SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગોનું પૃથક્કરણ (નિ. ૭૭૬) : ૧૫૯ संण्णायघरे नाणुप्पेहियं, अतो मम अज्झरंतस्स नवमं पुव्वं नासिहिति, ताहे आयरिया चिंतेतिजइ ताव एयस्स परममेहाविस्स एवं झरंतस्स नासइ अन्नस्स चिरनटुं चेव-अतिसयकओवओगो मतिमेहाधारणाइपरिहीणे । नाऊण सेसपुरिसे खेत्तं कालाणुभावं च ॥१॥ सोऽणुग्गहाणुओगे वीसुं कासी य सुयविभागेण । सुहगहणादिनिमित्तं णए य सुणिगूहियविभाए ॥२॥ सविसयमसद्दता नयाण. तंमत्तयं च गेण्हंता । मन्नंता य विरोहं अप्परिणामाइपरिणामा ॥३॥ गच्छिज्ज मा हु 5 मिच्छं परिणामा य सुहमाऽइबहुभेया । होज्जाऽसत्ता घेत्तुं ण कालिए तो नयविभागो ॥४॥' પુનરાવર્તન નહીં કરતાં મારું નવમું પૂર્વ નાશ પામશે.” ત્યારે આચાર્ય વિચારે છે કે–“પરમમેધાવી એવા પણ આને પુનરાવર્તન કરવા છતાં જો ભૂલાઈ જાય છે તો અન્યોને (પુનરાવર્તન નહીં કરનારાઓને) પૂર્વે જ નષ્ટ થઈ જશે. (આમ વિચારી આચાર્ય શ્રુતનો ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે ભવિષ્યમાં શિષ્યવર્ગ વધુ નબળો પડશે અને અભ્યાસમાં તકલીફ ઊભી થશે. તેથી તેમને 10 અનુયોગના ચાર વિભાગ કર્યા એ વાતને ભાષ્યગાથાઓ દ્વારા જણાવે છે.) - “શ્રુતના અતિશયમાં મૂકેલ છે ઉપયોગ જેમણે એવા તે આર્યરક્ષિતે પોતાના સિવાયના) શેષપુરુષોને મતિ-ધા-ધારણાદિમાં હીન જાણીને તથા ક્ષેત્ર-કાળના પ્રભાવને જાણીને (શિષ્યો ઉપર) અનુગ્રહ કરવા માટે શ્રુતના વિભાગવડે (આગળ કહેવાતા શ્રુતવિભાગવડ) અનુયોગોને જુદા કર્યા અને સુખપૂર્વક ગ્રહણાદિ માટેનયોને સુનિગૂહિતવિભાગવાળા કર્યા (અર્થાત્ તે તે સૂત્રોમાંથી નયોનું 15 નિરૂપણ કાઢી નાંખ્યું.) II૧-૨ (નોનું નિરૂપણ કાઢી નાંખવાનું બીજું એક વિશેષ કારણ આગળ દેખાડે છે) “નયોના પોતાના વિષયની શ્રદ્ધા નહીં કરતા, તે માત્રને જ ગ્રહણ કરતા અને પરસ્પર વિરોધ માનતા એવા અપરિણામી તથા અતિપરિણામી શિષ્યવર્ગ મિથ્યાત્વને ન પામે અને પરિણામી જીવો સૂક્ષ્માદિ ઘણાં ભેદોને ગ્રહણ કરવામાં અસમર્થ જાણીને કાલિકશ્રુતમાં નયનો વિભાગ કરવામાં આવ્યો નથી. ૩-૪ો. (આ બંને ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે-શિષ્યો ત્રણ પ્રકારના હોય છે–અપરિણામી, અતિપરિણામી અને પરિણામી. તેમાં અપરિણામી જીવ “જ્ઞાન એ જ કલ્યાણકારી છે” વગેરે નયોના પોત-પોતાના વિષયોની શ્રદ્ધા કરતો નથી. તથા જે અતિપરિણામી જીવ છે તે પણ જ્યારે કોઈ એક નયથી “જ્ઞાન એ મુક્તિનું કારણ છે અથવા ક્રિયા એ મુક્તિનું કારણ છે.” એ પ્રમાણે કંઈક કહેવામાં આવે ત્યારે તેટલા માત્રને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે અને જ્ઞાન 25 ९२. सज्ञ तीयगृहे नानुप्रेक्षितम्, अतो ममास्मरतो नवमं पूर्वं नक्ष्यति, तदा आचार्याश्चिन्तयन्तियदि तावदेतस्य परममेधाविन एवं स्मरतो नश्यति अन्यस्य चिरनष्टमेव । कृतातिशयोपयोगो मतिमेधाधारणाभिः परिहीणान् । ज्ञात्वा शेषपुरुषान् क्षेत्रं कालानुभावं च ॥ १॥ सोऽनुग्रहाय अनुयोगान् पृथक् अकार्षीच्च श्रुतविभागेन । सुखग्रहणादिनिमित्तं नयांश्च सुनिगूहितविभागान् ॥ २ ॥ स्वविषयमश्रद्दधतो नयानां तन्मात्रं च गृह्णन्तः । मन्यमानाश्च विरोधमपरिणामा अतिपरिणामाः (च)॥ ३ ॥ गमत मा मिथ्यात्वं परिणामाश्च 30 सूक्ष्मा अतिबहुभेदाः । भवेयुरशक्ता ग्रहीतुं न कालिके ततो नयविभागः ॥ ४ ॥ 20
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy