________________
10
બુદ્ધિના ચાર પ્રકાર (નિ. ૯૩૮) ર ૧૨૫ उप्पत्तिआ १ वेणइआ २, कंमिया ३ पारिणामिआ ४ ।
बुद्धी चउव्विहा वुत्ता, पंचमा नोवलब्भए ॥९३८॥ व्याख्या : उत्पत्तिरेव प्रयोजनं यस्याः सा औत्पत्तिकी, आह-क्षयोपशमः प्रयोजनमस्याः, सत्यं, किन्तु स खल्वन्तरङ्गत्वात् सर्वबुद्धिसाधारण इति न विवक्ष्यते, न चान्यच्छास्त्रकर्माभ्यासादिकमपेक्षत इति १, विनयः-गुरुशुश्रूषा स कारणमस्यास्तत्प्रधाना वा वैनयिकी 5 २, अनाचार्यकं कर्म साचार्यकं शिल्पं, कादाचित्कं वा कर्म शिल्पं नित्यव्यापारः, 'कर्मजा' इति कर्मणो जाता कर्मजा ३, परि:-समन्तानमनं परिणामः-सुदीर्घकालपूर्वापरावलोकनादिजन्य आत्मधर्म इत्यर्थः स कारणमस्यास्तत्प्रधाना. वा पारिणामिकी ४, बुध्यतेऽनयेति-बुद्धिः-मतिरित्यर्थः, सा च चतुर्विधोक्ता तीर्थकरगणधरैः, किमिति?, यस्मात् पञ्चमी नोपलभ्यते केवलिनाऽप्यसत्त्वादिति પથાર્થ : II
ગાથાર્થ ઔત્પત્તિકી, વૈયિકી, કાર્મિકી અને પરિણામિકી આ પ્રમાણે બુદ્ધિ ચાર પ્રકારની કહેવાયેલી છે. (કારણ કે) પાંચમી બુદ્ધિ કોઈ જણાતી નથી. - ટીકાર્થ : ઉત્પત્તિ એ છે કારણ જેનું તે ઔત્પત્તિકી બુદ્ધિ. "
શંકા : (બુદ્ધિ એ જ્ઞાન છે, અને જ્ઞાનનું કારણ ક્ષયોપશમ હોય તેથી) આ બુદ્ધિનું કારણ ક્ષયોપશમ છે. (તો તેના કારણ તરીકે તમે ઉત્પત્તિ શા માટે કહો છો ?)
15 | સમાધાન : તમારી વાત સાચી છે. પરંતુ તે ક્ષયોપશમ એ આંતરિક કારણ હોવાથી સર્વ બુદ્ધિઓ માટે એક સરખું કારણ છે માટે તેની વિરક્ષા કરી નથી (ટૂંકમાં જે સાધારણ કારણ છે તેની વિવક્ષા કરી નથી પણ, વિશેષ કારણની જ વિવક્ષા કરેલ છે.) (૧) આ બુદ્ધિ શાસ્ત્ર, કર્મ, અભ્યાસ વિગેરે કોઈ બીજા કારણોની અપેક્ષા રાખતી નથી પણ તે વિના જ ઉત્પન્ન થાય છે.
(૨) વિનય એટલે કે ગુરુસેવા, એ જ કારણ છે જેનું તે અથવા ગુરુસેવારૂપ વિનય એ 20 છે પ્રધાન જેમાં તે વૈનયિકી બુદ્ધિ જાણવી. (૩) ગુરુ વિના જે આવડે તે કર્મ અને જેમાં ગુરુની જરૂર પડે તે શિલ્પ. અથવા જે કદાચિત્ક હોય તે કર્મ (અર્થાત્ જે વસ્તુ જે દિવસે બનાવવાની ચાલુ કરી, તે વસ્તુ તે જ દિવસે બની જાય, પણ મહેલાદિની જેમ ઘણા દિવસો સુધી બનાવવાનું ચાલુ ન રહે તે કદાચિત્કકર્મ કહેવાય) અને નિત્ય એવો જે વ્યાપાર (અર્થાત્ મલાદિને બનાવવાનો વ્યાપાર ઘણા દિવસો સુધી ચાલતો હોવાથી નિત્યવ્યાપાર કહેવાય – રૂત ટિપ્પણ) તે શિલ્પ 25 કહેવાય છે. આવા કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્મિકીબુદ્ધિ કહેવાય છે.
(૪) સંપૂર્ણ રીતે નમન તે પરિણામ અર્થાત્ ઘણા લાંબા કાળ પછી આગળ-પાછળના વિચારાદિથી ઉત્પન્ન થતો આત્મધર્મ. આવો પરિણામ છે કારણ જેનું અથવા આવો પરિણામ છે મુખ્ય જેમાં તે પારિણામિકીબુદ્ધિ. જેનાવડે (જીવ) બોધ પામે તે બુદ્ધિ. આ બુદ્ધિ તીર્થંકર-ગણધરોવડે (ઔત્પતિકી વિ.) ચાર પ્રકારની કહેવાયેલી છે. શા માટે ચાર પ્રકારની જ કહેવાયેલી 30 છે? તે કહે છે – કારણ કે કેવલીવડે પણ પાંચમી બુદ્ધિ જણાઈ નથી, કેમ કે તે પાંચમી બુદ્ધિ છે જ નહીં. ll૯૩૮