________________
હહી Excuse Me ! I
‘યં પ્રવ્રથી પ્રથમદિવસે વ રીયતે', ઓઘનિર્યુક્તિનો પાઠ ચાલી રહ્યો હતો. તેમાં આ પંક્તિ વાંચતા મારા વિદ્યાગુરુ પ.પૂ. મુનિ ગુણહંસવિજયજીએ અમ સૌને ઉદ્દેશીને કહ્યું કે, “જુઓ, આ ગ્રંથ તો દીક્ષાના પ્રથમદિવસથી વાંચવાનો છે, અને તમે દીક્ષાના પાંચ-છ વર્ષ પછી વાંચી રહ્યા છો.” પાઠ પૂરો થયા પછી એમનું મનો-મંથન આગળ ચાલ્યું અને વિચાર્યું કે, આનું કારણ સંસ્કૃતભાષા છે. સંસ્કૃતભાષાને કારણે જે સાધુ-સાધ્વીજીઓએ સંસ્કૃત બુકો ભણી નથી, તેઓ આવા ગ્રંથો પ્રથમ દિવસથી ક્યાંથી વાંચી શકે ?
આ મનોમંથનના ફળ સ્વરૂપે વિદ્યાગુરુએ ઘનિયુક્તિ વિગેરે પાયાના ગ્રંથોનું ભાષાંતર કરવાનો આરંભ કર્યો. તે આરંભે આજ દિન સુધીમાં ઓઘનિયુક્તિ અને દશવૈકાલિક આગમગ્રંથોનું ભાષાંતર વાચકવર્ગ સમક્ષ રજુ કર્યું. પરંતુ “એક અકેલા થક જાએગા, મિલકર હાથ બઢાના” ન્યાયે એમના ઉદાર હૃદયે એક આગમગ્રંથનું ભાષાંતર કરવાની મને પ્રેરણા કરી. પ્રેરણાએ પ્રથમવારમાં મને હસાવ્યો. પરંતુ વારંવારની પ્રેરણાએ મારા મન ઉપર કબજો મેળવ્યો.
સવાલ એ ઉભો થયો કે ક્યા ગ્રંથનું ભાષાંતર કરવું?, વિદ્યાગુરુના મનમાં આવશ્યકનિર્યુક્તિ ગ્રંથનું નામ આવ્યું. તે માટે પ્રેરણા થતાં શુભ આરંભ કર્યો. પરંતુ જેમ ખેતરને ખેડતી વખતે હળ વારંવારની અલના પામે છે, તેમ મારો આરંભ પણ “આ કાર્ય મારાથી થશે કે નહીં ?, વિગેરે......કુશંકાઓથી વારંવાર સ્કૂલના પામવા લાગ્યો. છતાં ‘યક્ માર્ચે તદ્ ભવિષ્યતિ' ન્યાયે વાત્સલ્યવારિધિ એવા મારા ગુરુજી પ.પૂ. જિતરક્ષિતવિજયજી મ. સાહેબના ઉત્સાહવર્ધક વચનોએ મારી કુશંકાઓને દૂર કરી મારા આરંભને અસ્મલિત ગતિ આપી.
જેના ફળ સ્વરૂપે વાચકવર્ગ સમક્ષ આજે આવશ્યકનિયુક્તિ ઉપરની યાકિની મહત્તરાસૂનુ પરમપૂજ્ય હરિભદ્રસૂરિરચિત શિષ્યહિતા નામની ટિકાના ગુજરાતી ભાષાંતરના પ્રથમ બે ભાગ રજુ થઈ રહ્યા છે. ટીકાકારશ્રીએ રચેલી ૨૨૦૦૦ શ્લોકપ્રમાણ આ ટીકા ગુર્જરભાષાંતરસહિત પુસ્તકાકારે લગભગ આઠ ભાગમાં સંપૂર્ણ છપાશે. તેમાંના પ્રથમ બે ભાગ પ્રકાશિત થઈ રહ્યા છે. બીજા બે ભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. તથા છેલ્લા ચાર ભાગ પ્રકાશિત થતાં સારો એવો સમય જશે. - સામાયિક, ચઉવીસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચકખાણ આ છ અધ્યયનોના સમૂહરૂપ આવશ્યકનિયુક્તિગ્રંથની મૂળ ગાથાઓના રચયિતા શ્રુતકેવલી પ.પૂ. ભદ્રબાહુસ્વામી અને તેની ઉપર ટીકા રચનાર ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ.પૂ.હરિભદ્રસૂરિજીના જીવનચરિત્રથી વાચકવર્ગને સારો એવો પરિચય હોવાથી પરિચયોલ્લેખ કરતો નથી. આ પ્રથમ બે ભાગમાં ગણધરવાદ સુધીના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વર્ણવેલા વિષયોની જાણકારી માટે વિસ્તારથી જણાવેલી વિષયાનુક્રમણિકા જોવી.
હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધન કરી તેનું મુદ્રણ કરનાર પ્રાયઃ આગમોદ્ધારક પ.પૂ.સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ હોવા જોઈએ એવું લાગે છે. જેમાં તેમણે સ્થાને-સ્થાને ટીપ્પણીઓ કરી છે. તે જ ટીપ્પણીઓનું આ પુસ્તકમાં અવતરણ કરવામાં આવ્યું છે. જો કે ભાષાંતર કરતી વખતે મુદ્રિત પ્રતિમાં ઘણા સ્થાને અશુદ્ધિઓ નજરમાં આવી. જેથી લાગ્યું કે આ ગ્રંથનું પુનઃ સંશોધન થવું જોઈએ. આવો જ અભિપ્રાય અન્ય આચાર્ય ભગવંતો, મહાત્માઓ પાસેથી સાંભળવા પણ મળ્યો. પરંતુ ભાષાંતરનું કાર્ય જ એટલું મોટું અને લાંબુ હોવાને કારણે સંશોધન તરફ દષ્ટિપાત કરવાનું મુલતવી રાખ્યું.