________________
૨૪૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨). जैण जहा चक्काइट्ठगो तहा भमाडिज्जइ, नंदिआवत्तो वा, जाहे एवं न सक्का ताहे कालचक्कं विउव्वति, तं घेत्तूणं उड़े गगणतलं गओ, एत्ताहे मारेमित्ति मुएइ वज्जसंनिभं जं मंदरंपि चूरेज्जा, तेण पहारेण भगवं ताव णिबुड्डो जाव अग्गनहा हत्थाणं, जाहे न सक्का तेणवि ताहे चिंतेति
न सक्का एस मारेउं, अणुलोमे करेमि, ताहे पभायं विउव्वइ, लोगे सव्वो चंकमिउं पवत्तो भणति5 देवज्जगा ! अच्छसि अज्जवि ?, भयवंपि नाणेण जाणइ जहा न ताव पभाइ जाव सभावओ
पभायंति, एस वीसइमो । अन्ने भणन्ति-तुट्ठोमि तुज्झ भगवं ! भण किं देमि ? सग्गं वा ते सरीरं नेमि मोक्खं वा नेमि, तिण्णिवि लोए तुज्झ पादेहिं पाडेमि ?, जाहे न तीरइ ताहे सुट्ट्यरं पडिनिवेसं गओ, कल्लं काहिति, पुणोवि अणुकड्डइ
વ્યક્તિ જેમ ભમે તેમ ભગવાનને ભમાવે છે અથવા નદીમાં જેમ આવર્તે – ભમરીઓ થાય 10 તેમ આ વંટોળીયો ભગવાનને ભમાવે છે. તેનાથી પણ ભગવાન ચલિત થતાં નથી ત્યારે કાળચક્ર વિકુર્વે છે. તેને લઈ દેવ ઊંચે આકાશમાં ગયો.
હવે હું એને મારી નાંખું” એવા વિચાર સાથે વજસમાન તે કાળચક્રને છોડે છે, જેના વડે મેરુના પણ ટુકડે ટુકડા થઈ જાય. તેના પ્રહારથી ભગવાન હાથના અગ્રનખો સુધી જમીનમાં
ખપી ગયા. જયારે કાળચક્રથી પણ ચલિત કરવા સમર્થ બનતો નથી ત્યારે તે વિચારે છે કે, 15 “આનાથી મારવું શક્ય નથી, તો હવે અનુકૂળ ઉપસર્ગ કરું” એમ વિચારી તેણે પ્રભાત વિદુર્યો.
સર્વલોકો પોત-પોતાના કાર્યમાં જોડાણા. ત્યારે લોક કહે છે – “હે દેવાર્ય ! હજુ પણ તમે અહીં ઊભા છો ?” ત્યારે ભગવાને જ્ઞાનથી જોયું કે સ્વાભાવિક પ્રભાત જેવો હોય તેવો આ પ્રભાત નથી. આ વીસમો ઉપસર્ગ થયો.
કેટલાક આચાર્ય આ વીસમા ઉપસર્ગમાં પ્રભાતની બદલે અન્ય ઉપસર્ગ કહે છે તે આ 20 પ્રમાણે – ત્યારે સંગમ પ્રભુ પાસે આવીને કહે છે કે – “હે ભગવન્! તમારી ઉપર હું ખુશ
થયો છું, તેથી કહો તમને શું આપુ ? તમને આ શરીર સાથે સ્વર્ગમાં લઈ જાઉં કે તમને મોક્ષમાં લઈ જાઉં, ત્રણ લોકને તમારા ચરણોમાં પાડુ ?” વગેરે શબ્દોદ્વારા ભગવાનને ચલિત કરવા સમર્થ બનતો નથી ત્યારે વધારે ગુસ્સે ભરાયો “આવતી કાલે ચલાયમાન કરીશ” આ પ્રમાણે
બોલે છે. હજુ પીછો છોડતો નથી. //૫૦૨-૫૦૬ll 25 ३५. येन यथा चक्राविद्धः तथा भ्राम्यते नन्द्यावर्तो वा, यदैवं न शक्तस्तदा कालचक्रं विकुर्वति,
तगृहीत्वोर्ध्वं गगनतलं गतोऽधुना मारयामीति मुञ्चति वज्रसन्निभं यन्मन्दरमपि चूरयेत्, तेन प्रहारेण भगवान् तावत् ब्रूडितो यावदग्रनखा हस्तयोः, यदा न शक्तस्तेनापि तदा चिन्तयति-न शक्य एष मारयितुम्, अनुलोमान् करोमि, तदा प्रभातं विकुर्वति, लोकः सर्वश्चंक्रमितुं प्रवृत्तो भणति-देवार्य ! तिष्ठसि? अद्यापि,
भगवान् ज्ञानेन जानाति यथा न तावत्प्रभाति यावत्स्वभावतः प्रभातमिति, एष विंशतितमः । अन्ये 30 भणन्ति-तुष्टोऽस्मि तुभ्यं भगवन् ! भण किं ददामि ? स्वर्ग वा ते शरीरं नयामि मोक्षं वा नयामि, त्रीनपि
लोकान् तव पादयोः पातयामि, यदा न शक्नोति तदा सुष्ठतरं प्रतिनिवेशं गतः, कल्ये करिष्यति, पुनरप्यनुकर्षति ।