________________
જિનેશ્વરોનો અંતરકાળ , ૧૧૩ उसभो वरवसभगई ततिअसमापच्छिमंमि कालंमि । उप्पण्णो पढमजिणो भरहपिआ भारहे वासे ॥१॥ पण्णासा लक्खेहिं कोडीणं सागराण उसभाओ। उप्पण्णो अजिअजिणो ततिओ तीसाएँ लक्खेहिं ॥२॥ जिणवसहसंभवाओ दसहि उ लक्खेहि अयरकोडीणं । अभिनंदणो उ भगवं एवइकालेण उप्पण्णो ॥३॥ अभिणंदणाउ सुमती नवहि उ लक्खेहि अयरकोडीणं । उप्पण्णो सुहपुण्णो सुप्पभनामस्स वोच्छामि ॥४॥ णई य सहस्सेहिं कोडीणं सागराण पुण्णाणं । सुमइजिणाउ पउमो एवतिकालेण उप्पण्णो ॥५॥ पउमप्पहनामाओ नवहि सहस्सेहि अयरकोडीणं । कालेणेवइएणं सुपासनामो समुप्पण्णो ॥६॥ कोडीसएहि नवहि उ सुपासनामा जिणो समुप्पण्णो । चंदप्पभो पभाए पभासयंतो उ तेलोक्कं ॥७॥ णउईए कोडीहिं ससीउ सुविहीजिणो समुप्पण्णो ।
सुविहिजिणाओ नवहि उ कोडीहिं सीअलो जाओ ॥८॥ ગાથાર્થ ? આ ભરતક્ષેત્રમાં ત્રીજાઆરાના પાછલા ભાગમાં ભારતના પિતા, શ્રેષ્ઠ ઋષભસમાન ગતિવાળા, પ્રથમજિનેશ્વર એવા ઋષભદેવ ઉત્પન્ન થયા.
ગાથાર્થ : ઋષભદેવ પછી પચાસલાખ કરોડ સાગરોપમે અજિતજિન ઉત્પન્ન થયા. ત્યાર પછી ૩૦લાખ કરોડ સાગરોપમે ત્રીજા (સંભવનાથ ઉત્પન્ન થયા.)
ગાથાર્થ : જિનોમાં વૃષભસમાન એવા સંભવનાથ પછી દસલાખ કરોડ સાગરોપમે અભિનંદન સ્વામી થયા.
ગાથાર્થ : અભિનંદન પછી નવલાખ કરોડ સાગરોપમે સુખપૂર્ણ સુમતિનાથ ઉત્પન્ન થયા. હવે સુપ્રભ(પદ્મપ્રભ) સ્વામીનું આંતરુ કહીશ.
ગાથાર્થ સુમતિનાથ પછી નેવું હજાર કરોડ સાગરોપમરૂપ આટલા કાળે પદ્મપ્રભસ્વામી થયા. 25 ગાથાર્થ : પદ્મપ્રભ પછી નવહજાર કરોડ સાગરોપમરૂપ આટલા કાળે સુપાર્શ્વનાથ થયા.
ગાથાર્થ : સુપાર્શ્વ પછી નવસો કરોડ સાગરોપમે પોતાની પ્રભાથી ત્રિલોકને પ્રકાશિત કરતા ચંદ્રપ્રભસ્વામી થયા.
ગાથાર્થ : ચંદ્રપ્રભ પછી નેવું કરોડ સાગરોપમે સુવિધિજિન થયા. સુવિધિજિન પછી નવકરોડ સાગરોપમે શીતલનાથ થયા.
20
30