SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) भावार्थः कथानकादवसेयः, तच्चेदम् - सोपारए रहकारस्स दासीए बंभणेण दासचेडो जाओ, सो मूयभावेण अच्छइ मा णज्जीहामित्ति, रहकारो अप्पणो पुत्ते सिक्खावेइ, ते मंदबुद्धी न लएंति, दासेण सव्वं गहियं, रहकारो मओ, रायाए दासस्स सव्वं दिनं जं तस्स घरए सारं । इओ य उज्जेणी राया सावगो, तस्स चत्तारि सावगा - एगो महाणसिओ सो रंघेइ, जइ रुच्चइ जिमियमेत्तं 5 जीरड़, अहवा जामेणं बिहिं तिहिं चउहिं पंचहिं, जइ रुच्चइ न चेव जीरइ, बिदिओ अब्भंगेड़, सो तेल्लस्स कुलवं २ सरीरे पवेसेइ, तं चेव णीणेइ, ततिओ सेज्जं रएइ, जइ रुच्चइ पढमे जामे विबुज्झइ अहवा बितिए ततिए चउत्थे, अहवा सुवइ चेव, चउत्थो सिरिघरिओ, तारिसो सिरिघरो * શિલ્પસિદ્ધ-કોકાશ સોપારક નગરમાં રથકારની દાસીની કુક્ષિમાં બ્રાહ્મણ દ્વારા એક પુત્ર થયો. (દાસીપુત્ર 10 શિલ્પાધ્યયન માટે યોગ્ય હોતો નથી, તેથી જ્યારે રથકાર પોતાના દીકરાઓને ભણાવે છે તે વખતે) ‘હું દાસીપુત્ર છું’ એમ કોઈ જાણી ન જાય, તે માટે તે પુત્ર મૌનપણે ભણે છે. રથકાર પોતાના પુત્રોને ભણાવે છે. પરંતુ મંદબુદ્ધિવાળા તેઓને કંઈ આવડતું નથી. દાસીપુત્ર બધું જ શીખી જાય છે. રથકાર મૃત્યુ પામ્યો. રાજાએ રથકારના ઘરમાં જે કંઈ સારભૂત હતું, તે સર્વ દાસને આપ્યું. બીજી બાજુ ઉજ્જયિની નગરીનો રાજા શ્રાવક હતો. રાજાને અન્ય બીજા ચાર શ્રાવકો હતા. 15 – એક રસોઈયો, તે ભોજન બનાવે છે. જો રસોઈયો ઈચ્છે કે’ભોજન પચાવવું છે તો (ખાનારને) જમવા માત્રથી ભોજન પચી જાય. (એવી રસોઈયાની કળા હતી.) અથવા જો ઇચ્છે કે – ભોજન પ્રથમ પ્રહરે, બીજા પ્રહરે, ત્રીજા પ્રહરે, ચોથા પ્રહરે કે પાંચમાં પ્રહરે પચે અથવા ન પચે તો (ખાનારા વ્યક્તિને એ જ પ્રમાણે ભોજન પચે અથવા ન પચે.) બીજો શ્રાવક તેલની માલિશ કરતો. તે કુડવ પ્રમાણ તેલ શરીરમાં ઉતારતો અને તેટલું પાછું બહાર પણ કાઢતો. ત્રીજો શ્રાવક 20 શય્યા તૈયાર કરે. તે પણ ઈચ્છે કે (સૂનારને પ્રથમ પ્રહરમાં ઉઠાડવો છે, તો) સૂનારો પ્રથમ પ્રહા૨માં ઉઠે, અથવા બીજા, ત્રીજા, ચોથા પ્રહરમાં ઉઠે, અથવા સૂતો જ રહે. ચોથો શ્રાવક કોશાધ્યક્ષ હતો. આ કોશાધ્યક્ષ પાસે એવા પ્રકારની કળા હતી (કે જો તે ઈચ્છે કે ભંડા૨માં પ્રવેશેલાને કશું દેખાય નહીં તો) ભંડારમાં પ્રવેશેલો કશું જોઈ શકે નહીં. ચારે શ્રાવકોના આ પ્રમાણેના ગુણો ७०. मृतश्च सोपारके रथकारस्य दास्यां ब्राह्मणेन दासचेटो जातः, स च मूकभावेन तिष्ठति मा 25 ज्ञायिषि इति, रथकार आत्मनः पुत्रान् शिक्षयति, ते मन्दबुद्धयो न गृह्णन्ति, दासेन सर्वं गृहीतं, रथकारो मृतः, राज्ञा दासाय सर्वं दत्तं यत्तस्य गृहस्य सारम् । इतश्चोज्जयिन्यां राजा श्रावकः, तस्य चत्वारः श्रावकाः-एको महानसिकः स पचति, यदि रोचते जिमितमात्रेण जीर्यति, अथवा यामेन द्वाभ्यां त्रिभिश्चतुर्भिः पञ्चमिः, यदि रोचते नैव जीर्यति, द्वितीयोऽभ्यङ्गयति, स तैलस्य कुडवं २ शरीरे प्रवेशयति तदेव निष्काशयति, तृतीयः शय्यां रचयति, यदि रोचते प्रथमे यामे विबुध्यते अथवा द्वितीये तृतीये चतुर्थे, अथवा स्वपित्येव, चतुर्थः श्रीगृहिकस्तादृशं श्रीगृहं 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy