SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રના લક્ષણો (નિ. ૮૮૦) ૧ ___ अथ सूत्रस्पर्शिकनियुक्त्यवसरः, सा च प्राप्तावसराऽपि नोच्यते, यस्मादसति सूत्रे कस्यासाविति, ततश्च सूत्रानुगमे वक्ष्यामः । आह-यद्येवं किमिति तस्याः खल्विहोपन्यासः ?, उच्यते, नियुक्तिमात्रसामान्यात्, एवं सूत्रानुगमोऽप्यवसरप्राप्त एव, तत्र च सूत्रमुच्चारणीयं, तच्च किम्भूतं ? तत्र लक्षणगाथा - अप्पग्गंथमहत्थं बत्तीसादोसविरहियं जं च । लक्खणजुत्तं सुत्तं अट्ठहि य गुणेहिं उववेयं ॥८८०॥ व्याख्या : अल्पग्रन्थं च महार्थं चेति विग्रहः, 'उत्पादव्ययध्रौव्ययुक्तं सदि'त्यादिवत्, अधिकृतसामायिकसूत्रवद्वा, द्वात्रिंशद्दोषविरहितं यच्च, क एते द्वात्रिंशद्दोषाः ?, उच्यन्ते અવતરણિકા : હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો અવસર છે. અલબત્ત તેનો અવસર હોવા છતાં 30 તે કહેવાશે નહિ, કારણ કે સૂત્ર જ ન હોય તો કોનું વર્ણન સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં કરવું. (આશય એ છે કે – સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં સૂત્રના દરેક પદોનું વર્ણન કરવાનું હોય છે અને તે સૂત્ર હોય તો જ સંભવી શકે છે. સૂત્ર જ ન હોય તો કોનું વર્ણન કરવું?) તેથી જ્યારે સૂત્રાનુગામનો અવસર આવશે ત્યારે સૂત્રસ્પર્શિકનિયુક્તિ અમે કહીશું. શંકા : જો તેનો અવસર અહીં ન હોય તો તેનો ઉપન્યાસ અહીં શા માટે કર્યો ? સમાધાન - નિર્યુક્તિનો જ એક પ્રકાર હોવાથી તેનો અહીં ઉપન્યાસ કરેલ છે. (અર્થાત્ 15 નિર્યુક્તિના પ્રકાર જણાવવાના હતા એટલે ભેગો આનો પણ સમાવેશ કરી લીધો.) આ રીતે હવે સૂત્રાનુગમનો અવસર પ્રાપ્ત થયો છે. (અર્થાત્ અનુયોગના ચાર પ્રકાર – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં ઉપક્રમ અને નિક્ષેપ દ્વાર કહ્યા. ત્યાર પછી અનુગામનો અવસર આવ્યો. તે અનુગમ બે પ્રકારે – ૧. નિર્યુક્તિઅનુગમ અને ૨. સૂત્રોનુગમ. તેમાં પણ નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારે – ૧. નિક્ષેપનિયુક્તિઅનુગમ જે નિક્ષેપદ્વારમાં કહી ગયા. ર 20 "ઉપોદ્ગતનિયુક્તિ – જે હમણાં જ પૂર્ણ થઈ. ૩. સૂત્રસ્પર્શિકનિયુક્તિ – જેનો અવસર પછી આવશે. આમ હવે સૂત્રાનુગામનો અવસર પ્રાપ્ત થયો છે.) તેમાં પ્રથમ સૂત્રનું ઉચ્ચારણ કરવા યોગ્ય છે. પરંતુ તે સૂત્ર કેવા પ્રકારનું હોય ? (અર્થાત્ સૂત્રના લક્ષણો કયા કયા હોય ?) તે જણાવવા લક્ષણગાથાને કહે છે કે ગાથાર્થ – જે અલ્પ અક્ષરો અને મહાન અર્થવાળું હોય, બત્રીસ દોષોથી રહિત હોય (તે 25 સૂત્ર કહેવાય છે.) તથા આઠ ગુણોથી યુક્ત એવું સૂત્ર લક્ષણયુક્ત કહેવાય છે. ટીકાર્થ : “અલ્પ અક્ષરો અને મહાનાર્થવાળું હોય' એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો. જેમ કે, “ઉત્પાદ, વ્યય અને પ્રોવ્યથી જે યુક્ત હોય તે સત્ કહેવાય’ વગેરે સૂત્રો અથવા પ્રસ્તુત સામાયિકનું સૂત્ર જેમ અલ્પ અક્ષરોવાળું અને મહાન અર્થવાળું છે. તથા જે બત્રીશ દોષોથી રહિત હોય (તે સૂત્ર કહેવાય.) II૮૮૦ના આ બત્રીશદોષો કયા છે ? તે કહેવાય છે કે 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy