SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तद्गमनं च प्रत्यर्हा इति, अरहंता तेण वुच्चंति' प्राकृतशैल्या अर्हास्तेनोच्यन्ते, अथवा अर्हन्तीत्यर्हन्त રૂતિ થાર્થ: ૨૨શા તથ देवासुरमणुएसुं अरिहा पूआ सुरुत्तमा जम्हा । अरिणो हंता रयं हंता अरिहंता तेण वुच्चंति ॥९२२॥ व्याख्या : देवासुरमनुजेभ्यः पूजामर्हन्ति-प्राप्नुवन्ति तद्योग्यत्वात्, सुरोत्तमत्वादिति युक्तिः, इत्थमनेकधाऽन्वर्थमभिधाय पुनः सामान्यविशेषाभ्यामुपसंहरन्नाह–'अरिणो हंता' इत्यादि पूर्ववदेव, अरीणां हन्तार: यतः अरिहन्तारस्तेनोच्यन्ते, तथा रजसो हन्तारः यतो रजोहन्तारस्तेनोच्यन्ते इति, रजो बध्यमानकं कर्म भण्यत इति गाथार्थः ॥९२२॥ इदानीममोघताख्यापनार्थमपान्तरालिकं नमस्कारफलमुपदर्शयति___अरहंतनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ। भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ॥९२३॥ જેઓ (પૂજાદિ માટે) યોગ્ય છે તે અરહંતો એ પ્રમાણેની વ્યુત્પત્તિથી “અરહંતો’ શબ્દ જ જાણવો. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. al૯૨૧ તથા– ગાથાર્થઃ દેવાસુરમનુષ્યો પાસેથી પૂજાને માટે યોગ્ય છે, કારણ કે તેઓ દેવોમાં ઉત્તમ છે, 15 તથા શત્રુઓને હણનારા છે, કર્મોને હણનારા છે માટે અરિહંતો કહેવાય છે. ટીકાર્થ : દેવ, દાનવ અને મનુષ્યો પાસેથી પૂજાને પામે છે, કારણ કે પૂજાને માટે યોગ્ય છે. (પૂજાને માટે પણ યોગ્ય કેમ છે? કારણ કે, દેવોમાં તેઓ ઉત્તમ છે. આ પ્રમાણે અનેક પ્રકારે અન્તર્થને (નામ પ્રમાણેના અર્થને) કહીને ફરી સામાન્ય અને વિશેષથી ઉપસંહાર કરતા કહે છે – જે કારણથી શત્રુઓને હણનારા છે, તે કારણથી અરિહંત કહેવાય છે. તથા જે કારણથી 20 રજને હણનારા છે, તે કારણથી રજહન્નુ કહેવાય છે. અહીં રજ. એટલે બધ્યમાન એવા કર્મો. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો ૯૨રા અવતરણિકા : હવે અમોઘતા બતાવવા માટે નમસ્કારનું વચલું ફળ બતાવે છે કે (શંકા : નમસ્કારનું અંતિમ ફળ મોક્ષ છે. તે પહેલા જે ફળો પ્રાપ્ત થાય તે વચલા ફળો કહેવાય. તેથી સ્વર્ગાદિની પ્રાપ્તિ એ વચલા ફળો તરીકે જણાય છે. જ્યારે હવે પછીની ગાથામાં 25 નમસ્કારનાં ફળ તરીકે મોક્ષ બતાવવામાં આવી રહ્યો છે. તો મોક્ષરૂપ ફળ એ અપાન્તરાલિક = વચલું ફળ કેવી રીતે કહેવાય ? સમાધાન : અહીં સ્વર્ગાદિફળની અપેક્ષાએ અપાંતરાલ શબ્દ કહેવાયો નથી, પરંતુ ‘૩uત્તી નિભવવો...' ઈત્યાદિ (ગા. ૮૮૭)માં અરિહંતાદિ પાંચેના નમસ્કારનું છેલ્લે જે ભેગું ફળ બતાવવાના છે, તેની અપેક્ષાએ આ મોક્ષરૂપ ફળ એ અપાંતરાલિક = વચલા તરીકે વિવક્ષિત હોવાથી કોઈ 30 વિરોધ નથી – રૂતિ ટિપ્પણ) ગાથાર્થ : અરિહંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે. ભાવથી કરાતો આ નમસ્કાર વળી બોધિલાભ માટે થાય છે.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy