________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
इअ सिद्धाणं सुक्खं अणोवमं नत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणित्तोसारिक्खमिणं सुणह वुच्छं ॥९८४॥
व्याख्या : ‘इय' एवं सिद्धानां सौख्यमनुपमं वर्तते, किमित्यत आह-यतो नास्ति तस्यौपम्यमिति, तथाऽपि बालजनप्रतिपत्तये किञ्चिद्विशेषेण 'एत्तोत्ति आर्षत्वादस्य सादृश्यमिदं - वक्ष्यमाणलक्षणं 5. શ્ભુત, વક્ષ્ય કૃતિ ગાથાર્થ: ॥
૨૨૬
जह सव्वकामगुणिअं पुरिसो भोत्तूण भोअणं कोइ । तण्हाछुहाविमुक्को अच्छिज्ज जहा अमिअतित्तो ॥ ९८५॥
आबाधा
વ્યાવ્યા : 'यथा' इत्युदाहरणोपन्यासार्थः 'सर्वकामगुणितं' सकलसौन्दर्यसंस्कृतं पुरुषो भुक्त्वा भोजनं कश्चित्, भुज्यत इति भोजनं, तृक्षुद्विमुक्तः सन् आसीत यथाऽमृततृप्तः, 10 रहितत्वाद्, इह च रसनेन्द्रियमेवाधिकृत्येष्टविषयप्राप्त्यौत्सुक्यविनिवृत्त्या सुखप्रदर्शनं सकलेन्द्रियार्थावाप्त्याऽशेषौत्सुक्यनिवृत्त्युपलक्षणार्थम्, अन्यथा बाधान्तरसम्भवात् सुखाभाव इति,
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. .
ટીકાર્ય : આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ વર્તે છે. શા માટે ? તે કહે છે
11
કારણ કે
તે સુખની ઉપમા આપી શકાય એવી કોઈ વસ્તુ આ જગતમાં નથી. તો પણ બાળજીવોના બોધ 15 માટે કંઈક વિશેષથી સુખના આગળ કહેવાતા સાદશ્યને તમે સાંભળો, જેને હું કહીશ. મૂળગાથામાં ‘ત્તો’ પંચમી શબ્દનો અર્થ આર્ષપ્રયોગ હોવાથી = મહર્ષિપ્રણીત આ સૂત્ર હોવાથી ‘તસ્ય' એ પ્રમાણે છઠ્ઠી વિભક્તિમાં કરવાનો છે. તેથી તસ્ય એટલે ‘સુખના-સાદશ્યને.....' ॥૯૮૪
ગાથાર્થ : જેમ કોઈ પુરુષ સર્વ રસોથી ભરપૂર એવા ભોજનને આરોગીને તૃષ્ણા- ક્ષુધાથી રહિત થયેલો જાણે કે અમૃતથી તૃપ્ત થયા જેવો અનુભવ કરે છે. (તેમ... આગળની ગાથા સાથે 20 અન્વય જોડવાનો છે.)
ટીકાર્થ : ‘યથા' શબ્દ ઉદાહરણના ઉપન્યાસ માટે છે. સર્વકામથી ગુણિત એટલે કે સર્વ સૌંદર્યથી સંસ્કૃત (અર્થાત્ સર્વ રસોથી ભરપૂર) એવા ભોજનને જમીને કોઈક પુરુષ, તૃષા અને ક્ષુધાથી મુક્ત થયેલો અબાધાથી રહિત હોવાથી જાણે કે અમૃતથી તૃપ્ત થયો હોય એવો અનુભવ કરે છે. અહીં રસનેન્દ્રિયને આશ્રયીને ઇષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં રસનાસંબંધી ઔત્સુક્ય દૂર 25 થવા દ્વારા જે સુખ બતાવ્યું તે સકલ ઇન્દ્રિયોના વિષયની પ્રાપ્તિ થતાં સંપૂર્ણ ઔત્સુક્યરહિતતાનું ઉપલક્ષણ જાણવું. (અર્થાત્ મૂળગાથાર્થમાં માત્ર રસનેન્દ્રિયની ઔક્યરહિતતા જણાવી હોવા છતાં શેષ ચારે ઇન્દ્રિયોની ઔત્સુક્ચરહિતતા પણ સમજી લેવાની છે.) અન્યથા બાધાન્તરનો સંભવ હોવાથી સુખનો અભાવ થાય. (આશય એ છે કે કોઈ વ્યક્તિ ભલે ભાવતું ભોજન પ્રાપ્ત થયા પછી તૃષ્ણા અને ક્ષુધા વિનાનો થાય પરંતુ જો શેષ સ્પર્શાદિ ઇન્દ્રિયના સુખો પ્રાપ્ત 30 થયા ન હોય તો તૃષ્ણા અને ક્ષુધા વિનાનો થવા છતાં પણ સ્પર્શાદિ ઇન્દ્રિયસંબંધી ઉત્સુકતા
દૂર ન થતાં તે વ્યક્તિને સ્પર્શાદિસંબંધી ઉત્સુકતાનો સંભવ હોવાથી વિશિસુખની પ્રાપ્તિ થતી