________________
પારિણામિકબુદ્ધિના દત્તો (નિ. ૯૪૯-૯૫૧) ના ૧૭૯ सा भणइ-भावखमगं वंदामि न दव्वखमएत्ति, गया, पभाए दोसीणगस्स गओ, निमंतेति, एगेण गहाय पाए खेलो छूढो, भणइ-मिच्छामि दुक्कडं खेलमल्लो तुब्भं णोवणीओ, एवं सेसेहिवि, जेमेउमारद्धो, तेहिं वारिओ, निव्वेगमावण्णो, पंचवि सिद्धा, विभासा, सव्वेसिं पारिणामिया बुद्धी ॥ अमच्चपुत्तो वरधणू, तस्स तेसु तेसु पओयणेसु पारिणामिया, जहा माया मोयाविया, सो पलाइओ, एवमाइ सव्वं विभा- 5 सियव्वं । अण्णे भणंति-एगो मंतिपुत्तो कप्पडियरायकुमारेण समं हिंडइ, अण्णया निमित्तिओ घडिओ, रत्तिं देवकुंडिसंठियाणं सिवा रडइ, कुमारेण नेमित्तिआ पुच्छिओ-किं અને કહ્યું – “હે કટપૂતના ! આ ત્રણ ટાઈમ ખાનારાને તું વંદન કરે છે પણ આ મહાતપસ્વીઓને તું વંદન કરતી નથી.” દેવીએ કહ્યું – “હું ભાવથી તપ કરનારને વંદન કરું છું નહીં કે દ્રવ્યથી તપ કરનારને' એમ કહી દેવી ચાલી ગઈ. બીજા દિવસે સવારે અંત-પ્રાંત (ભિક્ષા) લેવા સાધુ 10 ગયો. પાછા આવીને ગોચરીનો લાભ આપવા માટે તપસ્વીઓને નિમંત્રણ કરે છે. તેમાં એક તપસ્વીએ પાત્રને લઈ તેમાં શ્લેખ નાંખ્યું. પેલા સાધુ કહ્યું – “મને ક્ષમા કરજો, મેં તમને શ્લેષ્મ માટેનો વાટકો આપ્યો નહીં.” આ જ પ્રમાણે ચારે તપસ્વીઓએ એક સરખુ વર્તન કર્યું. ત્યાર . પછી તે સાધુ ગોચરી વાપરવા બેઠો, તો તે તપસ્વીઓએ તેને ગોચરી વાપરવા દીધી નહીં (અર્થાત સાધુ થઈને પણ શું સવારના પોરમાં ખાવા બેસી જાય છે. કંઈ તપ કરતો જ નથી વિગેરે 15 આક્રોશવચનો કહ્યા. આ સાંભળતાં જ નાગદત્ત સાધુને પોતાના ઉપર તપ ન કરવા બદલ ઘોર પશ્ચાત્તાપ થયો. તેના કારણે) તે નાગદત્ત સાધુ નિર્વેદને પામ્યો. (કેવલજ્ઞાન થયું. શેષ ચારને પણ પશ્ચાત્તાપ થયો. તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ક્રમશઃ) પાંચે સિદ્ધ થયા વિગેરે વર્ણન જાણી લેવું. સર્વની પારિણામિકબુદ્ધિ જાણવી. (અર્થાત્ ચારે તપસ્વીઓનાં આક્રોશ વચનો સાંભળવા છતાં નાગદત્ત સાધુ સમાધિમાં રહ્યો તે એની પારિણામિકબુદ્ધિ હતી. તથા નાગદત્ત સાધુને કેવલજ્ઞાન 20 થતાં શેષ ચારેને જે પશ્ચાત્તાપ થયો તે એઓની પારિણામિકબુદ્ધિ હતી.),
( ૧૧. અમાત્યપુત્રઃ અમાત્યપુત્ર વરધનુ, તેની તે તે પ્રયોજનમાં પારિણામિકબુદ્ધિ જાણવી, જેમ કે, બ્રહ્મદત્ત (ચક્રવર્તીને) માતા પાસેથી છોડાવી ભગાડવામાં મદદ કરી... વિગેરે સર્વ વર્ણન અહીં (દષ્ટાન્ત ૯માંથી) જાણી લેવું.
અહીં આ સ્થાને અન્ય આચાર્યો બીજી રીતે દષ્ટાન્ત બતાવે છે - એક મંત્રીપુત્ર કાપેટિકવેષધારી 25 રાજકુમાર સાથે ભમે છે. એકવાર નૈમિત્તિક મળ્યો. ત્રણે જણા રાત્રિએ દેવના મંદિરમાં રહ્યા
४०. सा भणति-भावक्षपकं वन्दे न द्रव्यक्षपकान् इति गता, प्रभाते पर्युषिताय गतः, निमन्त्रयति, एकेन गृहीत्वा श्लेष्म क्षिप्तं, भणति-मिथ्या मे दुष्कृतं श्लेष्ममल्लकं युष्मभ्यं नार्पितं, एवं शेषैरपि, जिमितुमारब्धः, तैर्वारितः, निर्वेदमापन्नः, पञ्चापि सिद्धाः, विभाषा, सर्वेषां पारिणामिकी बुद्धिः ॥ अमात्यपुत्रो वरधनुः, तस्य तेषु तेषु प्रयोजनेषु पारिणामिकी, यथा माता मोचिता, स पलायितः, एवमादि 30 सर्वं विभाषितव्यं । अन्ये भणन्ति-एको मन्त्रिपुत्रः कार्पटिकराजकुमारेण समं हिण्डते, अन्यदा नैमित्तिको घटितः (मीलितः), रात्रौ देवकुलिकासंस्थितेषु शिवा रटति, कुमारेण नैमित्तिकः पृष्टः-किं