SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) लेहे जहा-अट्ठारसलिविजाणगो, एवं गणिएवि । अण्णे भणंति-कुमारा वट्टेहिं रमन्ता अक्खराणि सिक्खाविया गणियं च, एसाऽवेयस्स वेणइगी । कूवे-खायजाणएण भणियं जहा-एहूरे पाणियंति, तेहिं खयं, तं वोलीणं, तस्स कहियं, पासे आहणहत्ति भणिया, घोसगसद्देणं जलमुद्धाइयं, एयस्स वेणइगी॥ आसो-आसवाणियगा बारवइं गया, सव्वे कुमारा थुल्ले वड्डे य गेहंति, वासुदेवेण 5 અને ત્યાંથી તમારા મંત્રીઓને મોકલો, જેથી સૂલેહની વાતો થાય. બંને બાજુથી મંત્રીઓ આવ્યા. કલ્પકે કહ્યું – “મુઢિમાં બંધાયેલા શેરડીના સમૂહને ઉપર નીચેથી છેદતા વચ્ચે શું રહે ?' અથવા કુંડમાં નાંખેલ દહીં કે જે ઉપર નીચેથી છેદી નાંખ્યું હોય તેવા દહીંના મધ્યમાં શું હોય ?' (અર્થાત આજુબાજુના તમામ સૈન્યને અમે ફોડી નાંખીશું તો માત્ર તમે રહેલા શું કરી શકશો?) આ પ્રમાણે કિંઈક અસમંજસ વાત કરીને કલ્પક પાછો વળ્યો. આ મંત્રીઓએ આવીને પોત પોતાના રાજાને 10 વાત કરી. ત્યારે તે બધાં રાજા વિચારવા લાગ્યા કે “કલ્પક આવી રીતે અસમંજસે વાતો કરે નહીં. નક્કી એણે આપણા મંત્રીઓને ફોડી નાંખ્યા છે. તેથી આપણે બધાં પાછા જતા રહીએ એ જ સારું થશે'. આમ વિચારી બધાં રાજાઓ પાછા ફરી ગયા. કલ્પકમંત્રીની આ વૈનાયિકીબુદ્ધિ જાણવી. ૩ + ૪. લેખ અને ગણિતનું દૃષ્ટાન્ત - જે વ્યક્તિ લાટ, કર્ણાટ, દ્રવિડ વિગેરે દેશોમાં ઉત્પન્ન થયેલી ૧૮ પ્રકારની લિપિઓને જાણે છે. તેની વનયિકી, બુદ્ધિ જાણવી. આ જ પ્રમાણે 15 ગણિતને જાણનારની વૈયિકી બુદ્ધિ જાણવી. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – “એક ઉપાધ્યાય રાજપુત્રોને ભણાવે છે. તે સમયે તેઓ લાખમાંથી બનાવેલ લખોટીઓથી રમત રમે છે, પણ ભણતા નથી. આ રીતે રમતા એવા પણ કુમારોને ઉપાધ્યાયે જે જે રીતે અક્ષો અને એક, બે, ત્રણ વિગેરે અંકો સમજાય, તે તે રીતે લખોટીઓને નાંખવા દ્વારા સમસ્ત લિપિ અને ગણિત કુમારોને શીખવાડ્યું, છતાં કુમારોને રમતનો રસ ઉપાધ્યાયે તોડ્યો નહીં. ઉપાધ્યાયની આ વૈયિકી20 બુદ્ધિ જાણવી. ૫. કૂવાનું દષ્ટાન્ત :- કૂવો, વાપી વિગેરેના સ્વરૂપને જાણનારા કોક નૈમિત્તિક કૂવાનું ખોદકામ કરનારા પુરુષોને કહ્યું – “આટલું ઊંડું ખોદશો, તો અહીંથી તમને પાણી મળશે.' તે પુરુષોએ એટલું ખોલ્યું, છતાં પાણી નીકળ્યું નહીં. તેથી તે પુરુષોએ નૈમિત્તિકને આવીને કહ્યું. નૈમિત્તિકે કહ્યું કે ત્યાં જ બાજુમાં કૂવાના કિનારે કોદાળીથી ઠોકો.” તે રીતે કરતા મોટા અવાજે 25 પાણી બહાર આવ્યું. નૈમિત્તિકની આ વૈયિકીબુદ્ધિ હતી. ૬. અશ્વનું દષ્ટાન્ત :- અશ્વના વેપારીઓ દ્વારિકાનગરીમાં ગયા. સર્વ કુમારો જાડા અને મોટા ઘોડાને ખરીદે છે. વાસુદેવે દુર્બળ પણ જે લક્ષણયુક્ત હતો તેવો અશ્વ લીધો. આ અશ્વ १६. लेखे यथाऽष्टादशलिपिविज्ञायकः, एवं गणितेऽपि, अन्ये भणन्ति-राजकुमारा वर्तुलै रममाणा अक्षराणि शिक्षिताः गणितं च, एषाऽप्येतस्य वैनयिकी ॥ कूपे-खातज्ञायकेन भणितं-यथेयहरे पानीयमिति, 30 तैः खातं, तव्यतिक्रान्तं, तस्य कथितं, पार्श्वे आखनतेति भणिताः, घोषकशब्देन जलमुद्धावितं, एतस्य વૈયિ – જવાનો રિશાં તા:, સર્વે કુમાર: ધૂતાન હાશ હન્તિ, વાસુદેવેન
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy