SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અકંપિતનો નારકસંબંધી અભિપ્રાય (નિ. ૬૨૮) * ૩૫૫ तत्राकम्पिकाभिप्रायमाह - सौम्य ! त्वमित्थं मन्यसे - देवा हि चन्द्रादयस्तावत् प्रत्यक्षा एव, अन्येऽप्युपयाचितादिफलदर्शनानुमानतोऽवगम्यन्ते, नारकास्त्वभिधानव्यतिरिक्तार्थशून्याः कथं गम्यन्त इति ?, प्रयोगश्च - न सन्ति नारकाः, साक्षादनुमानतो वाऽनुपलब्धेः, व्योमकुसुमवत्, व्यतिरेके देवाः, इत्थं पूर्वपक्षमाशङ्क्य भगवानेवाह-सौम्य ! ते हि नारकाः कर्मपरतन्त्रत्वादिहागन्तुमसमर्थाः, भवद्विधानामपि तत्र गमनशक्त्यभावः, कर्मपरतन्त्रत्वादेव, अतो भवद्विधानां तदनुपलब्धिरिति, 5 क्षायिकज्ञानसम्पदुपेतानां तु वीतरागाणां प्रत्यक्षा एव तेषां सकलज्ञानयुक्तत्वाद् अपास्तसमस्तावरणत्वात्, न चाशेषपदार्थविदः साक्षात्कारिक्षायिकभावस्था न सन्ति यतो ज्ञस्वभाव आत्मा ज्ञानावरणीयप्रतिबद्धस्वभावत्वात् नाशेषं वस्तु विजानाति, तत्क्षयोपशमजस्तु तस्य स्वरूपाविर्भावविशेषो दृश्यते, तथा च कश्चिद्वहु जानाति कश्चिद्वहुतरमिति क्षायोपशमिकोऽयं આમ, પૂર્વનું વાક્ય નારકસત્તા જણાવે છે, જ્યારે આ વાક્ય નારકસત્તાનો અભાવ જણાવે છે.) 10 આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી માત્ર (નારકાભાવમાં) યુક્તિઓ જ કહેવાય છે. તેમાં અકંપિતનો અભિપ્રાય જણાવે છે - હૈ સૌમ્ય ! તું આ પ્રમાણે માને છે કે - ચંદ્રાદિ દેવો તો પ્રત્યક્ષ જ છે અને બીજા દેવો પણ ઉપયાચિત (માનતા માનવી) વગેરેના ફળ દેખાતા હોવાથી અનુમાનથી જણાય જ છે. જ્યારે નામ સિવાયના અર્થથી શૂન્ય (અર્થાત્ તેમનું માત્ર નામ જ છે, બીજું કંઈ નથી) એવા નારકો તો કેવી રીતે જણાય ? અનુમાનપ્રયોગ - નારકો 15 નથી કારણ કે સાક્ષાત્ કે અનુમાનથી જણાતા નથી. જેમ કે આકાશપુષ્પ, વ્યતિરેકમાં=વિપરીત અનુમાનમાં, દેવો છે કારણ કે સાક્ષાત્ કે અનુમાનથી જણાય છે. આ રીતે પૂર્વપક્ષની આશંકા કરીને=પૂર્વપક્ષને બતાવીને હવે ભગવાન પોતે જ જવાબ આપે છે કે હે સૌમ્ય ! તે નારકો કર્મને પરતંત્ર હોવાથી અહીં આવી શકવામાં અસમર્થ છે, અને તમારા જેવા પણ ત્યાં જવાની શક્તિના અભાવવાળા છે, કારણ કે તમે પણ કર્મને પરતંત્ર 20 છો. તેથી તમારા જેવા છદ્મસ્થજીવોને ના૨કો સાક્ષાત્ જણાતા નથી. જ્યારે ક્ષાયિકજ્ઞાન (કેવલજ્ઞાન)ની સંપત્તિથી યુક્ત એવા વીતરાગોને તો નારકો પ્રત્યક્ષ જ છે કારણ કે તેઓ સમસ્ત કર્માવરણ દૂર થવાથી સલજ્ઞાન યુક્ત છે. તથા સર્વપદાર્થોને જાણનારા, સાક્ષાત્કારી, ક્ષાયિકભાવમાં રહેનારા એવા સર્વજ્ઞો નથી એવું પણ કહેવું નહિ, કારણ કે આત્મા જાણવાના સ્વભાવવાળો છે. પણ તેનો શસ્વભાવ, 25 જ્ઞાનાવરણીયકર્મથી રોકાયેલ હોવાથી સર્વવસ્તુને જાણતો નથી. જેમ જેમ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે તેમ તેમ તે આત્માને જ્ઞાનસ્વરૂપનો આવિર્ભાવવિશેષ (અર્થાત્ પ્રગટ) થતો દેખાય છે. તેથી કોઈક આત્મા બહુ જાણે છે, કો'ક બહુતર જાણે છે. આમ, આ જ્ઞાનવૃદ્ધિનો ભેદ ક્ષયોપશમથી ઉત્પન્ન થનારો છે.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy