SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) एयं सामायारि जुता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥ ७२३ ॥ निगदसिद्धा एव । इदानी पदविभागसामाचार्याः प्रस्तावः सा च कल्पव्यवहाररूपा बहुविस्तरा स्वस्थानादवसेया, इत्युक्तः सामाचार्युपक्रमकालः, साम्प्रतं यथाऽऽयुष्कोपक्रमकालः 5 પ્રતિપાદતેસ ચ સખા, તથા– अज्झवसाणनिमित्ते आहारे वेयणा पराघाए । फासे आणापाणु सत्तविहं झिज्जए आउं ॥ ७२४ ॥ व्याख्या : अध्यवसानमेव निमित्तम् अध्यवसाननिमित्तं तस्मिन्नध्यवसाननिमित्ते सति, 10 अथवा अध्यवसानं रागस्नेहभयभेदेन त्रिधा तस्मिन्नध्यवसाने सति, तथा दण्डादिके निमित्ते सति, आहारे प्रचुरे सति, वेदनायां नयनादिसम्बन्धिन्यां सत्यां, पराघातो गर्तापातादिसमुत्थस्तस्मिन् सति, स्पर्शे भुजङ्गादिसम्बन्धिनी, प्राणापानयोनिरोधे, किम् ?, सर्वत्रैव क्रियामाह-'सप्तविधं' सप्तप्रकारमेवं भिद्यते आयुरिति गाथासमुदायार्थः ॥अवयवार्थस्तूदाहरणेभ्योऽवसेयः, तानि चामूनि-रागाध्यवसाने सति भिद्यते आयुर्यथा ગાથાર્થ : આ સામાચારીનું આસેવન કરતા, ચરણ-કરણમાં ઉપયુક્ત સાધુઓ અનેકભવોથી સંચિત અનંત કર્મોને ખપાવે છે. ટીકાર્થ ઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. હવે પદવિભાગ સામાચારીનો અવસર છે, અને તે કલ્પ અને વ્યવહારરૂપ (એટલે કે બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રમાં કહેવાયેલ સામાચારીરૂપ) ઘણી વિસ્તારવાળી હોવાથી સ્વસ્થાનમાંથી (પ્રાયશ્ચિત સંબંધી તે-તે ગ્રંથોમાંથી) જાણવા યોગ્ય છે. આ 20 રીતે સામાચારી-ઉપક્રમકાળ કહેવાયો. અવતરણિકા : હવે આયુષ્યોપક્રમકાળ પ્રતિપાદન કરાય છે અને તે સાત પ્રકારે છે. તે આ પ્રમાણે છે ગાથાર્થ : અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને પ્રાણાપાન આ સાત પ્રકારે આયુ નાશ પામે છે. 25 ટીકાર્થ : અધ્યવસાયરૂપ નિમિત્તથી અથવા અધ્યવસાય એ રાગ-સ્નેહ-ભય એમ ત્રણ પ્રકારે છે. આવા અધ્યવસાયથી, તથા દંડાદિ નિમિત્તથી, પુષ્કળ પ્રમાણમાં ખાવાથી, નયનાદિસંબંધી વેદના થતાં, ઊંડા ખાડામાં પડવાદિથી ઉત્પન્ન થયેલ પરાઘાતથી, ત્વવૂિષસર્પાદિનો સ્પર્શ થતાં, અને પ્રાણાપાનનો નિરોધ થતાં, આમ સાત પ્રકારે (જીવનું) આયુષ્ય નાશ પામે છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ જાણવો. વિસ્તારથી દ્રષ્ટાંતો દ્વારા જાણવા યોગ્ય છે. તે દ્રષ્ટાંતો આ પ્રમાણે છે. તેમાં 30 પ્રથમ રાગરૂપ અધ્યવસાયથી જે રીતે આયુ ભેદાય છે તે બતાવે છે -
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy