________________
ગત્યાગતિ લક્ષણ (નિ. ૭૫૧) નો ૮૫ इति, 'गइरागइत्ति गत्यागतिलक्षणं द्वयोर्द्वयोः पदयोर्विशेषणविशेष्यतया अनुकूलं गमनं गतिः प्रत्यावृत्त्या प्रातिकूल्येनागमनमागतिः, गतिश्चागतिश्च गत्यागती ताभ्यां ते एव वा लक्षणं गत्यागतिलक्षणं, तच्चतुर्धा-पूर्वपदव्याहतमुत्तरपदव्याहतमुभयपदव्याहतमुभयपदाव्याहतमिति, तत्र पूर्वपदव्याहतोदाहरणम्- ના ! નેu ? નેફા નીવે ? યા ! નવે સિય જેરફા મનેર, 5 नेरइए पुण नियमा जीवे' उत्तरपदव्याहतोदाहरणम्-'जीवइ भंते ! जीवे जीवे जीवइ ?, गोयमा ! जीवद ताव नियमा जीवे, जीवे पुण सिय जीवइ सिय नो जीवइ' सिद्धानां जीवनाभावादिति
ગતિ-આગતિ લક્ષણ - બે-બે પદોનું વિશેષણવિશેષ્યરૂપે (અર્થાત એક પદ વિશેષણ બને અને અન્ય પદ વિશેષ્ય બને, એ રીતે વિશેષણ-વિશેષ્યરૂપે) અનુકૂળ એવું જે ગમન તે ગતિ કહેવાય છે અને પ્રતિકૂળતાએ પાછા આવવું તે આગતિ કહેવાય છે. (જેમ કે, પ્રભુ ! જીવ એ 10 દેવ છે? આ વાક્યમાં પ્રથમ જીવનું ઉચ્ચારણ કરી દેવત્વની પૃચ્છા કરાઈ છે. અહીં જીવપદથી દેવપદમાં અનુકૂળ ગમન થતું હોવાથી ગતિ કહેવાય છે. જ્યારે દેવ એ જીવ છે? અહીં દેવનું ઉચ્ચારણ કરી જીવત્વની પૃચ્છા થઈ હોવાથી દેવપદમાંથી જીવપદમાં પ્રતિકૂળતાએ આગમન થતું હોવાથી આગતિ કહેવાય છે.) આ ગતિ-આગતિવડે જે લક્ષણ અથવા ગતિ-આગતિરૂપ જે લક્ષણ તે ગત્યાગતિલક્ષણ કહેવાય છે. અર્થાત્ ગતિ-આગતિ દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ વિચારાય 15 છે. તેથી તે લક્ષણ કહેવાય છે.) તે ચાર પ્રકારે છે. (૧) પૂર્વપદવ્યાહત (અર્થાત્ જ્યાં પૂર્વપદ વ્યભિચારી હોય તેવું લક્ષણ) (૨) ઉત્તરપદવ્યાહત (અર્થાત્ જ્યાં ઉત્તરપદવ્યાહત (વ્યભિચારી) હોય તેવું લક્ષણ) (૩) ઉભયપદવ્યાહત (૪) ઉભયપદઅવ્યાહત.
- તેમાં (૧) પૂર્વપદવ્યાહતનું ઉદાહરણ – પ્રભુ ! જીવ એ નારક છે કે નારક એ જીવ છે? . હે ગૌતમ! જીવ નારક હોય, અનારક પણ હોય, જ્યારે નારક એ નિયમા જીવ હોય છે. (વ્યભિચાર 20
એટલે નિયમનો અભાવ. અહીં જે જીવ હોય તે બધા નારક જ હોય એવો નિયમ નથી. તેથી જીવપદ નારકપદ સાથે નિયમના અભાવવાળો હોવાથી વ્યભિચારી બને છે. તેથી આ પૂર્વપદવ્યાહત કહેવાય છે. આ જ પ્રમાણે આગળ પણ યથાયોગ્ય જાણી લેવું) (૨) ઉત્તરપદવ્યાહત – પ્રભુ! જે જીવે તે જીવ કે જે જીવ છે તે જીવે છે? હે ગૌતમ ! જે જીવે તે નિયમા જીવ કહેવાય પરંતુ જે જીવ હોય તે જીવે પણ ખરો અને ન પણ જીવે, કારણ કે સિદ્ધના જીવો જીવતા નથી (અહીં 25 જીવવું એટલે દશપ્રાણોને ધારણ કરવા એમ સમજવું) (૩) ઉભયપદવ્યાહતનું ઉદાહરણ – પ્રભુ! જે ભવસિદ્ધિક છે તે નારક હોય કે નારક એ ભવસિદ્ધિક હોય? હે ગૌતમ ! ભવસિદ્ધિક (ભવ્ય) નારક હોય, અનારક પણ હોય તથા નારક પણ ભવ્ય હોય કે ભવ્ય ન પણ હોય.
ર૭. નીવો મા ! મૈથિલો મૈથિ નીવ: ?, શૌતમ ! નીવ: વાત્રંથિ: સ્થાયી :, नैरयिकः पुनर्नियमाज्जीवः । जीवति भदन्त ! जीवो जीवो जीवति ?, गौतम ! जीवति तावनियमाज्जीवः, 30 - નીવ: થાળીવત સ્થાન્નિો નીવતિ |