંગ્રહનય અને વ્યવહાર જાણવા. સંગ્રહનયના શુદ્ધ-અશુદ્ધ એમ બે ભેદ પાડ્યા વિના નત્રિક ઘટતા નથી, કારણ કે પૂર્વે કહ્યું કે પ્રથમ ત્રણ નો ત્રણ પ્રકારના કારણો ઇચ્છે છે. પછી તેમાંથી અશુદ્ધનૈગમ અને સંગ્રહનયની સામાન્યમાત્રગ્રાહી હોવાથી બાદબાકી કરીએ તો પ્રથમ ત્રણ નય તરીકે કયા નયો લેવાના ? એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. તેથી સમાધાનરૂપે સંગ્રહનયના શુદ્ધ – અશુદ્ધ એમ બે ભાગ પાડવા 20 એવું જણાય છે.) . ઋજુસૂત્રનય સમુત્થાન સિવાયના બે કારણોને ઇચ્છે છે, કારણ કે સમુત્થાન હોવા છતાં વાચના અને લબ્ધિ વિનાના જીવને નમસ્કારની ઉત્પત્તિ થતી નથી. શેષ શબ્દવગેરે નો એક માત્ર લબ્ધિને જ કારણ તરીકે માને છે, કારણ કે સમુત્થાનની જેમ વાચના પણ એકાન્ત ફળ આપે એવું નથી. તે આ પ્રમાણે કે વાચના હોવા છતાં લબ્ધિરહિતના એવા ભારેકર્મી જીવને 25 કે અભવ્યને નમસ્કારની ઉત્પત્તિ થતી નથી. લબ્ધિ હોય તો જ નમસ્કાર ઉત્પન્ન થાય છે. તેથી અસાધારણ હોવાથી લબ્ધિ જ કારણરૂપે છે. ll૮૮૯માં અવતરણિકા: હવે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારે છે – નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર, નામ અને સ્થાપનાનમસ્કાર સુગમ જ છે. દ્રવ્યનમસ્કારમાં જ્ઞ– ભવ્ય શરીરથી અંતિરિક્ત દ્રવ્યનમસ્કારને કહેવાની ઇચ્છાથી આગળ જણાવે છે કે 30 ગાથાર્થ – દ્રવ્યમાં નિદ્વવાદિનો નમસ્કાર જાણવો અને ઉપયુક્ત એવો સમ્યગ્દષ્ટિ જીવ જે (શબ્દક્રિયાદિને) કરે તે ભાવનમસ્કાર જાણવો. નૈપાતિક (નમઃ એ) પદ છે. દ્રવ્ય–ભાવનું
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy