SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવનું નિર્વાણ અને નિર્વાણગમનની વિધિ (નિ. ૪૩૫) : ૧૨૫ चाष्टापदप्राप्तं अपवर्गजिगमिषु श्रुत्वा भरतो दुःखसंतप्तमानसः पद्भ्यामेव अष्टापदं ययौ, देवा अपि भगवन्तं मोक्षजिगमिषुं ज्ञात्वा अष्टापदं शैलं दिव्यविमानारूढाः खलु आगतवन्तः, उक्तं च 'भगवति मोक्षगमनायोद्यते - जाव य देवावासो जाव य अट्ठावओ नगवरिंदो । देवेहि य देवीहि य अविरहियं संचरंतेहिं ॥ १ ॥ " तत्र भगवान् त्रिदशनरेन्द्रैः स्तूयमानो मोक्षं गत इति गाथार्थः ૫૪૨૪૫ साम्प्रतं निर्वाणगमनविधिप्रतिपादनाय एनां द्वारगाथामाह निव्वाणं १ चिइगागिई जिणस्स इक्खाग सेसयाणं च २ । सकहा ३ थूभ जिणहरे ४ जायग ५ तेणाहिअग्गिति ६ ॥ ४३५॥ 5 व्याख्या- 'निर्वाणमिति' भगवान् दशसहस्त्रपरिवारो निर्वाणं प्राप्तः, अत्रान्तरे च देवाः सर्व एवाष्टापदमागता: । 'चितिकाकृतिरिति' ते तिस्रः चिता वृत्तत्र्यस्त्रचतुरस्त्राकृती : कृतवन्तः इति, 10 एकां पूर्वेण अपरां दक्षिणेन तृतीयामपरेणेति, तत्र पूर्वा तीर्थकृतः दक्षिणा इक्ष्वाकूणां अपरा शेषाणामिति, ततः अग्निकुमाराः वदनैः खलु अग्नि प्रक्षिप्तवन्तः, तत एव निबन्धनाल्लोके 'अग्निमुखा वै देवाः' इति प्रसिद्धं, वायुकुमारास्तु वातं मुक्तवन्त इति, मांसशोणिते च ध्यामिते सति मेधकुमाराः सुरभिणा क्षीरोदजलेन निर्वापितवन्तः । 'सकथेति' सकथा - हनुमोच्यते, तत्र दक्षिणां हनुमां भगवतः संबन्धिनीं शक्रो जग्राह वामामीशानः आधस्त्यदक्षिणां पुनश्चमरः 15 ઉપર રહેલા પ્રભુ મોક્ષમાં જવાની ઇચ્છાવાળા છે એવું સાંભળીને દુઃખથી સંતપ્તમનવાળો ભરત પગે ચાલીને અષ્ટાપદપર્વત ઉપર આવ્યો. દેવો પણ પ્રભુને મોક્ષમાં જવાની ઇચ્છાવાળા જાણીને દિવ્યવિમાનમાં બેસીને અષ્ટાપદપર્વત ઉપર આવ્યા. કહ્યું છે કે “પ્રભુની મોક્ષમાં જવાની તૈયારી થતાં દેવના આવાસસ્થાનેથી અષ્ટાપદપર્વત વચ્ચેનો માર્ગ સતત આવતા—જતા દેવ દેવીઓવડે ભરાયો.” ત્યાં દેવેન્દ્રો—નરેન્દ્રોવડે સ્તવના કરાતા ભગવાન મોક્ષ પામ્યા. ॥૪૩૪॥ - 20 અવતરણિકા : હવે નિર્વાણગમનની વિધિનું પ્રતિપાદન કરવા આ દ્વારગાથાને કહે છે ગાથાર્થ : નિર્વાણ—તીર્થંકરની, ઇક્ષ્વાકુવંશના સાધુઓની અને શેષ સાધુઓની ચિતાઓની આકૃતિ–સકથા—સ્તૂપ—જિનગૃહયાચકો—તેથી (શ્રાવકો) આહિતાગ્નિ (તરીકે પ્રસિદ્ધ થયા.) ટીકાર્થ : ‘નિર્વાણ’ પ્રભુ દસહજાર સાધુઓ સાથે નિર્વાણ પામ્યા. અને સર્વદેવો અષ્ટાપદપર્વત ઉપર આવ્યા. ‘ચિતાકૃતિ’ – તે દેવોએ ગોળ, ત્રિકોણ અને ચોરસના આકારવાળી 25 ત્રણ ચિતાઓ તૈયાર કરી. તેમાં તીર્થંકર માટે પૂર્વદિશામાં ગોળ, ઇક્ષ્વાકુવંશના સાધુઓ માટે દક્ષિણદિશામાં ત્રિકોણ તથા શેષ સાધુઓ માટે પશ્ચિમદિશામાં ચોરસ ચિતાઓ તૈયાર કરી. ત્યાર પછી અગ્નિકુમારદેવોએ મુખદ્વારા ચિતાઓમાં અગ્નિ નાંખ્યો. તે કારણથી જ લોકમાં “દેવો અગ્નિરૂપી મુખવાળા હોય છે” એવું પ્રસિદ્ધ થયું. વાયુકુમારદેવોએ પવન છોડ્યો. (જેથી અગ્નિ ભડભડ બળવા લાગ્યો.) માંસ—રુધિર બળી 30 ગયા પછી મેઘકુમાર દેવોએ ક્ષીરોદધિસમુદ્રના સુગંધી પાણીથી ચિતાઓ ઓલવી દીધી. ‘સકથા’ એટલે દાઢાઓ. તેમાં ભગવાનની ઉપરની જમણીબાજુની દાઢાઓ શકે ગ્રહણ કરી. ડાબીબાજુની
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy