________________
દેવસંબંધી સંશયનું નિરાકરણ (નિ. ૬૨૪) * ૩૫૩ यदिह नागच्छन्ति तत्रेदं कारणमनागच्छन्तीह सदैव सुरगणाः, सङ्क्रान्तदिव्यप्रेमत्वाद्विषयप्रसक्तत्वात् प्रकृष्टरूपगुणस्त्रीप्रसक्तविच्छिन्नरम्यदेशान्तरगतमनुष्यवत्, तथाऽसमाप्तकर्त्तव्यत्वाद्, बहुकर्त्तव्यताप्रसाधनप्रयुक्त-विनीतपुरुषवत्, तथाऽनधीनमनुजकार्यत्वात्, नारकवत्, अनभिमतगेहादौ निःसङ्गयतिवद्वेति, तथाऽशुभत्वान्नरभवस्य तद्गन्धासहिष्णुतया नागच्छन्ति, मृतकलेवरमिव हंसा इति, जिनजन्ममहिमादिषु पुनर्भक्तिविशेषाद् भवान्तररागतश्च क्वचिदागच्छन्त्येव तथा चैते 5 साम्प्रतं भवतोऽपि प्रत्यक्षा एव, शेषकालमपि सामान्यतश्चन्द्रसूर्यादिविमानालयप्रत्यक्ष-त्वात्तद्वासिસિદ્ધિ:, કૃત્યાં પ્રમÌન ।
छिन्नंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं ।
આવતા નથી કારણ કે, (૧) દેવલોકની દિવ્યવસ્તુઓનો પ્રેમ તેમનામાં સંક્રાન્ત થયેલો છે કારણ કે તેઓ વિષયોમાં અત્યંત આસક્ત હોય છે. ઉત્કૃષ્ટરૂપના ગુણવાળી સ્ત્રીમાં પ્રસક્ત અને માટે 10 જ દૂરના સુંદર દેશાન્તરમાં ગયેલ પુરુષ જેમ ફરી પાછો પોતાના સ્થાને આવતો નથી, તેમ વિષયોમાં આસક્ત હોવાથી દેવો અહીં આવતા નથી.
(૨) દેવોનું કર્તવ્ય પૂર્ણ થતું નથી. ઘણી કર્તવ્યતાને સાધવામાં જોડાયેલ વિનીતપુરુષ જેમ પોતાના કર્તવ્યોને છોડી અન્યત્ર જતો નથી, તેમ દેવો પણ દેવલોકમાં ઘણાં કર્તવ્યોમાં વ્યસ્ત હોય છે. (૩) કોઈ દેવકાર્ય મનુષ્યને આધીન નથી કે જેથી તેના માટે અહીં આવવું પડે (અહીં 15 સમાસ આ પ્રમાણે જાણવો - આધીન નથી મનુષ્યોને કાર્યો જેમના) અથવા આધીન નથી મનુષ્ય સંબંધી કોઈ કાર્યો જેમને કે જેથી કાર્યો પૂરા કરવા અહીં આવવું પડે, જેમ નારકો મનુષ્યના કાર્યને આધીન ન હોવાથી આવતા નથી, અથવા જેમ સંગ વિનાના સાધુ જ્યાં ઈચ્છા ન હોય તેવા ઘરમાં જતા નથી કારણ કે સ્વતંત્ર છે = તે ઘરમાં રહેનારાને આધીન નથી તેમ (દેવોના કોઈ કાર્ય મનુષ્યને આધીન નથી કે મનુષ્યના કોઈ કાર્ય દેવોને આધીન નથી કે જેથી તેઓને 20 અહીં આવવું પડે.)
(૪) જેમ હંસો દુર્ગંધી મૃતક્લેવર પાસે જતા નથી તેમ નરભવ અશુભ હોવાથી તેની ગંધ સહન થતી ન હોવાથી દેવો અહીં આવતા નથી. જિનેશ્વરોના જન્મમહિમાદિમાં વળી ભક્તિવિશેષથી અને પૂર્વભવના રાગને કારણે ક્યારેક દેવો આવે પણ છે, વળી અહીં સમોવસરણમાં આ દેવો અત્યારે તમને પણ પ્રત્યક્ષ છે જ. શેષકાળમાં પણ = જન્મમહિમા 25 વગેરે ન હોય ત્યારે પણ સામાન્યથી ચંદ્ર—સૂર્યાદિ વિમાનરૂપ નિવાસ પ્રત્યક્ષ દેખાતા હોવાથી તેમાં રહેનારા દેવોની પણ સિદ્ધિ થઈ જાય છે. (કારણ કે જે આલય = રહેવાનું સ્થાન હોય ત્યાં કોઈક રહેનાર હોય અન્યથા તે આલય કહેવાય નહિ. તેથી ત્યાં રહેનારા તરીકે દેવો સિદ્ધ થાય છે. વધુ ચર્ચા વિશેષાવશ્યકભાષ્ય ૧૮૭૦-૭૧-૭૨ માંથી જાણી લેવી.) વધુ પ્રાસંગિક
વાતોથી સર્યું. ॥૬૨૪॥
ગાથાર્થ : જરા-મરણથી રહિત જિનવડે સંશય છેદાતે છતે મૌર્ય પોતાના સાડાત્રણસો
30