SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) शतपृथक्त्वमष्टभिर्गुणितं सहस्रपृथक्त्वं भवतीत्यवयवार्थः ॥८५८॥ द्वारं ॥ स्पर्शनाद्वारमधुना, तत्रेयं गाथा सम्मत्तचरणसहिया सव्वं लोगं फुसे णिरवसेसं । सत्त य. चोद्दसभागे पंच य सुयदेसविरईए ॥८५९॥ व्याख्या : 'सम्यक्त्वचरणसहिताः' सम्यक्त्वचरणयुक्ताः प्राणिन उत्कृष्टतः सर्वं लोकं स्पृशन्ति, किं बहिर्व्याहृया ?, नेत्याह-'निरवशेषम्' असङ्ख्यातप्रदेशमपि, एते च केवलिसमुद्घातावस्थायामिति, जघन्यतस्त्वसङ्ख्येयभागमिति । तथा--'सत्त य चोद्दसभागे पंच य सुयदेसविरईए' त्ति श्रुतसामायिकसहिताः सप्त चतुर्दशभागान् स्पृशन्ति, अनुत्तरसुरेष्विलिकागत्या समुत्पद्यमानाः, चशब्दात् पञ्च तमःप्रभायां, देशविरत्या सहिताः पञ्च चतुर्दशभागान् स्पृशन्तीति, 10 अच्युते उत्पद्यमानाः, चशब्दात् द्वयादींश्चान्यत्रेति, अधस्तु ते न गच्छन्त्येव घण्टालालान्यायेनापि तं परिणाममपरित्यज्येति गाथार्थः ॥८५९॥ આઠવડે ગુણતા (૮ X ૯૦૦ = ૭૨૦) હજારપૃથકૃત્વ આવે, ૫૮૫૮ અવતરણિકા : હવે “સ્પર્શના' દ્વારને કહે છે ? ગાથાર્થ સમ્યકત્વ અને ચારિત્રયુક્ત જીવો સંપૂર્ણતાથી સર્વ લોકને સ્પર્શે છે. શ્રુતસહિતના 15 જીવો સાત એવા ચૌદભાગોને તથા દેશવિરતજીવો પાંચ એવા ચૌદભાગોને સ્પર્શે છે. ટીકાર્થઃ સમત્વ અને સર્વવિરતિથી યુક્ત જીવો ઉત્કૃષ્ટથી સર્વ લોકને સ્પર્શે છે. શું બહારથી વીંટળાઈને જ લોકને સ્પર્શે છે? ના,સંપૂર્ણતાથી અર્થાત્ લોકના દરેક પ્રદેશને સ્પર્શે છે. એટલે કે આ જીવો કેવલી–સમુદ્ધાતઅવસ્થામાં સંપૂર્ણલોકને સર્વ આત્મપ્રદેશોવડે સ્પર્શે છે. જઘન્યથી લોકના અસંખ્યાતમાભાગને સ્પર્શે છે. 20 તથા શ્રુતસામાયિકવાળા જીવો સાત એવા ચૌદભાગોને સ્પર્શે છે. (અર્થાત ૧૪ રાજલોકના એકેક રજુ પ્રમાણ ચૌદભાગ પાડવા, તેમાંથી સાત ભાગોને સ્પર્શે છે. તે ક્યારે સ્પર્શે ? તે કહે છે –) મનુષ્યલોકમાંથી ઇલિકાગતિએ અનુત્તરદેવલોકમાં જીવ જ્યારે ઉત્પન્ન થતો હોય ત્યારે સ્પર્શે. તથા “ચ” શબ્દથી એ સમજવું કે જયારે તમ પ્રભાનામની છઠ્ઠી નરકમાં શ્રુતજ્ઞાની ઇલિકાગતિથી ઉત્પન્ન થતાં હોય ત્યારે પાંચ એવા ચૌદભાગોને સ્પર્શે છે. 25 દેશવિરતિ સહિત ઇલિકાગતિથી અશ્રુતદેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે દેશવિરતજીવ પાંચ એવા ચૌદભાગોને સ્પર્શે છે. તથા “ચ' શબ્દથી એ જાણવું કે અશ્રુત સિવાય અન્ય નીચેના દેવલોકાદિમાં ઉત્પન્ન થાય ત્યારે બે વગેરે ભાગોને સ્પર્શે છે. દેશવિરતજીવો ‘ઘંટાલાલા ન્યાયવડે પણ (અર્થાતુ ઘટમાં વચ્ચે રહેલ લોલક જેમ બંને બાજુ સ્પર્શે તેમ) દેશવિરતિના પરિણામને છોડ્યા વિના અધોલોકમાં જતા નથી, (અર્થાત્ જેમ દેશવિરતિના પરિણામને લઈ ઊર્ધ્વલોકમાં જાય છે, 30 તેમ અધોલોકમાં આવતા નથી તેથી “ઘંટાલાલા ન્યાય વડે પણએમ કહ્યું છે. માટે અધોલોકમાં કેટલા ભાગોને સ્પર્શે ? એ વિચાર કરવાનો રહેતો નથી.) ૧૮૫૯ / I૮૫
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy