SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકની ઉત્પત્તિના ક્ષેત્ર-કાળ (નિ. ૭૩૪) શક ૬૯ व्याख्या : वैशाखशुद्धैकादश्यां 'पूर्वाह्नदेशकाले' प्रथमपौरुष्यामिति भावार्थः । कालस्यान्तरङ्गत्वख्यापनार्थमेव प्रश्नव्यत्ययेन निर्देशः । महसेनवनोद्याने क्षेत्रे अनन्तरनिर्गमः सामायिकस्य, 'परम्परं सेसं' ति शेष क्षेत्रजातमधिकृत्य परम्परनिर्गमस्तस्येति, आह च भाष्यकार: ___ "खेत्तं महसेणवणोवलक्खियं जत्थ निग्गयं पुब्बिं । सामाइयमन्नेसु य परंपरविणिग्गमो तस्स ॥१॥" इति गाथार्थः ॥ गतं मूलद्वारगाथाद्वयप्रतिबद्धं क्षेत्रद्वारम्, इह च क्षेत्रकालपुरुषद्वाराणां निर्गमाङ्गता व्याख्यातैव, ततश्च निर्गमद्वारव्याचिख्यासयाऽऽह-'नामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य । एसो उ निग्गमस्सा निक्खेवो छव्विहो होइ' त्ति येयं गाथोपन्यस्ता अस्या एव भावनिर्गमप्रतिपादनायाह नियुक्तिकार: ટીકાર્થ : વૈશાખસુદ અગિયારસના દિવસે પ્રથમ પ્રહરમાં (સામાયિકની ઉત્પત્તિ થઈ.) અહીં 10 કાળ એ આંતરિક અંગ છે એ જણાવવા માટે પ્રશ્નથી વિપરીત નિર્દેશ કર્યો છે. (અર્થાતુ પ્રશ્નકારના પ્રશ્નમાં પ્રથમ ક્ષેત્ર અને પછી કાળનો નિર્દેશ કર્યો છે. જયારે ઉત્તરમાં પ્રથમ કાળ અને પછી ક્ષેત્રનો નિર્દેશ કર્યો છે તે કાળની મહત્તા બતાવવા કર્યો છે.) મહસેનનામના ઉદ્યાનમાં સામાયિકની અનંતર ઉત્પત્તિ થઈ. તથા શેષ ક્ષેત્રોમાં સામાયિકની પરંપરાએ ઉત્પત્તિ થઈ. ભાષ્યકારના વચનો જણાવે છે – “ક્ષેત્ર તરીકે મહસેનવનથી ઉપલક્ષિત ક્ષેત્ર જાણવું કે જયાં પ્રથમવાર સામાયિક ઉત્પન્ન 15 થયું. અને અન્ય ક્ષેત્રોમાં સામાયિકનો પરંપરાએ નિર્ગમ જાણવો.” II૭૩૪ અવતરણિકા : આ પ્રમાણે મૂળદ્વારગાથાદ્વયમાં રહેલ ક્ષેત્રદ્વાર પૂર્ણ થયું. અહીં ક્ષેત્ર-કાળ અને પુરુષદ્વારો એ ત્રણે નિર્ગમના અંગો તરીકે (ગા. ૧૪૫માં) કહેવાઈ ગયા છે. તેથી હવે નિર્ગમવારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે – “નામાદિ છ પ્રકારે નિર્ગમના નિક્ષેપ છે” એ પ્રમાણે પૂર્વે જે ગાથા (૧૪૫) કહી તેમાં રહેલ ભાવનિર્ગમનું પ્રતિપાદન કરવા માટે કહે છે– 20 (ભાવાર્થ એ છે કે અગા. ૧૪૦મી જે દ્વારગાથા છે તેનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં ઉદ્દેશ-નિર્દેશ અને ત્યારપછી નિર્ગમદ્વારનું વર્ણન શરૂ થયું. તેમાં આ નિર્ગમઢારના ગા. ૧૪પમાં છ નિક્ષેપા બતાવ્યા. તે છ માંથી નામ-સ્થાપના કહી દ્રવ્યનિર્ગમનું વર્ણન ચાલુ કર્યું. તેમાં મહાવીરસ્વામી વગેરેની ઉત્પત્તિથી લઈ સામાયિકની ઉત્પત્તિ સુધી વર્ણન ચાલ્યું. અને આ વર્ણનમાં જ ભેગેભેગા ગા. ૧૪૦માં બતાવેલ ક્ષેત્ર-કાળ એમ બે તારો પણ કહ્યા અને આ 25 ક્ષેત્ર-કાળદ્વારનાં વર્ણનમાં જ ગા. ૧૪૫માં કહેલ ક્ષેત્રનિર્ગમ અને કાળનિર્ગમનું વર્ણન પણ આવી ગયેલ જાણવું, કારણ કે ક્ષેત્રનિર્ગમ અને કાળનિર્ગમ એ સામાન્ય છે. જ્યારે ગા. ૧૪૦માં બતાવેલ મહસેનવનક્ષેત્ર અને પ્રમાણ પૌરુષીકાળ એ વિશેષ હોવાથી વિશેષના કથનમાં સામાન્યનું કથન આવી જાય છે. આ વર્ણન પૂર્ણ થતાં દ્રવ્ય-ક્ષેત્ર અને કાળ-નિર્ગમ પૂર્ણ થયો. તેથી હવે ભાવનિર્ગમ શરૂ કરે છે.) २२. क्षेत्रं महसेनवनोपलक्षितं यत्र निर्गतं पूर्वम् । सामायिकमन्येषु च परम्परविनिर्गमस्तस्य ॥१॥ 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy