SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ % કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) પરિશિષ્ટ-૨ (૧) પુંડરીક-કંડરીકની કથા (ગા. ૭૬૪માં આપેલ કથાનો વિસ્તાર) પદ્મ કમલપત્ર સરખા ઉજ્જવલ ગુણવાળા વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતીનામના વિજયમાં, પોતાની 5 ઋદ્ધિ-સમૃદ્ધિથી અમરપુરીને પણ જિતનાર એવી પુંડરગિરિનામની પુરીમાં ઉજ્જવલ કીર્તિવાળા પુંડરીકનામના રાજા હતા. તેમને કંડરીકનામનો નાનો બંધ હતો. ભવના દુઃખથી અત્યંત વૈરાગ્ય પામેલા મોટાભાઈએ નાના ભાઈને કહ્યું કે, “હે ભાઈ ! મારે દીક્ષા ગ્રહણ કરવી છે, તો તું આ રાજય ગ્રહણ કર.” પરંતુ આપેલા રાજયનો નિષેધ કરીને પોતે દીક્ષા અંગીકાર કરી. અસિધારા સરખું આકરું તીક્ષણ ચારિત્ર અને તપનું સેવન કરતાં કરતાં અંત-પ્રાન્ત ભિક્ષાનું ભોજન કરીને 1() પોતાનું સુકુમાર શરીર પણ નિર્બળ કર્યું અને તેને રોગ ઉત્પન્ન થયા. આવા પ્રકારનું તેનું શરીર દુર્બળ બની ગયું છે, એવી જ સ્થિતિમાં ગુરુની સાથે વિહાર કરતાં કરતાં પોતાની જ નગરીમાં આવી પહોંચ્યા. પુંડરીકરાજાને આવવાના સમાચાર મળતાં જ તે મોટા પરિવાર સાથે બહુમાનપૂર્વક વંદન કરવા નીકળ્યો, વંદન કર્યું. કંડરીકભાઈ-મુનિની તેવી બિમારીવાળી અવસ્થા દેખીને ગુરુને વિનંતી કરી કે, “ચિકિત્સા વગર લાંબા કાળે પણ આનો રોગ જશે નહીં અને સાજો થશે નહીં. 15 બીજાં અહીં ઉદ્યાનમાં રહેલાની ચિકિત્સા કોઈ પણ પ્રકારે બની શકે નહીં. તો કેટલાક યોગ્ય સાધુઓની સાથે કંડરીકમુનિને મારા રાજભવનમાં આપ મોકલો, જેથી તેને યોગ્ય વૈદ્ય-ષધાદિકથી તેનો પ્રતિકાર કરી શકાય, તેમ જ પથ્યાદિક પદાર્થો પણ મેળવી શકાય. ગુરુએ અનુજ્ઞા આપી, એટલે રોગના ચાર પાયારૂપ ઉપાયો શરૂ કર્યા અને વૈદ્યોએ તેને નિરોગી કર્યો. રોગ મટાડવા માટે ક્રિયાના ચાર પાયા જણાવેલા છે, તે આ પ્રમાણે-૧ વૈદ્ય, ૨ દ્રવ્યો, 20 ૩ ઉપસ્થાતા=સેવા કરનાર અને ૪ રોગી. (૯૯) આ ચાર પાદ જણાવ્યા. (૧) વૈદ્ય - વૈદકશાસ્ત્રના અર્થોનો ઊંડાણથી જાણકાર અને ચતુર હોય, નજર પહોંચાડી કાર્ય કરનારો હોય, પવિત્ર-નિસ્વાર્થી, રોગી પ્રત્યે હિતબુદ્ધિવાળો હોય. (૨) ઔષધ - ઘણાં કલ્પવાળું, ઘણાં ગુણ કરનારું, યોગ્ય પ્રાપ્ત થયેલું હોય. (૩) સેવા કરનાર અનુરાગવાળો, પવિત્ર આશયવાળો, ચતુર અને બુદ્ધિશાળી હોય. (૪) રોગી – ધનવાન, વૈદ્યને આધીન રહેનાર હોય, 25 વૈદ્યને પોતાની સર્વ વસ્તુ જણાવનાર હોય,પણ છુપાવનાર ન હોય, તેમજ ધીરજવાન-સહનશીલસત્ત્વવાન હોય.” રાજભુવનમાં આહાર ગ્રહણ કરવાના કારણે સુખશીલપણું આવી ગયું, તેજ જ ભોજનવિધાનથી સાધુધર્મમાં પણ શિથિલતા-પ્રમાદ આવી ગયા. સહવાસી સર્વ સાધુઓ વિહાર કરી ગયા,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy