SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમનિÁવ જમાલિ (નિ. ૭૮૩) 'क्रियमाणं कृत' मित्येतद् भगवद्वचनं वितथं, प्रत्यक्षविरुद्धत्वात्, अश्रावणशब्दवचनवत्, प्रत्यक्षविरुद्धता चास्यार्धसंस्तृतसंस्तारासंस्तृतदर्शनात्, ततश्च क्रियमाणत्वेन प्रत्यक्षसिद्धेन कृतत्वधर्मोऽपनीयत इति भावना, ततो यद् भगवानाह तदनृतं, किन्तु कृतमेव कृतमिति, एवं पर्यालोच्यैवमेव प्ररूपणां चकारेति, स चेत्थं प्ररूपयन् स्वगच्छस्थविरैरिदमुक्तः - हे आचार्य ! 'क्रियमाणं कृत' मित्यादि भगवद्वचनमवितथमेव, नाध्यक्षविरुद्धं, यदि क्रियमाणं क्रियाविष्टं कृतं 5 नेष्यते ततः कथं प्राक्क्रियाऽनारम्भसमय इव पश्चादपि क्रियाऽभावे तविष्यत इति, सदा प्रसङ्गात्, क्रियाऽभावस्याविशिष्टत्वात्, तथा यच्चोक्तं भवता 'अर्द्धसंस्तुतसंस्तारासंस्तृतदर्शनात् ' तदप्ययुक्तं, यतो यद् यदा यत्राकाशदेशे वस्त्रमास्तीर्यते तत्तदा तत्रास्तीर्णमेव, एवं पाश्चात्यवस्त्रास्तरणसमये છે એમ વિચારવા લાગ્યા. ૧૭૧ તેમણે વિચાર્યું કે— “યિમા તે” વગેરે ભગવાનનું વચન ખોટું છે, કારણ કે પ્રત્યક્ષથી 10 વિરુદ્ધ છે. જેમ કોઈ કહે કે “શબ્દ એ શ્રવણયોગ્ય નથી.” આ વચન જેમ પ્રત્યક્ષથી વિરુદ્ધ હોવાથી ખોટું છે તેમ, અર્ધ પથરાયેલ સંથારો પથરાયેલો દેખાતો નથી તેથી કરાતો (પથરાતો) હોય તે કરાયો (પથરાયો) એવું વચન પણ પ્રત્યક્ષવિરુદ્ધ છે. માટે પ્રત્યક્ષસિદ્ધ એવા ક્રિયમાણત્વધર્મવડે કૃતત્વધર્મ દૂર કરાય છે. (અર્થાત્ સામે વસ્તુ થઈ રહી છે એ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી તે વસ્તુ થઈ ગઈ એવું કહેવું એ પ્રત્યક્ષથી બાધિત છે.) માટે ભગવાન જે કહે છે તે ખોટું છે. ખરેખર 15 તો જે થઈ ગયું હોય તે જ થયું કહેવાય. આ પ્રમાણે વિચારીને તેણે એ પ્રમાણે જ પ્રરૂપણા કરવાની શરૂ કરી. આ રીતે પ્રરૂપણા કરતા જમાલિને પોતાના ગચ્છના જ સ્થવિરસાધુઓએ આ પ્રમાણે કહ્યું : સ્થવિરો : હે આચાર્ય ! ‘‘યિમાળ ત’” વગેરે ભગવાનનું વચન સાચું જ છે. તે પ્રત્યક્ષવિરુદ્ધ નથી. જો ક્રિયમાણ અર્થાત્ ક્રિયાથી યુક્ત વસ્તુ કૃત તરીકે ન માનો તો પૂર્વ ક્રિયાના અનારંભસમયની 20 જેમ પછી પણ ક્રિયાના અભાવમાં તે વસ્તુ કૃત તરીકે કેવી રીતે મનાય ? (કહેવાનો આશય એ છે કે - ધારો કે કુંભાર ઘટ બનાવવા માટેની ક્રિયાનો આરંભ જે ક્ષણે કરે છે તેની પૂર્વક્ષણ એ ક્રિયાના અનારંભનો સમય છે. આ પૂર્વક્ષણે ક્રિયા જ શરૂ થઈ ન હોવાથી ક્રિયાનો અભાવ છે. જેમ આ પૂર્વક્ષણે ક્રિયાનો અભાવ હોવાથી ઘટરૂપ કાર્ય થતું નથી તેમ ક્રિયાની પૂર્ણાહુતિ પછીની ક્ષણે પણ ક્રિયાનો અભાવ હોવાથી કાર્ય થશે નહીં કારણ કે ક્રિયારંભપૂર્વેનો ક્રિયા-અભાવ અને 25 ક્રિયાપૂર્ણાહુતિ પછીનો ક્રિયા-અભાવ સરખો જ છે. તેમાં કોઈ ભેદ નથી. એટલે ક્રિયા પછી જો ક્રિયા-અભાવ હોવા છતાં કાર્ય માનશો, તો ક્રિયા-આરંભ પૂર્વે પણ ક્રિયાના અભાવમાં કાર્ય માનવું પડશે, એટલે કે સદા કાર્ય હોવાની આપત્તિ આવશે. વળી તમે જે કહ્યું હતું કે “અર્ધ પથરાયેલ સંથારો પથરાયેલ દેખાતો નથી” તે પણ અયુક્ત છે કારણ કે જે વસ્ત્ર જ્યારે જે આકાશદેશમાં પથરાય છે, ત્યારે તે વસ્ર તેટલા આકાશપ્રદેશમાં 30 પથરાયેલું જ કહેવાય છે. આ પ્રમાણે છેલ્લા વસ્ત્ર પાથરવાના સમયે સંથારો પથરાઈ ગયો જ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy