________________
નયોના પ્રકાર (નિ. ૭૫૪)
૮૯
चारित्रसामायिकं चारित्राचारित्रसामायिकं च, अस्य यथायोगं लक्षणं 'सद्दहणं' ति श्रद्धानं, लक्षणमिति योगः सम्यक्त्वसामायिकस्य, 'जाणण 'त्ति ज्ञानं ज्ञा-संवित्तिरित्यर्थः, सा च श्रुतसामायिकस्य, खलुशब्दो निश्चयतः परस्परतः सापेक्षत्वविशेषणार्थः, 'विरति त्ति विरमणं विरतिः - अशेषसावद्ययोगनिवृत्तिः, सा च चारित्रसामायिकस्य लक्षणं, 'मीसा य' त्ति मिश्राविरताविरतिः, सा च चारित्राचारित्रसामायिकस्य लक्षणं, कथयतीत्यनेन स्वमनीषिकाऽपोहेन 5 शास्त्रपारतन्त्र्यमाह, भगवान् जिन एवं कथयति, तस्य च कथयतः 'तेऽपि' गणधरादयः 'निशामयन्ति' शृण्वन्ति 'तथा' तेनैव प्रकारेण चतुर्लक्षणसंयुक्तमेवेति गायार्थः ॥
उक्तं लक्षणद्वारम् अधुना नयद्वारं प्रतिपिपादयिषुराहणेगमसंगहववहारउज्जुसुए चेव होइ बोद्धव्वे ।
स य. समभिरू एवंभूए य मूलणया ॥ ७५४ ॥
व्याख्या : नयन्तीति नयाः - वस्त्ववबोधगोचरं प्रापयन्त्यनेकधर्मात्मकज्ञेयाध्यवसायान्तरहेतव શ્રુતસામાયિક, ચારિત્રસામાયિક અને ચારિત્રાચારિત્ર સામાયિક, આ ચારે પ્રકારના સામાયિકનું લક્ષણ ક્રમશઃ આ પ્રમાણે છે તેમાં શ્રદ્ધા એ સમ્યક્ત્વસામાયિકનું લક્ષણ છે, જ્ઞાન એ શ્રુતસામાયિકનું લક્ષણ છે. હજુ શબ્દ નિશ્ચયથી સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકની પરસ્પર સાપેક્ષતા જણાવે છે, અર્થાત્ બંને સાથે જ હોય છે. વિરતિ એટલે કે સંપૂર્ણ પાપકર્મોની નિવૃત્તિ 15 ચારિત્રસામાયિકનું લક્ષણ છે. તથા મિશ્ર = દેશવિરતિ એ ચારિત્રાચારિત્રસામાયિકનું લક્ષણ છે. આ પ્રમાણે જિનેશ્વરો કહે છે. અહીં “કહે છે” એ પ્રમાણેના શબ્દપ્રયોગથી નિર્યુક્તિકારે ગ્રંથમાં પોતાની કલ્પનાનો ઉપયોગ નથી કર્યો, પણ શાસ્ત્રને પરતંત્ર રહ્યા છે, એ જણાવ્યું છે. (અર્થાત્ તે તે સામાયિકના તે તે લક્ષણો નિર્યુક્તિકારે પોતાની બુદ્ધિથી નહીં પણ તીર્થંકરોના વચનોના આધારે કહ્યા છે એમ આ શબ્દપ્રયોગ જણાવે છે.) તે ગણધરો પણ તે જ પ્રકારે (જે રીતે જિનેશ્વરોએ 20 કહ્યું છે તે જ રીતે) ચાર લક્ષણોથી યુક્ત સામાયિકને સાંભળે છે. II૭૫૩
અવતરણિકા : લક્ષણદ્વાર કહ્યું. હવે નયદ્વારનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર
10
કહે છે
ગાથાર્થ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ સાત મૂળનયો છે.
25
ટીકાર્થ : વસ્તુને બોધનો વિષય કરાવે તે નય = અનેક ધર્માત્મક શેયવસ્તુના જુદા જુદા અધ્યવસાયોનું કારણ. (ટૂંકમાં - અનેકધર્માત્મક વસ્તુને અવધારણપૂર્વક નિત્યત્વાદિ કોઈ એક ધર્મવડે શિષ્યની બુદ્ધિમાં જે અભિપ્રાયથી ઉતારવી તે અભિપ્રાય નય કહેવાય છે. જેમ કે, આત્મા નિત્યત્વઅનિત્યત્વ - અરૂપત્વ - રૂપત્વાદિ અનંત ધર્મોવાળો હોવા છતાં ગુરુ જે અભિપ્રાયથી “આત્મા નિત્ય જ છે કે આત્મા અનિત્ય જ છે” એ પ્રમાણે શિષ્યને જણાવે તે અભિપ્રાય નય કહેવાય 30