SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मुँयाहि, तत्थ जो ण उत्तस्सइ तं लएहि, पडहयं च वाएहि, बुज्झावेहि य खक्खरएणं, सो वेयणकाले भणइ-मम दो देहि, अमुगं २ च, तेण भणिओ-सव्वे गेण्हाहि, किं ते एएहिं, सो नेच्छइ, भज्जाए कहियं-धीया दिज्जउ, भज्जा से नेच्छइ, सो तीसे वड्डइदारयं कहेति, लक्खणजुत्तेण कुटुंब परिवड्डइत्ति (जहा) एगस्स माउलगेण धीया दिन्ना, कम्मं न करेइ, भज्जाए चोदिओ दिवसे 5 दिवसे अडवीओ रित्तहत्थो एइ, छठे मासे लद्धं कळू कुलओ कओ, सयसहस्सेण सेट्टिणा लइओ ગ્રહણ કર.” અશ્વપાલકે બધું કહ્યા પ્રમાણે કરીને લક્ષણવંત બે ઘોડા જાણી લીધા. ત્યાર પછી જ્યારે પગાર લેવાનો સમય થયો, ત્યારે અશ્વપાલકે સ્વામીને કહ્યું –“મને આ અને આ એમ બે અશ્વ આપો.' અશ્વસ્વામીએ કહ્યું – “આ બે સિવાય સર્વ ઘોડાઓને તું લઈ જા, તારે આ બે ઘોડાઓનું 10 શું કામ છે?” તે ઇચ્છતો નથી. સ્વામીએ પત્નીને કહ્યું – “દીકરીને આપી દે.” (જેથી તે ઘરજમાઈ બનતા લક્ષણવંતા ઘોડાઓને લઈ ન જાય.) પત્ની દીકરીને પરણાવવા ઇચ્છતી નથી. તેથી (પત્નીને સમજાવવા) તે સુથારના પુત્રનું દષ્ટાન્ત કહે છે કે લક્ષણયુક્ત તેણે કુટુંબને (ધનધાન્યાદિથી) વધાર્યું. તે દષ્ટાન્ત આ પ્રમાણે છે – એક કોઈક ભાણિયાને સુથારમામાએ પોતાની દીકરી પરણાવીને તેને ઘરજમાઈ બનાવ્યો. તે ઘરજમાઈ કોઈ કામ કરતો નથી. તેથી પત્નીએ તેને પ્રેરણા કરી 15 (કે બીજાના રોટલા ખાઈને કેમ જીવો છો? કંઈ કામ કેમ કરતા નથી. તેથી તે કુહાડીને લઈને લાકડા કાપવા જંગલમાં ગયો. પરંતુ પોતાને ઇચ્છિત લાકડું ન મળતા) તે રોજે રોજ જંગલથી ખાલી હાથે પાછો આવે છે. છ મહિના પછી ઇચ્છિત લાકડું તેને પ્રાપ્ત થયું. તેમાંથી તેણે કુલક (ધાન્ય માપવા માટેનું સાધનવિશેષ) બનાવ્યું. (‘આ કુલકને એક લાખ રૂપિયામાં વેચવું એમ કહીને તેણે પોતાની પત્નીને વેચવા માટે બજારમાં મોકલી. કુલકના લાખ રૂપિયા સાંભળી લોકો 20 પત્નીની મશ્કરી કરે છે. ત્યારે બીજો એક બુદ્ધિમાન શ્રેષ્ઠિ “નક્કી આમાં કોક વિશેષતા હોવી જોઈએ એમ વિચારી તે કુલકથી ધાન્ય માપે છે. કુલકના પ્રભાવે જેટલું ધાન્ય માપે છે, તેટલું ઓછું થતું નથી. તેથી) શ્રેષ્ઠિએ ધાન્યના અક્ષય નિમિત્તે લાખ રૂપિયા આપીને તે કુલકને ગ્રહણ કર્યું. (ત્યારથી લઈને તે ઘરજમાઈના પ્રભાવે આખુ કુટુંબ ધન-ધાન્યાદિવડે વૃદ્ધિને પામ્યું. આ દૃષ્ટાન્તને કહી અશ્વસ્વામીએ પોતાની પત્નીને કહ્યું – “આ રીતે તું પણ જો તારી દીકરી અને 25 આપીશ તો તે ઘરજમાઈ બનતા લક્ષણયુક્ત બે ઘોડાઓ પણ ઘરમાં રહેશે અને તે લક્ષણયુક્ત ઘોડાઓના પ્રભાવે સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.) અહીં અશ્વસ્વામીની વૈનાયિકીબુદ્ધિ જાણવી. १८. मुञ्च, तत्र यो नोत्रस्यति तं लायाः, पटहं च वादय, बोधय च खर्खरकेण, स वेतनकाले भणति-मम द्वौ देहि, अमुकममुकं च, तेन भणितः-सर्वान् गृहाण, किं ते आभ्यां ?, स नेच्छति, भार्यायै कथितं-दुहिता दीयतां, भार्या तस्य नेच्छति, स तस्या वर्द्धकिसुतं कथयति, लक्षणयुक्तेन कुटुम्बं परिवर्धत 30 इति (यथा) एकस्य मातुलकेन दुहिता दत्ता, कर्म न करोति, भार्यया चोदितो दिवसे दिवसेऽटवीतो रिक्तहस्त आयाति षष्ठे मासे लब्धं काष्ठं, कूलतः (कुडवः) कृतः, शतसहस्रेण श्रेष्ठिना गृहीतः ★ दिवे दिवे मुद्रिते ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy