________________
બલિના પ્રમાણાદિ (નિ. ૫૮૫) * ૩૦૫ जनपदो वा, अत्र जनपदशब्देन तन्निवासी लोकः परिगृह्यते स किंविशिष्टः किंपरिणामो वा क्रियत इति ? आह- 'दुब्बलीत्यादि, तत्र दुर्बलिकया खण्डितानां 'बली 'ति बलवत्या छटितानां तन्दुलानाम् आढकं - चतुःप्रस्थपरिमाणं, 'कलमे 'ति प्राकृतशैल्या कलमानां - तन्दुलानाम् इति ગાથાર્થ: ૮૪
किंविशिष्टानामिति ? आह
-
भाइयपुणाणियाणं अखंडफुडियाण फलगसरियाणं । कीरइ बली सुरावि य तत्थेव छुहंति गंधाई ॥ ५८५ ॥
व्याख्या - विभक्तपुनरानीतानां भाजनम् - ईश्वरादिगृहेषु वीननार्थमर्पणं तेभ्यः प्रत्यानयनंपुनरानयनमिति, विभक्ताश्च ते पुनरानीताश्चेति समासः, तेषां, किंविशिष्टानाम् ? - अखण्डाः सम्पूर्णावयवा: अस्फुटिता:- राजीरहिताः, अखण्डाश्च तेऽस्फुटिताश्च इति समासः, तेषां, 10 'फलगसरिताणं' ति फलकवीनितानाम् एवंभूतानामाढकं क्रियते बलिः, सुरा अपि च तत्रैव प्रक्षिपन्ति गन्धादीनिति गाथार्थः ॥ ५८५ ॥ द्वारं ॥
माल्यानयनद्वारं, इदानीं तमित्थं निष्पन्नं बलिं राजादयस्त्रिदशसहिताः गृहीत्वा तूर्यनिनादेन दिग्मण्डलमापूरयन्तः खल्वागच्छन्ति, पूर्वद्वारेण च प्रवेशयन्ति, अत्रान्तरे भगवानप्युपसंहरतीति,
સાહ -
જનપદ આ બિલને કરે છે. અહીં જનપદશબ્દથી ગ્રામાદિમાં રહેનાર સામાન્ય લોક જાણવો. તે બલિ કેવા પ્રકારનો અથવા કેટલા પ્રમાણનો હોય છે ? તે કહે છે – દુર્બળ સ્ત્રીવડે કંડન કરાયેલા (અહીં કંડન એટલે ચોખાને ફોતરાથી દૂર કરી મૂશળ–સાંબેલાવડે ખાંડવા. તથા દુર્બળ સ્ત્રી લેવાનું પ્રયોજન એ છે કે ખાંડતી વખતે કોઈ ચોખાનો દાણો તૂટી ન જાય) અને બળવાન સ્ત્રીવડે છડેલા, (છડેલા એટલે કંડન કર્યા પછી રહી ગયેલા ફોતરાને દૂર કરવા અને બળવાન 20 એટલા માટે કે ફોતરું રહી ન જાય) એવા આઢક પ્રમાણ (એક પ્રકારનું માપિયું) કલમોની ચોખાની બલિ હોય છે. ।।૫૮૪
અવતરણિકા : તે ચોખા કેવા પ્રકારના હોય છે ? તે કહે છે
-
5
=
15
ગાથાર્થ : વીણવા આપીને પુનઃ લવાયેલા, અખંડ અને રાજીરહિત, તથા ફલકમાં વીનિત (વીણેલા) એવા ચોખાનો બલિ કરાય છે. દેવો પણ તે બલિમાં સુગંધીદ્રવ્યો વગેરે નાંખે છે. 25 ટીકાર્થ : શ્રીમંત શેઠ વિગેરેના ઘરમાં વીણવા માટે આપવું તે વિભક્ત (વહેંચણી) અને તેમના ઘરેથી લાવવા તે પુનરાનયન કહેવાય છે. આ રીતે વીણીને ફરી લવાયેલા, અખંડિત તથા રાજી (તિરાડ) વિનાના, ફલકમાં (ભાજન વિશેષમાં) વીણેલા એવા ચોખાનો એક આઢક પ્રમાણ બલિ કરાય છે. દેવો પણ તે બલિમાં સુગંધીદ્રવ્યો વગેરે નાંખે છે. ૫૮૫॥
અવતરણિકા : “માલ્યાનયન” દ્વાર પૂર્ણ થયું. હવે આ રીતે બનાવેલા બલિને લઈને દેવો 30 સહિત ચક્રવર્તી વગેરે વાજિંત્રોના અવાજવડે દિશામંડળોને પૂરતાં—પૂરતાં આવે અને પૂર્વદ્યારથી પ્રવેશ કરે છે. તે સમયે ભગવાન પણ દેશના પૂર્ણ કરે છે. તે વાત કહે છે