SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આહારકાદિ વારો નિ. ૮૧૫) # ૨૩૭ इत्यर्थः, स हि चतुर्णामपि प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेति वाक्यशेषः, मिश्रः खल्वानापानपर्याप्त्याऽपर्याप्तो भण्यते, तत्र प्रतिपत्तिमङ्गीकृत्य प्रतिषेधः, नासौ चतुर्णामपि प्रतिपद्यमानकः सम्भवतीति भावना, 'दुविहपडिवन्नो' त्ति स एव द्विविधस्य सम्यक्त्वश्रुतसामायिकस्य प्रतिपन्नः-पूर्वप्रतिपन्नो भवति, देवादिर्जन्मकाल इति, अथवा 'मिश्रः' सिद्धः, तत्र चतुर्णामप्युभयथाऽपि प्रतिषेधः द्विविधस्य दर्शनचारित्रसामायिकस्य शैलेशीगतः पूर्वप्रतिपन्नो भवति, असावपि च तावन्मिश्र एवेति । दृष्टौ विचार्यमाणायां द्वौ नयौ खलु विचारकौ-व्यवहारो निश्चयश्चैव, तत्राद्यस्य सामायिकरहितः सामायिकं प्रतिपद्यते, इतरस्य तद्युक्त एव, क्रियाकालनिष्ठाकालयोरभेदादिति गाथार्थः ॥८१४॥ गतं द्वारद्वयं, साम्प्रतमाहारकपर्याप्तकद्वारद्वयं प्रतिपादयन्नाह आहारओ उ जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेव य पज्जत्तो सम्मत्तसुए सिया इयरो ॥८१५॥ પર્યાપ્તિથી યુક્ત. આ જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક સંભવે છે અને પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે. મિશ્ર એટલે કે જે શ્વાસોચ્છવાસપર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે. આ જીવ પ્રાપ્તિને આશ્રયી હોતો નથી અર્થાત્ વિવક્ષિતકાળે મિશ્રજીવ ચારમાંથી કોઈ સામાયિક સ્વીકારનારો હોતો નથી. તે જ મિશ્ર જીવ સમ્યક્ત્વ-શ્રુતસામાયિકનો દેવાદિના ભવમાં જન્મકાળે પૂર્વપ્રતિપન્ન હોય છે. 15 અથવા મિશ્ર તરીકે સિદ્ધના જીવ જાણવા. તેઓ ચારે સામાયિકના પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાનક હોતા નથી. અથવા શૈલેશી અવસ્થાને પામેલા અયોગી કેવલી સમ્યકત્વ અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન છે. આ અયોગી કેવલી પણ મિશ્ર જ છે. (શરીરવ્યાપારથી રહિત હોવાથી તેઓ ઉચ્છવાસ – નિઃશ્વાસ વિનાના છે. માટે મિશ્ર છે.) દૃષ્ટિની (નાની) વિચારણા કરતા બે પ્રકારના નો છે – વ્યવહાર અને નિશ્ચય, તેમાં વ્યવહારનયને મતે સામાયિક વિનાનો 20 જીવ' સામાયિક સ્વીકારે છે. જયારે નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ માનતો હોવાથી સામાયિકવાળો જીવ જ સામાયિક સ્વીકારે છે. (આશય એ છે કે- આ નય “જિયHI વૃત” માને છે. તેથી જે સમયે જીવ સામાયિક પામી રહ્યો હોય તે સમયે તે જીવ સામાયિક પામી ગયો એમ આ નયનું કહેવું છે. તેથી જે સમયે સામાયિક પામી રહ્યો તે સમયે તે જીવ સામાયિક- વાળો જ કહેવાય છે. જ્યારે વ્યવહારનય 25 તં-માનતો હોવાથી જે સમયે સામાયિક પામી રહ્યો છે તેના પછીના સમયે જ સામાયિક પિામ્યો એમ માને છે. તેથી જે સમયે સામાયિક પામી રહ્યો છે તે સમયે આ નયના મતે તે જીવ સામાયિક વિનાનો છે, અને માટે વ્યવહારનય કહેશે કે સામાયિક વિનાનો જીવ સામાયિક પામે છે. જ્યારે નિશ્ચયનય કહેશે કે સામાયિકવાળો (જીવ) સામાયિક પામે છે.) બંને દ્વાર કહ્યા. II૮૧૪માં અવતરણિકા : હવે આહારક અને પર્યાપ્તક, આ બે હારનું પ્રતિપાદન કરતા કહે છે કે 30 ગાથાર્થ : આહારક જીવ ચારમાંથી કોઇક સામાયિકને સ્વીકારે છે. એ જ પ્રમાણે પર્યાપ્તક જીવમાં જાણવું. અનાહારક અને અપર્યાપ્તક જીવ સમ્યકત્વ-શ્રુતનો (પૂર્વપ્રતિપન્ન) હોઈ શકે.
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy