________________
ઔત્પત્તિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨) જો ૧૪૫ उप्पत्तिया बुद्धी । मुद्दियाए-पुरोहितो निक्खेवए घेत्तूण अन्नेसि देति, अन्नदा दमएण ठवियं, पडियागयस्स ण देति, पिसातो जातो, अमच्चो विहीए जाति, भणति-देहि भो पुरोहिया ! तं मम सहस्संति, तस्स किवा जाया, रण्णो कहियं, राइणा पुरोहितो भणितो-देहि, भणइ-न देमी, न गेण्हामि, रण्णा दमगो सव्वं सपच्चयं दिवसमुहुत्तठवणपासपरिवत्तिमाइ पुच्छितो, अन्नदा जूतं रमइ रायाए समं, णाममुद्दागहणं, रायाए अलक्खं गहाय मणुस्सस्स हत्थे दिण्णा, अमुगंमि 5 काले साहस्सो नउलगो दमगेण ठविओ तं देहि, इमं अभिण्णाणं, दिनो आणितो, अन्नेसिं नउलगाणं मज्झे कतो, सद्दावितो, पच्चभिन्नातो, पुरोहियस्स जिब्भा छिन्ना, रणो उप्पत्तिया बुद्धी ॥
- 15
૧૮. મુદ્રિકાનું દષ્ટાન્ત - એક પુરોહિત થાપણ લઈને બીજાઓને આપી દે છે. એકવાર એક ભિખારીએ થાપણ મૂકી. થોડાકાળ પછી પાછા આવેલા તેને પુરોહિત થાપણ પાછી આપતો નથી. તે ભિખારી પાગલ બની ગયો, અમાત્ય તે રસ્તેથી પસાર થાય છે. ત્યારે ભિખારી પુરોહિતને 10 કહે છે કે – “હે પુરોહિત ! તું મારા હજાર રૂપિયાને આપ.” (આ દૃશ્ય મંત્રીએ જોયું.) તેને ભિખારી ઉપર દયા આવી. મંત્રીએ રાજાને વાત કરી. રાજાએ પુરોહિતને કહ્યું, “ભિખારીની થાપણ પાછી આપ.” પુરોહિતે કહ્યું, “હું નહીં આપું, કારણ કે મેં થાપણ લીધી નથી.” રાજાએ ભિખારીને થાપણ ક્યા દિવસે ? કેટલા કલાકે ? કેટલું દ્રવ્ય ? પાસે કોણ હતું? વિગેરે બધું પૂછી લીધું.
એકવાર તે પુરોહિત રાજા સાથે જુગાર રમે છે. તેમાં પુરોહિત હારી જતાં તેની પાસેથી પોતાના નામથી અંકિત વીંટી રાજાએ લઈ લીધી. રાજાએ તે વીંટી પુરોહિતની નજર નથી એમ જાણીને માણસના હાથમાં સોંપી દીધી. પહેલેથી જ નક્કી કર્યા પ્રમાણે તે માણસ વીંટી લઈને પુરોહિતના ઘરે ગયો અને તેની મહિલાને કહ્યું – “અમુક દિવસે ભિખારીએ જે હજાર રૂપિયાનો થેલો થાપણ તરીકે રાખ્યો હતો, તેને આપો. તેની સાક્ષી રૂપે આ વીંટી છે. (અર્થાતુ પુરોહિતે 20 આ વીંટી મને દઈને તે થેલો લેવા મોકલ્યો છે.) મહિલાએ તે થેલો આપ્યો, માણસ તે થેલાને લઈને રાજા પાસે આવ્યો. રાજાએ તે થેલો અન્ય થેલાઓ સાથે ભેળવી દીધો. પછી ભિખારીને બોલાવીને કહ્યું – “તારો જે થેલો હોય તે તું શોધ.” ભિખારીએ પોતાનો થેલો ઓળખી લીધો. રાજાએ પુરોહિતની જીભ છેદી નાંખી. રાજાની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી.
८. औत्पत्तिकी बुद्धिः । मुद्रिकायां-पुरोहितो न्यासान् गृहीत्वाऽन्येषां ददाति, अन्यदा द्रमकेण 25 स्थापितं प्रत्यागताय न ददाति, विह्वलो जातः, अमात्यो वीथ्यां याति, भणति-दापय भोः ! पुरोहितात्तन्मम सहस्रमिति, तस्य कृपा जाता, राज्ञे कथितं, राज्ञा पुरोहितो भणितः-देहि, भणति-न ददामि, न गृह्णामि, राज्ञा द्रमकः सर्वं सप्रत्ययं दिवसमुहूर्तस्थापनापार्श्ववादि पृष्टः, अन्यदा द्यूतं रमते राज्ञा समं, नाममुद्राग्रहणं, राज्ञाऽलक्षं गृहीत्वा मनुष्यस्य हस्ते दत्ता, अमुष्मिन् काले साहस्रो नकुलको द्रमकेण स्थापितस्तं देहि, इदमभिज्ञानं, दत्त आनीतः, अन्येषां नकुलकानां मध्ये कृतः, शब्दितः, प्रत्यभिज्ञातः, पुरोहितस्य जिह्वा 30 छिन्ना, राज्ञ औत्पत्तिकी बुद्धिः ॥