SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) भिन्नलिङ्गवचनमेकं, लिङ्गवचनभेदादेव, स्त्रीपुरुषवत् कुटवृक्षवद्, अतो घटः कुट: कुम्भ इति स्वपर्यायध्वनिवाच्यमेवैकमिति गाथार्थः ॥ वत्थूओ संकमणं होइ अवत्थू णए समभिरूढे । वंजणमत्थतदुभयं एवंभूओ विसेसेइ ॥ ७५८ ॥ व्याख्या : वस्तुनः सङ्क्रमणं भवति अवस्तु नये समभिरूढ़े, वस्तुनो-घटाख्यस्य सङ् क्रमणम्-अन्यत्र कुटाख्यादौ गमनं किम् ?-भवति अवस्तु-असदित्यर्थः, नये पर्यालोच्यमाने एकस्मिन्नानार्थसमभिरोहणात्समभिरूढः तस्मिन्, इयमत्र भावना-घटः कुट: कुम्भ इत्यादिशब्दान् भिन्नप्रवृत्तिनिमित्तत्वाद्भिन्नार्थगोचरानेव मन्यते, घटपटादिशब्दानिव, तथा च घटनाद् घटः, સ્થાપના-દ્રવ્યકુંભ એ ભાવકુંભના કાર્યને કરી શકતા નથી, જેમ કે આકાશપુષ્પ. તથા ()જુદા10 જુદા લિંગ અને વચનવાળી વસ્તુ એક નથી, કારણ કે તેના લિંગ-વચન જુદા જુદા છે. જેમ કે, ' ' સ્ત્રી અને પુરુષના લિંગો જુદા-જુદા હોવાથી બંને જુદા જુદા છે. એ જ રીતે કુટ અને વૃક્ષમાં પણ લિંગ જુદા જુદા હોવાથી (કુટ એ ત્રિલિંગ છે અને વૃક્ષ એ એકલિંગી હોવાથી) બંને જુદા, જુદા છે, તેમ ભિન્ન લિંગ અને વચનવાળા શબ્દોનો અભિધેય પણ એક નથી. તેથી ઘટક, કુંભઃ, કુટ: એ પ્રમાણે સમાન લિંગ-વચનવાળા પોતાના પર્યાયવાચી શબ્દોથી વાચ્ય વસ્તુ જ એક છે. 15 એમ આ નય માને છે. ૭પણા ગાથાર્થ સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ અવસ્તુ છે. એવંભૂત નય શબ્દ-અર્થ અને તદુભયને વિશેષિત કરે છે. એક સમભિરૂઢ નય ટીકાર્થઃ સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ થતું નથી અર્થાત્ ઘટ નામની વસ્તુનું કુટ 20 નામની વસ્તુમાં સંક્રમણ થતું નથી. એકમાં જુદા જુદા અર્થોને (અર્થાત્ દરેકે-દરેક શબ્દોના જુદા જુદા અર્થોને) સ્વીકારતો જે નય તે સમભિરૂઢ નય કહેવાય છે. કહેવાનો આશય એ છે કેઘટ:, કુટ, કુમ્ભ વગેરે શબ્દો ભિન્નપ્રવૃત્તિનું નિમિત્ત હોવાથી જુદા-જુદા અર્થોને જણાવનાર છે એમ આ નય માને છે. જેમ કે, ઘટ-પટ વગેરે (અર્થાત્ જેમ ઘટ શબ્દ પટ અર્થને જણાવતો નથી, કે પટ શબ્દ ઘટ અર્થને જણાવતો નથી. પરંતુ ઘટ અને પટ શબ્દના જુદા જુદા અર્થો છે, 25 તેમ ઘટ, કુંભ, કુટ વગેરે શબ્દો પણ જુદા જુદા અર્થોને જ જણાવે છે. પ્રવૃત્તિનિમિત્ત = તે તે પદાર્થમાં તે તે ચોક્કસ શબ્દોની પ્રવૃત્તિ જે કારણને આશ્રયી થાય છે તે કારણ શબ્દપ્રવૃત્તિનું નિમિત્ત કહેવાય છે. આ જેમ કે, શબ્દમાં હુક્ર ધાતુ જે ઐશ્વર્ય ભોગવવાના અર્થમાં વપરાય છે. તેથી જે વ્યક્તિ વિશિષ્ટ પ્રકારનું ઐશ્વર્ય ભોગવતી હોય તે વ્યક્તિમાં જ વાસ્તવિક રીતે ઇન્દ્રશબ્દની પ્રવૃત્તિ - 30 થાય છે, માટે ઇન્દ્રશાબ્દિની પ્રવૃત્તિનું નિમિત્ત “ઐશ્વર્ય ભોગવવું” છે.) પ્રસ્તુતમાં જે પદાર્થ વિશિષ્ટ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy