SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રોપ સંપદા (નિ. ૭૧૮-૭૧૯) નો ૫૧ व्याख्या : द्विविधा च चारित्रविषयोपसम्पद् वैयावृत्त्यविषया तथैव क्षपणविषया च, आहकिमत्रोपसम्पदा ?, स्वगच्छ एव तत्कस्मान्न क्रियत इति, उच्यते, निजगच्छादन्यस्मिन् गमनं सीदनदोषादिना भवति गच्छस्य, आदिशब्दादन्यभावादिपरिग्रह इति गाथार्थः ॥ इत्तरियाइविभासा वेयावच्चंमि तहेव खमणे य । अविगिट्ठविगिटुंमि य गणिणो गच्छस्स पुच्छाए ॥ ७१९ ॥ व्याख्या : इह चारित्रार्थमाचार्यस्य कश्चिद्वैयावृत्यकरत्वं प्रतिपद्यते, स च कालत इत्वरो यावत्कथिकश्च भवति, आचार्यस्यापि वैयावृत्यकरोऽस्ति वा न वा, तत्रायं विधिः-यदि नास्ति ततोऽसाविष्यत एव, अथास्ति स इत्वरो वा स्याद्यावत्कथिको वा, आगन्तुकोऽप्येवं द्विभेद एव, तत्र यदि द्वावपि यावत्कथिको ततश्च यो लब्धिमान् स कार्य्यते, इतरस्तूपाध्यायादिभ्यो दीयते इति, अथ द्वावपि लब्धियुक्तौ ततो वास्तव्य एव कार्य्यते।, इतरस्तूपाध्यायादिभ्यो दीयते इति, 10 ટીકાર્થ : ચારિત્રવિષયકોપ સંપદા બે પ્રકારે છે ૧. વૈયાવૃત્ય માટે અને ૨. વિશિષ્ટ તપ માટે. શંકા બે માટે ઉપસંપદા શા માટે સ્વીકારવાની જરૂર છે? પોતાના ગચ્છમાં જ રહીને વૈયાવૃત્ય કે તપ કેમ કરે નહીં? સમાધાન : ગચ્છનું સાધુનું) સીદવું વગેરે દોષોને કારણે પોતાના ગચ્છમાંથી અન્યગચ્છમાં ગમન થાય છે. “આદિ” શબ્દથી અન્યભાવાદિનું ગ્રહણ કરવું. (અર્થાત્ સ્વગચ્છમાં વૈયાવચ્ચ 15. કરનારા અન્ય સાધુની વિદ્યમાનતા છે માટે બીજા ગચ્છમાં વૈયાવચ્ચ માટે જાય. આ જ રીતે તપાદિ માટે પણ સમજી લેવું.) li૭૧૮ ગાથાર્થ : વૈયાવચ્ચમાં ઇવરાદિના વિકલ્પો જાણવા. તથા ક્ષપણામાં – અવિકૃષ્ટ કે વિકૃષ્ટતપમાં આચાર્ય ગચ્છને પૂછે. * વૈયાવચ્ચ-ઉપસંપદા * ટીકાર્થ : અહીં ચારિત્ર માટે કોઈક સાધુ (અન્ય ગચ્છના) આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. તે વૈયાવૃત્ય કરનારો ઇત્વર અને માવજીવ એમ બે પ્રકારે હોય છે. આ બાજુ એ આચાર્યની વૈયાવચ્ચ કરનારો સ્વગચ્છમાં હોય અથવા ન હોય, તેમાં આ વિધિ જાણવી. સ્વગચ્છમાં જો આચાર્યની વૈયા. કરનારો હોય નહીં તો અન્ય ગચ્છમાંથી વૈયા. માટે આવેલા સાધુને સ્વીકારે. 25 સ્વગચ્છમાં આચાર્યની સેવા કરનારો હોય પરંતુ તે બે પ્રકારે હોઈ શકે + અલ્પકાળ માટે હોય અથવા યાવજીવ સુધી સેવા કરનારો હોય. આ જ રીતે બીજા ગચ્છમાંથી આવેલો આગન્તુક પણ અલ્પકાળ માટે કે માવજીવ માટે હોઈ શકે. તેમાં જો વાસ્તવ્ય અને આગન્તુક બંને માવજીવ સેવા માટે તૈયાર હોય તો જે લબ્ધિમાન (આચાર્ય માટે પ્રાયોગ્ય આહાર-પાણી વગેરે સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરવાની લબ્ધિવાળો) હોય તે વૈયાવચ્ચી તરીકે કરાય છે. જ્યારે બીજો ઉપાધ્યાયાદિને સેવા 30 માટે અપાય છે. અને એવું કે બંને લબ્ધિમાન હોય તો વાસ્તવ્ય સાધુ જ વૈયાવચ્ચ કરનારો થાય 20
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy