________________
બીજો નિહ્નવવાદ (ભા. ૧૨૭)
૧૭૫
भवदभिमतोऽन्त्यप्रदेशोऽप्यजीवः, अन्यप्रदेशतुल्यपरिमाणत्वात्, प्रथमादिप्रदेशवत्, प्रथमादिप्रदेशो वा जीवः, शेषप्रदेशतुल्यपरिमाणत्वाद्, अन्त्यप्रदेशवत्, न च पूरण इतिकृत्वा तस्य जीवत्वं युज्यते, एकैकस्य पूरणत्वाविशेषाद्, एकमपि विना तस्यासम्पूर्णत्वमित्येवमप्युक्तो यदा न प्रतिपद्यते ताहे से काउस्सग्गो कतो, एवं सो बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिनिवेसेण य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणो वुप्पाएमाणो गतो आमलकप्पं नगरिं, तत्थ अंबसालवणे 5 ठितो, तत्थ मित्तसिरी नाम समणोवासओ, सो जाणइ - जहेस निण्हओ, अण्णया कयाइ तस्स संखडी जाता, ताहे तेण निमंतिओ - तुब्भेहिं सयमेव घरं आगंतव्वं, ते गता, ताहे तस्स निविट्ठस्स विउला खज्जगविही नीणिता, ताहे सो ताओ एक्केक्काओ खंड खंडं देइ, एवं कूरस्स कुसणस्स
એવું માનવાથી જીવનો અભાવ થવાનો પ્રસંગ આવે. કેવી રીતે ?” તે આ પ્રમાણે— તને માન્ય એવો અંતિમ પ્રદેશ પણ પ્રથમાદિ પ્રદેશોની જેમ અજીવ જ છે, કારણ કે તે અન્યપ્રદેશો સાથે 10 તુલ્ય પરિમાણવાળો છે. અથવા જો અંતિમપ્રદેશ એ જીવ છે તો પ્રથમાદિ પ્રદેશ પણ અંતિમપ્રદેશની જેમ શેષપ્રદેશો સાથે તુલ્ય પરિમાણવાળો હોવાથી એ જીવ છે.
તિષ્યગુપ્ત ઃ- અંતિમપ્રદેશ પૂરણ હોવાથી તે જીવ છે. (જેમ ૧૦૮ મણકાવાળી નવકા૨વાળીમાં છેલ્લો એક મણકો પોરવવામાં આવે ત્યારે તે ૧૦૮ મણકાવાળી નવકારવાળી કહેવાય છે તેથી તે મણકો પૂરણ કહેવાય છે.તેમ અહીં પણ જાણવું.)
જ
સ્થવિરો : પૂરણ હોવા માત્રથી તે જીવ ગણાતો નથી કારણ કે દરેકે-દરેક આત્મપ્રદેશો પૂરણ તરીકે હોય જ છે. (અર્થાત્ જેમ નવકારવાળીમાં દરેક મણકો પૂરણ હોય જ છે કારણ કે ૧ પણ મણકો ન હોય તો ૧૦૮ પૂરા થાય નહીં. તેમ આત્મપ્રદેશોમાં પણ દરેક આત્મપ્રદેશ પૂરણ જ હોય છે.) તે પણ એટલા માટે કે એક પણ આત્મપ્રદેશ વિના જીવનું સંપૂર્ણપણું ઘટી શકતું નથી. આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તે સ્વીકારતો નથી ત્યારે સ્થવિરોએ તેનો ત્યાગ કર્યો.
15
20
પછી તે ઘણી અસદ્ભુત વસ્તુઓનું ઉદ્ભાવન કરવાવડે અને મિથ્યાભિનિવેશવડે પોતાનેબીજાને અને તદુભયને ભ્રમિત કરતો કરતો આમલકપ્પાનગરીમાં ગયો. ત્યાં આમ્રશાલવનમાં રહ્યો. તે નગરીમાં મિત્રશ્રી નામે એક શ્રાવક હતો. તે જાણે છે કે– આ નિર્ભવ છે. એકવાર તેના ઘરે જમણવાર હતો. તેણે તિષ્યગુપ્તને આમંત્રણ આપ્યું કે—“તમારે સ્વયં ઘરે આવવું.' તે ગયો. ઘરમાં પ્રવેશેલા તેની સામે વિપુલ પ્રમાણમાં જુદી જુદી ખાદ્યવસ્તુઓ લાવવામાં આવી. ત્યારે તે શ્રાવક 25 બધી વસ્તુઓમાંથી ટુકડો ટુકડો વહોરાવે છે. એ પ્રમાણે તેને ભાતમાંથી, વ્યંજનમાંથી થોડું થોડું
३. तदा तस्य कायोत्सर्गः कृतः, एवं स बहुभिरसद्भावोद्भावनाभिर्मिथ्यात्वाभिनिवेशेन चात्मानं परं च तदुभयं च व्युद्ग्राहयन् व्युत्पादयन् गत आमलकल्पां नगरीं, तत्र आम्रशालवने स्थितः, तत्र मित्र श्रीर्नाम श्रमणोपासकः, स जानाति यथैष निह्नव, अन्यदा कदाचित् तस्य (गृहे ) संखडी जाता, तदा तेन निमन्त्रितः - युष्माभिः स्वयमेव गृहमागन्तव्यं, ते गताः, तदा तस्यनिविष्टस्यविपुलः खाद्यकविधि - 30 रानीतः, तदा स तस्मात् एकैकस्मात् खण्डं खण्डं ददाति, एवं कूरस्य कुसिणस्य (व्यञ्जनस्य )