SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દ પ્રસ્તાવના આવશ્યકસૂત્ર અને એના ઉપરના નિર્યુક્તિ-ભાષ્યની વિસ્તૃત વ્યાખ્યા કરતી સૂરિપુરંદર આ. શ્રી હરિભદ્રસૂરિરચિત શિષ્યહિતાવ્યાખ્યાનો ગુજરાતી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે તે આનંદની વાત છે. આવશ્યકસૂત્ર મહત્ત્વનું આગમ છે. નંદિસૂત્રમાં (સૂ. ૭૯-૮૦) શ્રુતનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવ્યું છે. શ્રુતના બે ભેદ અંગ-અંગબાહ્ય. અંગબાહ્યના આવશ્યક-આવશ્યકવ્યતિરિક્ત. (અનુયોગદ્વારમાં થોડો ફરક છે.) ૪૫ આગમમાં આવશ્યકનું સ્થાન મૂલસૂત્રમાં છે. શાસનસ્થાપનાના દિવસે જ દ્વાદશાંગીની અને આવશ્યકસૂત્રની રચના થઈ મનાય છે. આવશ્યકસૂત્રના કર્તા પણ ગણધર ભગવંતો છે. આવશ્યક ઉપર સૌથી પ્રાચીન વ્યાખ્યા ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામિરચિત નિર્યુક્તિ છે. આવશ્યકનિયુક્તિની રચના સહુ પ્રથમ કરવામાં આવી હોવાથી એની ગાથા-સંખ્યા પણ બીજી નિર્યુક્તિઓ કરતાં વધુ છે. વિષય વિસ્તાર પણ ઘણો છે. બીજી નિયુક્તિમાં જે તે વિષમ દૂરી વિસ્તારથી ન લખતાં આવશ્યકનિ. જોવાની ભલામણ કરી છે. એટલે આ.નિ.નો અભ્યાસ અન્યનિર્યુક્તિ વાંચતા પહેલાં કરવો જરૂરી છે. આ.નિ. ઉપર આવશ્યકમૂલભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્યની રચના થઈ છે. આ.નિ. અને ભાષ્ય ઉપર શ્રી જિનદાસગણિએ ચૂર્ણિ રચી છે. આવશ્યકનિર્યુક્તિ અને ભાષ્ય ઉપર આ.શ્રી હરિભદ્રસૂરિજીએ સંસ્કૃતમાં ૨૨૦૦૦ શ્લોક પ્રમાણ . શિષ્યહિતા નામની ટીકા રચી છે. જો કે આ પૂર્વે ગ્રંથકારશ્રીએ બૃહદ્દીકા રચી હતી અને બીજાઓએ પણ રચી હતી પણ આ બૃહદ્દીકા વિ. આજે મળતા નથી. શિષ્યહિતા ટીકા સાથેના આવશ્યકસૂત્રનિર્યુક્તિ-ભાષ્યનો ગુજરાતી અનુવાદ મુનિશ્રી આર્યરક્ષિતવિજયજીએ કર્યો છે. આ અનુવાદ ટીકાના શબ્દે શબ્દ અને એના રહસ્યને ખોલવા ઘણો ઉપયોગી છે. અભ્યાસીઓ આ અનુવાદની સહાયથી આવશ્યકસૂત્રના રહસ્યને પામે એજ અભિલાષા. આવા અતિ ઉપયોગી ગ્રંથનો અનુવાદ કરવા માટે મુનિશ્રી આર્યરક્ષિતવિ.મ.ને અભિનંદન. આવા બીજા પણ અનુવાદો તેઓશ્રી કરે એજ આશા. ૧. લિ. આ. મુનિચન્દ્રસૂરિ આવશ્યક સૂત્ર ગણધરભગવંતો દ્વારા રચાયા છે એવી માન્યતા પ્રાચીન કાળથી શ્રીસંઘમાં ચાલે છે. પં. સુખલાલજી જેવા કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આવશ્યકસૂત્ર ગણધરકૃત નથી. એ માટેની દલીલો વગેરે એમના સંપાદિત પંચ પ્રતિક્રમણ સૂત્ર અને ‘દર્શન અને ચિંતન’ વગેરેમાં પ્રગટ થઈ છે. એનો પ્રતિકાર પૂ. આ.ભ. રામચન્દ્રસૂરિ મ.સા.એ (ત્યારે મુનિ) કર્યો છે. ‘સનાતન સત્યનો સાક્ષાત્કાર' પુસ્તકમાં આવશ્યકસૂત્રો ગણધરભગવંતો કૃત છે. એવા પ્રતિપાદન સાથે પં. સુખલાલજીની દલીલોના સમાધાન-ઉત્તરો વગેરે છે. પં. દલસુખ માળવણિયાએ પણ આવશ્યકસૂત્રો ગણધરભ. કૃત હોવાની વાત ‘ગણધરવાદ’ની પ્રસ્તાવના પૃ. ૫ થી ૧૦ માં.જણાવી છે.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy