SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રાપ્તિમાં પણ નિર્જરાનો લાભ તથા મિથ્યાકારસામાચારી (નિ. ૬૮૧-૬૮૨) संजमजोए अब्भुट्ठियस्स सद्धाऍ काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अद्दीणमणसस्स ॥ ६८१ ॥ व्याख्या : 'संयमयोगे संयमव्यापारे अभ्युत्थितस्य तथा 'श्रद्धया' मनः प्रसादेन इहलोकपरलोकाशंसां विहाय कर्त्तुकामस्य, किम् ? –' लाभो चेव तवसिस्स त्ति प्रकरणान्निर्जराया लाभ एव तपस्विनो भवति अलब्ध्यादौ, अदीनं मनोऽस्येति अदीनमनास्तस्यादीनमनस इति 5 ગાથાર્થ: II દ્વાર ? । इदानीं मिथ्याकारविषयप्रतिपादनायाह ૨૭ संजमजोए अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एतंति वियाणिऊण मिच्छत्ति कायव्वं ॥ ६८२ ॥ व्याख्या : संयमयोगः–समितिगुप्तिरूपस्तस्मिन्विषयभूतेऽभ्युत्थितस्य सतः यत्किञ्चिद्वितथम् - 10 अन्यथा आचरितम्-आसेवितं, भूतमिति वाक्यशेषः, 'मिथ्या एतदिति' विपरीतमेतदित्येवं विज्ञाय किम् ? – मिच्छत्ति कायव्वं' मिथ्यादुष्कृतं दातव्यमित्यर्थः । संयमयोगविषयायां च प्रवृत्तौ वितथासेवने मिथ्यादुष्कृतं दोषापनयनायालं, न तूपेत्यकरणगोचरायां नाप्यसकृत्करणगोचरायामिति થાયાર્થ: ॥ 4 ગાથાર્થ : સંયમયોગમાં ઉદ્યમવાળા, શ્રદ્ધાથી કાર્ય કરવાની ઇચ્છાવાળા અને અદીનમનવાળા 15 એવા તપસ્વીને લાભ જ થાય છે. ટીકાર્થ : સંયમવ્યાપારમાં ઉદ્યમવાળા તથા શ્રદ્ધાવડે=મનની પ્રસન્નતાથી ઇહલોક–પરલોકની આશંસા વિના કાર્ય કરવાની ઇચ્છાવાળાને શું થાય છે ? તે કહે છે– લબ્ધિ ન હોય તો પણ તેવા તપસ્વીને નિર્જરાનો લાભ જ થાય છે. (આ તપસ્વી કેવા છે ? તે કહે છે) અદીન મન છે જેમનું તેવા. II૬૮૧॥ 20 * મિથ્યાકાર–સામાચારી * અવતરણિકા : હવે મિથ્યાકારના વિષયોનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : સંયમયોગમાં ઉદ્યમવાળાને જે કાંઈ પણ ખોટું આચરણ થયું, તેનું “આ ખોટું છે” એમ જાણીને મિથ્યાદુષ્કૃત કરવું (તે મિથ્યાકાર કહેવાય છે.) ટીકાર્થ :– વિષયભૂત (વ્યક્તિ જે ઉદ્યમ કરે છે, તે ઉદ્યમ સંયમયોગમાં કરવાનો હોવાથી 25 ઉદ્યમનો વિષય સંયમયોગ છે તેથી તે સંયમયોગ વિષયભૂત કહેવાય છે.) એવા સમિતિ—ગુતિરૂપ સંયમયોગને વિશે ઉદ્યમવાળા સાધુનું જે કાંઈપણ વિપરીત આચરણ થયું છે, તેનું “આ વિપરીત = ખોટું થયું’ એમ જાણીને મિચ્છામિદુક્કડં દેવા યોગ્ય છે. અહીં ભાવાર્થ એ છે કે – સંયમયોગવિષયક પ્રવૃત્તિ કરતા (અનાભોગાદિ કારણે) વિપરીત આચરણ થતાં અપાતું મિચ્છામિ દુક્કડં દોષને દૂર કરવા સમર્થ છે. પરંતુ જાણી જોઈને ( પેત્ય ) કરેલા વિપરીત આચરણનું કે વારંવાર થતાં વિપરીત 30 આચરણનું અપાતું મિચ્છામિ દુક્કડં તે દોષને દૂર કરવા સમર્થ બનતું નથી. ૬૮૨
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy