________________
૧૨
છે. અથવા સૂરજ ઊગે છે આ વાક્ય જેમ ત્રિકાળવિષયક છે તેમ પાપથી દુઃખ ધર્મથી સુખ મળે - આ વિધાન ત્રિકાળ- વિષયક (ત્રણે કાળમાં સરખી રીતે લાગુ પડતું હોવાથી) કહેવાય છે. ત્રિકાળવર્તી મેરુપર્વત વગેરે પદાર્થોનું નિરૂપણ કરવાથી ત્રિકાળવિષયક કહેવાય છે. ખરતા પાંદડાવાળી કલ્પિત કથા દ્વારા ત્રણે કાળમાં થનારા જીવોને એક સરખો પ્રતિબોધ થાય છે, ત્રણે કાળમાં ઉપદેશસૂત્રો પ્રસ્તુત હોય છે ક્યારેય અપ્રસ્તુત હોતા નથી. જીવનમૂલ્યોનો ઉપદેશ કરતા સૂત્રો પણ ત્રણે કાળમાં બોધપ્રદ હોવાથી શાશ્વતમૂલ્યવાળા કહેવાય. ભૂતકાળમાં કષાયશામક સૂત્રો જેટલા ઉપયોગી હતા એટલા જ આજે ઉપયોગી છે અને આવતીકાલે એટલા જ ઉપયોગી બની રહેવાના છે. વગેરે..વગેરે... ‘સૂત્ર ત્રિકાળવિષયક' શબ્દનો અર્થ જાણવો.
તથા ટીકામાં ષષ્ઠીવિભક્તિ અને ત્વપ્રત્યય સાથે પંચમીવિભક્તિનો પ્રયોગ પણ વારંવાર થતો હોય છે. દા. ત. ‘દ્રવ્યાસ્તિનયાતોષનાયામાામસ્ય નિત્યાત્ તુરભાવ વ્ ।" અહીં આગમશબ્દને ષષ્ઠીવિભક્તિ અને નિત્યશબ્દને ત્વપ્રત્યય સાથે પંચમીવિભક્તિ થયેલ છે. આવા પ્રયોગોનો અર્થ કેવી રીતે કરવો ? એ ખાસ જાણવા જેવું છે, જેથી ટીકાની પદ્ધતિ ખ્યાલમાં આવે. આ પંક્તિનો સીધો અર્થ આ પ્રમાણે થાય કે દ્રવ્યાસ્તિકનયની વિચારણામાં આગમનું નિત્યપણું હોવાથી આગમના કર્તાનો અભાવ જ છે.
જો વ્યવસ્થિત અર્થ કરવો હોય તો આગમશબ્દની ષષ્ઠીવિભક્તિ કાઢી નાંખીને પ્રથમાવિભક્તિમાં આગમશબ્દ લેવો. જેથી ‘આગમનું’ એવો અર્થ કરવાને બદલે ‘આગમ’ એવો અર્થ થશે અને તેનો અન્વય ‘નિત્યત્વાત્’ શબ્દ સાથે કરવો. તેમાં પણ જે ત્વપ્રત્યય લાગેલ છે તે પણ કાઢી નાંખવો, જેથી ‘નિત્યપણું હોવાથી'ને બદલે ‘નિત્ય હોવાથી’ એવો અર્થ થશે. આમ બંને શબ્દોમાંથી ષષ્ઠી અને ત્વપ્રત્યય કાઢતાં અર્થ સુવ્યવસ્થિત થશે કે—આગમ નિત્ય હોવાથી આગમના કર્તાનો અભાવ જ છે.’
આ રીતે સંપૂર્ણ ટીકામાં જ્યાં જ્યાં પણ ષષ્ઠી-ત્વનો પ્રયોગ આવે ત્યાં ઉપરોક્ત પ્રમાણે અર્થ કરતા તમને ટીકા વાંચવી સહેલી પડશે. એ સિવાય કોઈક સ્થાને “વૈયાવત્ત્તનિયમસ્ય તો મેલ્વેન ચારિત્રાંશરૂપત્વમ્ '' આવી પંક્તિ હોય ત્યારે ‘તોમેàત્વેન’ શબ્દમાં રહેલ ‘ટ્વેન’નો અર્થ ‘તરીકે હોવાથી’ એવો કરવો જેથી પંકિતનો અર્થ આ પ્રમાણે થશે – વૈયાવચ્ચનો નિયમ (અહીં નિયમશબ્દને લાગેલ ષષ્ઠી વિભક્તિ કાઢી નાંખીને અર્થ કરવો) એ તપના ભેદ તરીકે હોવાથી (એટલે કે તપના એક પ્રકાર તરીકે હોવાથી) ચારિત્રના અંશરૂપ છે. (અહીં ત્વપ્રત્યય કાઢીને પ્રથમાવિભક્તિમાં અર્થ કરતા સુવ્યવસ્થિત અર્થ થાય.)
તથા તન્ત્રતત્સ્યાત્, ચાવેતત્, અથ, અત્ર ખ્રિવાહ, નનુ વિગેરે શબ્દોથી ચાલુ થતી પંક્તિ ઘણું કરીને પૂર્વપક્ષ=શંકાકારની હોય છે તે ધ્યાન રાખવું.