SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) . यदुक्तम्-'अनुयोगस्ततः कृतश्चतुर्द्धति, तत्रानुयोगचातुर्विध्यमुपदर्शयन्नाह मूलभाष्यकार: कालियसुयं च इसिभासियाई तइओ य सूरपण्णत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो ॥१२४॥ (मू.भा) व्याख्या : कालिकश्रुतं चैकादशाङ्गरूपं, तथा ऋषिभाषितानि-उत्तराध्ययनादीनि, 'तृतीयश्च' 5 कालानुयोगः, स च सूर्यप्रज्ञप्तिरिति, उपलक्षणात् चन्द्रप्रज्ञप्त्यादि, कालिकश्रुतं चरणकरणानुयोगः, ऋषिभाषितानि धर्मकथानुयोग इति गम्यते, सर्वश्च दृष्टिवादश्चतुर्थो भवत्यनुयोगः, द्रव्यानुयोग इति हृदयमिति गाथार्थः ॥ ____ तत्र ऋषिभाषितानि धर्मकथानुयोग इत्युक्तं, ततश्च महाकल्पश्रुतादीनामपि ऋषिभाषितत्वाद् એ જ મુક્તિનું કારણ છે કે ક્રિયા એ જ મુક્તિનું કારણ છે એવું એકાંતે પ્રતિપાદન કરનારા 10 જ્ઞાનનય-ક્રિયાનયનો પરસ્પર વિરોધ માને છે. આવા અપરિણામી કે અતિપરિણામી જીવો મિથ્યાત્વને ન પામે, તથા જે પરિણામી જીવો છે તે જો કે મિથ્યાત્વને પામવાના નથી પરંતુ નયોવડે જે સૂક્ષ્મપદાર્થોની વિચારણા કરાય છે તે સૂક્ષ્મપદાર્થોને ગ્રહણ કરવામાં નયોને કારણે મુશ્કેલી પડતી હોવાથી આર્યરક્ષિતસૂરિએ કાલિકશ્રુતમાંથી નવિભાગ કાઢી નાંખ્યો. અહીં કાલિકશ્રુતના ઉપલક્ષણથી સર્વશ્રુત ગ્રહણ કરવું, તથા નવિભાગ એટલે વિસ્તારથી નયોની 15 વ્યાખ્યા.) I૭૭૫-૭૭૬ll અવતરણિકા : પૂર્વે જે કહ્યું કે-“ચાર પ્રકારે અનુયોગ કરવામાં આવ્યો” તે ચાર પ્રકારના અનુયોગને દેખાડતા મૂળભાષ્યકાર કહે છે ? ગાથાર્થ : કાલિકશ્રુત, ઋષિભાષિતાદિ, ત્રીજો સૂર્યપ્રજ્ઞપ્તિ અને સર્વદૃષ્ટિવાદ એ ચોથો અનુયોગ છે. 20 ટીકાર્થ : અગિયાર અંગરૂપ કાલિકશ્રુત છે. તથા ઋષિભાષિતાદિ તરીકે ઉત્તરાધ્યયનાદિ જાણવા. ત્રીજો એટલે કે કાલાનુયોગ, અને તે સૂર્યપ્રજ્ઞપ્તિ છે. અહીં ઉપલક્ષણથી ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે લેવા. કાલિકશ્રુત એ ચરણકરણાનુયોગ છે, ઋષિભાષિત એ ધર્મકથાનુયોગ છે. સર્વદષ્ટિવાદ એ ચોથો એટલે કે દ્રવ્યાનુયોગ છે. (ટીકાનો અન્વય + કાંલિકશ્રુત એ ચરણ-કરણાનુયોગ છે, ઋષિભાષિત એ ધર્મકથાનુયોગ છે, સૂર્ય-પ્રજ્ઞપ્તિ-ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે કાલાનુયોગ અને દૃષ્ટિવાદ 25 એ દ્રવ્યાનુયોગ છે. આ પ્રમાણે આર્યરક્ષિતસૂરિએ ચાર વિભાગ પાડ્યા. તે પહેલા દરેક સૂત્રમાં ચારે અનુયોગનું વર્ણન એકસાથે થતું, જયારે હવે જે સૂત્રમાં જે અર્થ સ્પષ્ટ પણે નીકળતો હોય તે સૂત્રના તે અર્થનું જ નિરૂપણ થાય છે શેષ ત્રણ અનુયોગના અર્થને કરવામાં આવતા નથી. છતાં કરવા હોય તો સામે શ્રોતાને આશ્રયી ગુરુ તે તે અર્થો પણ કહી શકે છે.) ૧૨૪ો. અવતરણિકા : જે ગ્રંથો ઋષિઓવડે કહેવાયા છે, તે ધર્મકથાનુયોગ કહ્યા. તેથી 30 મહાકલ્પશ્રુતાદિ પણ દષ્ટિવાદમાંથી ઉદ્ધરીને ઋષિઓએ કહેલા હોવાથી મહાકલ્પશ્રુતાદિ પણ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy