SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ન આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ____ व्याख्या : स हि जीवः नीरुक्तया अचलो भवति, अचलतया च शाश्वतो भवति, शाश्वतभावमुपगतः किम् ?, अव्याबाधं सुखं लभत इति गाथार्थः । इत्थं पारम्पर्येणाव्याबाधसुखार्थं सामायिकश्रवणमिति । गतं कारणद्वारं, प्रत्ययद्वारमधुना व्याख्यायत इति, आह च पच्चयणिक्खेवो खलु दव्वंमी तत्तमासगाइओ । भावंमि ओहिमाई तिविहो पगयं तु भावेणं ॥ ७४९ ॥ व्याख्या : प्रत्याययतीति प्रत्ययः प्रत्ययनं वा प्रत्ययः, तन्निक्षेपः-तन्न्यासः, खलुशब्दोऽनन्तरोक्तकारण- निक्षेपसाम्यप्रदर्शनार्थः, ततश्च नामादिश्चतुर्विधः प्रत्ययनिक्षेपो, नामस्थापने सुगमे, 'द्रव्ये' द्रव्यविषयस्तप्तमाषकादिः, आदिशब्दाद्धटदिव्यादिपरिग्रहः, द्रव्यं च तत्प्रत्याय्यप्रतीतिहेतुत्वात् प्रत्ययश्च द्रव्यप्रत्ययः-तप्तमाषकादिरेव, तज्जो वा प्रत्याय्यपुरुषप्रत्यय 10 રૂત્તિ, ‘માવ'ત્તિ ભાવે વિચાર્યાવિધ્યાફિન્નિવિઘો માવપ્રત્યયઃ, તી વીદાનकारणानपेक्षत्वाद्, आदिशब्दान्मनःपर्यायकेवलपरिग्रहः, मतिश्रुते तु बाह्यलिङ्गकारणापेक्षित्वान्न ટીકાર્થ : નિરોગી હોવાથી તે જીવ અચલ થાય છે. અચલ થવાથી શાશ્વત થાય છે. શાશ્વતભાવને પામેલો તે જીવ અવ્યાબાધ સુખને પામે છે. આમ, પરંપરાએ અવ્યાબાધ-સુખ માટે સામાયિકનું શ્રવણ (ગણધરો કરે છે.) Il૭૪૮ 15 અવતરણિકા : કારણદ્વાર પૂર્ણ થયું. હવે પ્રત્યયદ્વારનું વ્યાખ્યાન કરે છે ? ગાથાર્થ : પ્રત્યયનિપામાં દ્રવ્યને વિશે તપાવેલ અડદાદિ અને ભાવને વિશે અવધિ વગેરે ત્રણ પ્રકાર છે. પ્રસ્તુતમાં ભાવપ્રત્યય ઉપયોગી છે. ટીકાર્થ : જે પ્રતીતિ કરાવે તે પ્રત્યય અથવા પ્રતીતિ પોતે જ પ્રત્યય. તેનો નિક્ષેપ તે પ્રત્યયનિક્ષેપ. મૂળમાં રહેલ “વત્ન" શબ્દ ઉપર કહેવાયેલ કારણનિક્ષેપની સાથે આ નિપાનું 20 સામ્ય સૂચવવા માટે છે. (અર્થાત જેમ કારણનિક્ષેપાના ચાર પ્રકાર છે તે જ રીતે પ્રત્યયનિપાના પણ ચાર પ્રકાર છે તે કહે છે-) નામાદિ ચાર પ્રકારે પ્રત્યયના નિક્ષેપા છે. તેમાં નામ–સ્થાપના સુગમ છે. દ્રવ્યપ્રત્યય તરીકે તપાવેલ અડદાદિ જાણવા. અહીં “આદિ” શબ્દથી ઘટ, લવંગ વગેરેનો પરિગ્રહ કરવો. (અથવા તપ્તમાષક અને ઘટદિવ્ય એ કોઇક વિશિષ્ટ પ્રકારની પરીક્ષાઓ હશે તેવું લાગે છે. વિશેષ અર્થ ખ્યાલમાં નથી.) દ્રવ્ય પોતે જ પ્રતીતિ કરનાર વ્યક્તિની પ્રતીતિનું કારણ 25 હોવાથી (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી) પ્રત્યય કહેવાય છે. તે દ્રવ્યપ્રત્યય તરીકે તપાવેલ અડદાદિ જાણવા. (કારણ કે તેને સ્પર્શ કરવાથી તે અડદ ગરમ છે વગેરે પ્રતીતિ થાય છે.) અથવા તપાવેલ અડદાદિથી ઉત્પન્ન થયેલ પ્રતીતિ કરનાર પુરુષનો બોધ દ્રવ્યપ્રત્યય જાણવો. ભાવની વિચારણા કરીએ તો અવધિ વગેરે ત્રણ પ્રકારનો ભાવપ્રત્યય જાણવો. કારણ કે અવધિ બાહ્યલિંગરૂપ કારણની અપેક્ષા વિના પ્રતીતિ કરાવે છે. આદિ શબ્દથી મનઃપર્યાય અને કેવલજ્ઞાન લેવું. “મર્તિ30 શ્રત એ ઇન્દ્રિયરૂપ બાહ્યલિંગરૂપ કારણ દ્વારા આત્માને પ્રતીતિ કરાવતું હોવાથી તેની અહીં વિવક્ષા
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy